Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 56
________________ આ પૂર્વે જણાવ્યું છે. દોષો વાસ્તવિક હોત તો ચોક્કસ જ એને કારણે પરમાત્મા દોષથી યુક્ત હોત. અવાસ્તવિક દોષોથી પરમાત્મા તો દુષ્ટ બનતા નથી. પરંતુ તેવા દોષોનું આરોપણ કરવાથી દોષારોપણ કરનારા માત્ર પાપોથી બંધાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવી છે. સૂર્યની ઉપર ધૂળ ફેંકનારની આંખમાં જ ધૂળ પડે છે. સૂર્ય ઉપર તો તે કોઈ પણ રીતે પડવાની નથી. આથી સમજી શકાશે કે સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જેવી પરમાત્માની ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિ છે, જે દિગંબરોને પોતાને જ એકાંતે અહિતને કરનારી છે. એથી પરમાત્માને કોઈ જ ફરક પડતો નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ।।૩૦-૩૧॥ દિગંબરોની માન્યતાનું નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાથી જ શ્રી જૈનશાસન જયવંતું છે : એ જણાવાય છે परमानन्दितैरित्थं, दिगम्बरविनिग्रहात् । પ્રારૂં સિતામ્વરૈ: શોમાં, નૈન નયતિ શાસનમ્ ॥રૂ૦-૩૨ા “આ રીતે દિગંબરોનો વિનિગ્રહ(પરાજય) થવાથી પરમ આનંદને પામેલા શ્વેતાંબરોથી શોભાને પામેલું જૈન શાસન જયવંતું વર્તે છે.’’-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પ્રકરણના અંતે જણાવેલી વાત નિરંતર યાદ રાખવાની ૫૧ T K

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58