Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 55
________________ લઈને દિગંબરોએ આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક દોષોનું આપાદન કર્યું. એ રીતે એક દોષને વિસ્તારથી જણાવવા દ્વારા પોતાના કદાગ્રહથી, આસ(યથાર્થવતા) એવા શ્રી તીર્થંકર પરમાત્માને દૂષિત કરનારા દિગંબરોને ઘણો જ પાપબંધ થાય છે. આ પાપના બંધના ભયથી પણ દિગંબરોએ પોતાના દાગ્રહને છોડીને “શ્રી કેવલીભગવંતો વલાહાર કરે છે'-એ વાત સ્વીકારી લેવી જોઈએ... એ કહેવાનો આશય છે. ૩૦-૩૦ના. આ રીતે પરમાત્માને દૂષિત કરવાથી પોતાને પાપનો બંધ થાય છે અને આમ છતાં પરમાત્મા તો દુષ્ટ થતા નથી: એ જણાવાય છે : વસ્થિત કુંદે, સ્વામી નો નૈવ ટૂખ્યો ! ચૌરાહુતિપૂમિ, ધૃતે નૈવ માનુમાન ૩૦- કલ્પિત દુષ્ટ કલંકોથી અમારા સ્વામી શ્રી તીર્થકર પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે તો ય તે સૂર્યનો સ્પર્શ પણ કરતી નથી.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે તો તેઓશ્રીને ઘણા દોષો પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ દિગંબરોએ જણાવ્યું. પરંતુ તે બધા જ દોષો કલ્પિત અને દુષ્ટ છે તે 些辰些些些际些际些些些派奖

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58