Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/005727/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - હાહાહોપાધ્યા) શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શિથિલી કેવલિભક્તિવ્યવસ્થાપન - બત્રીશી એક-પરિશીલના (૩૦ સંકલન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. :Uskus: શ્રી ડીકીનીBદીજૈdવીડિજીટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિતંત્રશત્રિશિ' પ્રકરણાન્તર્ગત કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી-એક પરિશીલન ૩૦) : પરિશીલન : પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ મ.સા. ના પટ્ટાલકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ.સ્વ. આ. ભઃ શ્રી. વિ. અમરગુમસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમસૂ. મ. . : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : પ.પૂ.સા. શ્રી તત્ત્વરેખાશ્રીજી મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે ચંપકભાઈ હઠીસિંગ ટોકરસી નવીનભાઈ હઠીસિંગ ટોકરસી બીપિનકુમાર શાંતિલાલ મહેતા (જામનગર) Page #3 -------------------------------------------------------------------------- ________________ કેવલિભકિતવ્યવસ્થાપન બત્રીશી-એક પરિશીલન - ૩૦ - ' વિ. સં. ૨૦૬૯ આવૃત્તિ – પ્રથમ : પ્રકાશન : નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ . શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) મુકુંદભાઈ આર. શાહ ૫, નવરત્ન ફ્લેક્ષ્ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ પ્રાપ્તિસ્થાન : પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ ‘કોમલ’કબૂતરખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. : આર્થિક સહકાર : ૫.પૂ.સા. શ્રી તત્ત્વરેખાશ્રીજી મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે ચંપકભાઈ હઠીસિંગ ટોકરસી નવીનભાઈ હઠીસિંગ ટોકરસી બીપિનકુમાર શાંતિલાલ મહેતા (જામનગર) : મુદ્રણ વ્યવસ્થા : સન ગ્રાફિક્સ (સમીવાળા) ૫૭/૬૧, ગુલાલવાડી, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૪૬ ૮૬૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે. વિનયબત્રીશીમાં વિનયનું વર્ણન કર્યું. વિનયના આસેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ભગવંતો આપણી જેમ કલાહાર(ભોજન) કરે તો તેઓ કોઈ પણ રીતે કૃતાર્થ નહીં કહેવાય. તેથી કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી : આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરવા માટે આ બત્રીશી છે. પોતાની માન્યતાના સમર્થન માટે દિગંબરો જે દલીલો કરે છે, તેનું વર્ણન શરૂઆતમાં પાંચ શ્લોકોથી કર્યું છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-આવી પોતાની માન્યતાનું નિરૂપણ કરતાં દિગંબરો જણાવે છે કે તેઓશ્રીના સકળ દોષોનો વિગમ થયો છે. તેઓશ્રી કૃતકૃત્ય છે. આહારસંજ્ઞાથી તેઓશ્રી રહિત છે. તેઓશ્રી અનંતસુખથી સત છે. તેઓશ્રીનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે. તેઓશ્રીનાં સુખ-દુ:ખ ઈન્દ્રિયજન્ય હોતાં નથી. મોહનીયકર્મના અભાવે તેઓશ્રી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરી શકતા નથી. શાતાવેદનીયર્મની દીરણાનો તેઓશ્રીને અભાવ હોય છે. આહારની કથાથી પ્રમાદ થવાનો તેઓશ્રીને પ્રસડ આવશે. ભોજનથી નિદ્રાની ઉત્પત્તિનો પ્રસહુ આવશે. તેઓશ્રીને ધ્યાન અને તપના વ્યયનો પ્રસ આવશે. આહાર વિના પણ તેઓશ્રીનું પરમ દારિક શરીર લાંબા કાળ સુધી ટકી શકે છે. પરોપકારની હાનિનો પ્રસંગ આવે. મળમૂત્રાદિનો પ્રસફ આવ્યથી જુગુપ્સા થાય અને વ્યાધિ થવાનો પ્રસ આવશે. ઈત્યાદિ દોષોના કારણે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી. આ બધા જ દોષોનું સ્પષ્ટ રીતે નિરાકરણ આગળના તે તે શ્લોકોથી કરવામાં આવ્યું છે. અઠ્ઠાવીસમા શ્લોક સુધીના શ્લોકોથી, દિગંબરોએ જણાવેલા હેતુઓનું નિરાકરણ ખૂબ જ વિસ્તારથી કર્યું છે. સ્યાદ્વાદકલ્પલતા, અધ્યાત્મમત પરીક્ષા... વગેરે ગ્રંથોમાં દિગંબરોની માન્યતાનું ખૂબ જ વિસ્તારથી નિરાકરણ છે. પરંતુ દાર્શનિક પરિભાષાનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને એ સમજવાનું એટલું સરળ નથી. એના પ્રમાણમાં અહીંનું નિરૂપણ સમજવામાં ઘણું જ સરળ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા ચાર શ્લોકોથી પ્રકરણાર્થનું સમાપન કરતી વખતે ગ્રંથકારશ્રીએ દિગંબરોને માર્મિક ટકોર કરી છે. કેવલીપરમાત્માના વલાહારમાં કોઈ પણ બાધક ન હોવા છતાં ‘પરમાત્માને ખાવાનું શાનું હોય ?’ આવા પ્રકારની લજ્જા અનુભવાતી હોય તો ‘પરમાત્માને નૃદેહ કઈ રીતે હોય ?' આવા પ્રકારની લજ્જાના અનુભવથી તો અશરીરી અને અનાદિશુદ્ધ સદાશિવાદિની જ ઉપાસના કરવી જોઈએ. આ રીતે સ્વદર્શનનો ત્યાગ કરી નૈયાયિકાદિના દર્શનમાં પ્રવેશવાનો પ્રસઙ્ગ આવશે. પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના પરમાત્માના દોષની વાત કરવાથી ભયંકર કોટિનાં પાપોનો બંધ થાય છે. પાપના ભયથી પણ પરમાત્માની અવજ્ઞાથી દૂર રહેવું જોઈએ. અવાસ્તવિક દૂષણના ઉદ્ભાવનથી વસ્તુત: પરમાત્માને કોઈ જ અપાય નથી. જે કોઈ પણ અપાય છે તે દોષનું ઉદ્ભાવન કરનારાને છે. સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાથી તે ધૂળ સૂર્ય સુધી તો પહોંચતી જ નથી, પણ ધૂળ ઉડાડનારના આંખમાં જાય છે. આ રીતે દિગંબરોની એક માન્યતાનું વિસ્તારથી નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાની નિર્દોષતા સિદ્ધ થાય છે. તેથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી જૈનશાસન શોભાને પ્રાપ્ત કરી જયવંતું વર્તે છે. દિગંબરોની માત્ર એક જ માન્યતાનું અહીં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. બીજી પણ કેટલીક તેમની માન્યતાઓનું નિરાકરણ અન્ય ગ્રંથોમાં કર્યું છે. એ બધાનું વ્યવસ્થિત રીતે અધ્યયન કરવામાં આવે તો આપણા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે અનુગ્રહ કર્યો છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. આપણે અજ્ઞાનાદિથી ઉન્માર્ગગામી બની જઈએ નહિ–એ માટેનો એ મહાપુરુષોનો આ પ્રયત્ન છે. એને અનુરૂપ સાચી વસ્તુને સમજવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... ચંદાવરકરલેન, બોરીવલી, મુંબઈ-૪૦૦ ૦૯૨. વૈશાખ વદ ૧૨ : શુક્રવાર : તા. ૭-૬-૨૦૦૫ આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका। આ પૂર્વેની બત્રીશીમાં વિનયનું નિરૂપણ કર્યું. તેના પાલનથી મહાત્મા કેવલી બને છે. તેઓશ્રી કવલાહાર કરે તો કૃતાર્થ નથી. આ દિગંબરમતનું નિરાકરણ કરવા માટે અહીં પ્રયત્ન કરાય છે. (અર્થાત્ વલાહારને અને કૃતાર્થત્વને કોઈ વિરોધ નથી, તે જણાવાય છે.)सर्वथा दोषविगमात्, कृतकृत्यतया तथा । आहारसंज्ञाविरहादनन्तसुखसङ्गतेः ॥३०-१॥ સર્વથા દોષનો વિગમ(ક્ષય) થવાથી, કૃતકૃત્ય હોવાથી, આહાર સંજ્ઞાનો વિરહ હોવાથી અને અનંતસુખ પ્રાપ્ત થયું હોવાથી.. (કેવલીભગવાન વાપરતા નથી-એમ દિગંબરો માને છે. આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દિગંબરો, કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી-એમ કહે છે. એની પાછળ એમનો જે આશય છે તે અહીં પાંચ શ્લોકોથી જણાવાય છે. પાંચમા શ્લોકમાં જવાનું પુ નેતિ વિGિT:-આ પદ છે તેનો સંબંધ તેની પૂર્વેના દરેક શ્લોકમાં છે. * શ્રી કેવલપરમાત્માના સર્વ પ્રકારે દોષો નાશ પામેલા હોવાથી તેઓશ્રી કેવલાહાર કરતા નથી. સુધા એ એક દોષ છે. તેને દૂર કરવા માટે કવલાહાર કરવો પડે છે. કેવલી કેવલાહાર કરે તો તેમને સુધાસ્વરૂપ દોષ છે-એમ માનવું 当当当当当当当当 Page #7 -------------------------------------------------------------------------- ________________ જોઈએ અને તેથી તેઓશ્રીના સર્વથા દોષો દૂર થયા છેએમ માનવાનું વિરુદ્ધ થશે. સર્વથા દોષવિગતત્વનો વિરોધ આવે નહીં : એ માટે કેવલપરમાત્મામાં કવલાહારની પ્રવૃત્તિ મનાતી નથી. શ્રી કેવલીભગવંતો કવલાહાર કરતા નથી. કારણ કે તેઓશ્રી કૃતકૃત્ય છે. તેઓશ્રી સામાન્ય લોકોની જેમ કલાહાર કરે તો તેઓશ્રીમાં સામાન્ય જનોની જેમ જ કૃતકૃત્યત્વ માની શકાશે નહિ. કારણ કે કવલાહારની પ્રવૃત્તિ જ્યાં હોય ત્યાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કેવલીભગવંતમાં કવલાહાર(કવલભોજિત્વ) માનવામાં આવે તો કૃતકૃત્યત્વની હાનિ થવાનો પ્રસડ આવશે. જેઓ કૃતકૃત્ય નથી, તેઓ કવલાહાર કરે છે; જેમ કે આપણે બધા. પરંતુ જેઓ કૃતકૃત્ય છે, તેઓ ક્વલાહાર કરતા નથી; જેમ કે શ્રી સિદ્ધ-પરમાત્માઓ. આવી રીતે જ શ્રી કેવલી પરમાત્માઓમાં આહારસંજ્ઞા ન હોવાથી તેઓશ્રી કવલાહાર કરતા નથી. કારણ કે આહારનું કારણ આહાર સંજ્ઞા છે. કારણ(આહારસંશા)નો અભાવ હોવાથી કાર્યનો(ક્વલાહારનો) પણ અભાવ શ્રી કેવલપરમાત્માને હોય છે. તેમ જ તેઓશ્રીને અનંતસુખ હોવાથી તેને લઈને તેઓશ્રીને કવલાહારનો અભાવ હોય છે. કારણ કે સુધાની વેદનાનો ઉદય થવાથી જ આહાર (ભોજન) કરવાનો પ્રસવું આવે છે. શ્રી કેવલજ્ઞાની જો 当当当当当当当当当 FFFFFFF #FF Page #8 -------------------------------------------------------------------------- ________________ કવલાહાર કરતા હોય તો તેઓશ્રીને સુધા-વેદનીયનો ઉદય અવશ્ય માનવો પડશે અને તેથી તેઓશ્રીમાં અનંતસુખત્વનો વિરોધ આવશે. તેથી એ વિરોધને દૂર કરવા શ્રી કેવલજ્ઞાનીને કવલાહાર માનવામાં આવતો નથી-આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. આ પ્રથમ શ્લોકમાં કેવલીપરમાત્માના ક્વલાહારના અભાવમાં ચાર હેતુ વર્ણવ્યા છે, જેનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરવામાં આવશે. ૩૦-૧ _ _ બીજા હેતુઓ જણાવાય છેदग्धरज्जुसमत्वाच्च, वेदनीयस्य कर्मणः । ક્ષો દ્વવતા રેતિયો સુહુયોઃ રૂ૦-રા “વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી અને શરીરસંબંધી સુખ-દુ:ખ ઈન્દ્રિયોને આધીન હોવાથી (કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી)”-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં શ્રી કેવલીમહાત્માના કવલાહારના અભાવને સિદ્ધ કરવા માટે બે હેતુઓ આપ્યા છે. આશય એ છે કે “શ્રી કેવલીભગવંતોનાં ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પરંતુ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ: આ ચાર અઘાતી કર્મોનો ક્ષય થયો ન હોવાથી છવસ્થ-અવસ્થાની જેમ વેદનીયકર્મના ઉદયથી સુધાવેદના 当当当当当当当当当 RTIFIFFFFFF #F Page #9 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્યાવસ્થામાં પણ થાય છે. તેથી તેઓશ્રી વલાહાર કરે છે.' આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયકર્મ બળેલા દોરડાજેવું હોય છે. બળેલું દોરડું જેમ પોતાના કાર્ય-બંધન માટે સમર્થ બનતું નથી. તેમ એ વેદનીયકર્મ પણ; તેઓશ્રીને ક્ષુધાવેદનાને ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. તેથી કેવલીપરમાત્મા ક્ષુધાને દૂર કરવા વાપરતા નથી. તેમ જ શરીરને આશ્રયીને ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ, ઈન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતાં હોય છે. કેવલી પરમાત્માઓ અતીન્દ્રિય અર્થાદ્ ભાવેન્દ્રિયથી રહિત હોવાથી વાપરતાં પહેલાં દુ:ખ અને વાપર્યા પછી સુખ : આવાં સુખ-દુઃખ તેઓશ્રીમાં ઘટતાં નથી. તેથી તેઓશ્રી આપણી જેમ વલાહાર કરતા નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીમાં શરીરને આશ્રયીને સુખ અને દુ:ખની ઉત્પત્તિ માનવાનો પ્રસઙ્ગ આવશે. ।।૩૦-૨૫ - શ્રીદેવલીભગવંતોને વલાહાર હોતો નથી–એમાં હૈત્યંતર જણાવાય છે मोहात्परप्रवृत्तेश्च, सातवेद्यानुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ।। ३०- ३ || “મોહના કારણે પરપ્રવૃત્તિ થાય છે, સાર્તા(શાતા)– ૪ LO 品 F 必厉必原些厉必 Page #10 -------------------------------------------------------------------------- ________________ વેદનીયકર્મની ઉદીરણા ન હોવાથી અને આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ થતો હોવાથી (શ્રી કેવલીપરમાત્માઓ વલાહાર(ભોજન) કરતા નથી.)-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યના ગ્રહણાદિની પ્રવૃત્તિ થાય છે. શ્રી કેવલજ્ઞાનીઓએ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કર્યો હોવાથી મોહના અભાવમાં તેઓશ્રી આહારાદિ પરદ્રવ્ય (સ્વભિઋદ્રવ્ય) ગ્રહણ કરી શકે નહિ. અન્યથા તેઓશ્રી આહારાદિનું ગ્રહણ કરે તો તેઓશ્રીને મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરનારા માની શકાશે નહિ. તેથી સર્વથા મોહનો ક્ષય કરનારા શ્રી કેવલીભગવંતો વલાહાર કરતા નથી. તેમ જ શ્રી કેવલીપરમાત્મા ક્ષુધાને દૂર કરવા વલાહાર કરે તો ત્યારે શાતાવેદનીયકર્મની ઉદીરણાને માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સાતમા ગુણસ્થાનકે જ તે ઉદીરણાની નિવૃત્તિ થાય છે. તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શ્રી કેવલજ્ઞાનીભગવંતો વલાહાર કરતા નથી. આહાર વાપરવાથી શાતાવેદનીયકર્મની ઉદીરણા થાય છે. આવી જ રીતે જ્યાં આહારની કથા(ભકતકથા) પણ અત્યંત પ્રમાદનું કારણ મનાય છે, ત્યારે આહાર તો સુતરાં પ્રમાદનું કારણ છે-એ સમજી શકાય છે. તેથી જ શ્રી કેવલીપરમાત્મા, અત્યંત પ્રમાદના કારણભૂત કવલાહારને વાપરતા નથી. અન્યથા તેઓશ્રીને અત્યંત પ્રમાદનો પ્રસઙ્ગ ૫ HEL Page #11 -------------------------------------------------------------------------- ________________ આવે-એ સ્પષ્ટ છે. આ શ્લોકમાં ત્રણ હેતુઓ જણાવ્યા છે. એનું નિરાકરણ હવે પછીના શ્લોકોથી કરાશે. ૩૦-૩યા _ _ _ આ રીતે શ્રી કેવલજ્ઞાનીઓના કવલભક્તિના અભાવના સમર્થન માટે નવ હતુઓનું નિરૂપણ કરીને બીજા પણ કેટલાક હેતુઓ જણાવાય છે भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य, स्थास्नुत्वात् तां विनाऽपि च ॥३०-४॥ “ભોજન(ક્વલાહાર) કરવાના કારણે નિદ્રા વગેરેની ઉત્પત્તિ થતી હોવાથી ધ્યાન અને તપનો ખંડ પડવાથી અને પરમઔદારિક શરીર ભોજન વિના પણ લાંબા કાળ સુધી રહી શકતું હોવાથી (કેવલજ્ઞાનીઓ ભોજન કરતા નથી.)”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભોજન કરીએ એટલે નિદ્રા વગેરે આવે જ. નિદ્રાદિ વ્યાપક છે અને ભોજન વ્યાપ્ય છે. જ્યાં જ્યાં ભોજન છે, ત્યાં ત્યાં નિદ્રાદિ છે. શ્રી કેવલીભગવંતોને નિદ્રાદિ હોતા નથી. તેથી વ્યાપકના અભાવમાં તેના વ્યાપ્યભૂત ભોજન(વલાહાર)નો પણ અભાવ હોય છે-એ સ્પષ્ટ છે. અહીં નિદ્રાદ્રિમાં રહેલ મારિ પદથી રસનેન્દ્રિયથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાનનો(રાંસન જ્ઞાનનો) 些些些际些际些些些些际",希些斥些隔些后些脈些际些际上标示 Page #12 -------------------------------------------------------------------------- ________________ અને ઈર્યાપથ(પ્રતિક્રમણ)નો પણ સંગ્રહ કરવાનો છે. આશય એ છે કે કવલાહારનું જ્યારે પણ ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના રસાદિનું રસનેન્દ્રિયથી જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ સાયોપથમિક જ્ઞાન છે. ઘાતિકર્મોનો ક્ષય કર્યો હોવાથી કેવલજ્ઞાની મહાત્માઓને મતિજ્ઞાન હોતું નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીને રાસનમતિજ્ઞાન હોય છે-એમ માનવાનો પ્રસવું આવે. તેથી કેવલી પરમાત્માને કવલાહાર હોતો નથી-એમ મનાય છે. તેમ જ છવસ્થ પ્રત્યયિક મતિજ્ઞાનાદિ થાય એટલે વિષયના ઈષ્ટતાદિના જ્ઞાનથી થયેલા કર્મબંધના કારણે પ્રતિક્રમગાદિનો પણ પ્રસંગ આવશે. તેથી કેવલીપરમાત્માને વલાહાર મનાતો નથી. બીજું કેવલીભગવંતો ભોજન કરે તો તે કારણે ધ્યાન અને તપમાં ખંડ પડે. કેવલજ્ઞાનીઓને સદાને માટે ધ્યાન અને તપ હોય છે. તેથી તેમાં હાનિ ન થાય : એ માટે શ્રી કેવલીપરમાત્માને ભોજનનો અભાવ હોય છે. “કેવલી પરમાત્મા કવલાહાર ન કરે તો જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન થયું હોય અને એક કરોડ વર્ષ પૂર્વનું તેમનું આયુષ્ય હોય તો, આટલા લાંબા સમય સુધી આહાર વિના કેવી રીતે શરીર ટકે ? શરીરને ટકાવવા માટે કેવલી પરમાત્માએ આહાર વાપરવો જોઈએ.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે કેવલજ્ઞાનીઓનું શરીર શ્રેષ્ઠકોટિનું Page #13 -------------------------------------------------------------------------- ________________ ઔદારિક શરીર હોવાથી ભોજન લીધા વિના પણ ટકી શકવાના સ્વભાવવાળું હોવાથી તેને ટકાવવા કેવલજ્ઞાનીઓએ કવલાહાર લેવાની આવશ્યકતા નથી. તેથી શરીરની ચિરકાળસ્થિતિ માટે કેવલીપરમાત્માના કવલાહારની કલ્પના કરવાની વાત ઉચિત નથી. ૧૩૦-૪૫ શ્રી કેવલીપરમાત્માના કવલાહારના અભાવનું જ બીજા હેતુઓ દ્વારા સમર્થન કરાય છે परोपकारहानेश्च, पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान्, भुङ्क्ते नेति दिगम्बराः || ३० - ५ || “પરોપકારની હાનિ થાય, સ્થંડિલાદિના કારણે જુગુપ્સા થાય અને રોગની ઉત્પત્તિ થાય; તેથી તેના નિવારણ માટે કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-એમ દિગંબરો કહે છે’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલીપરમાત્મા સદા પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. જો તેઓશ્રી ભોજન કરે તો તે વખતે ધર્મદેશનાનો અવરોધ થાય છે. તેથી પરોપકારનો વ્યાઘાત થશે, જે તેઓશ્રી માટે ઉચિત નથી. તેથી ડેવલીપરમાત્મા વલાહાર કરતા નથી. તેમ જ આ રીતે વલાહાર વાપરે તો વાપરનારને સ્થંડિલાદિ માટે અવશ્ય જવું પડે, જે જુગુપ્સાજનક છે. તેથી કેવલજ્ઞાનીઓ વાપરતા જે XDDDDDDDD LIKEE Page #14 -------------------------------------------------------------------------- ________________ નથી. ભોજન રોગનું નિમિત્ત હોવાથી તેનો પરિહાર કરવા માટે કેવલીપરમાત્મા ભોજન કરતા નથી. કારણ કે તેઓશ્રી સદા નીરોગી હોય છે તેથી રોગના નિમિત્તથી તેઓથી દૂર રહે છે. ઉપર જણાવ્યા મુજબ શ્રી કેવલીપરમાત્મા કવલાહાર વાપરતા નથી-આ પોતાની માન્યતાનું સમર્થન પંદર હેતુઓથી દિગંબરોએ કર્યું. તેનું નિરાકરણ હવે પછીના લોકોથી કરાશે. શ્વેતાંબરોની માન્યતા મુજબ કેવલી પરમાત્મા સામાન્યથી દરરોજ એકાસણું કરે છે. ૩૦-પા. םםם પૂર્વપક્ષનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છેसिद्धांतश्चायमधुना, लेओनास्माभिरुच्यते । दिगम्बरमतव्यालपलायनकलागुरुः ॥३०-६॥ છેલ્લા પાંચ શ્લોકોથી દિગંબરોના સિદ્ધાંતનું વર્ણન કરીને હવે અમારા વડે સંક્ષેપથી આ શ્વેતાંબરોના સિદ્ધાંતનું વર્ણન કરાય છે, જે દિગંબરમતસ્વરૂપ સર્પને ભાગી જવા માટે મોરસમાન છે. મોરને જોઈને સર્પ જેમ ભાગી જાય છે, તેમ આ સિદ્ધાંતસ્વરૂપ મોરના દર્શનથી દિગંબરમત- સ્વરૂપ સર્પ પણ ભાગી જાય છે. ll૩૦-૬ દર દ દરદ જ્ઞExદ C cર રરરરર રર રર રદ Page #15 -------------------------------------------------------------------------- ________________ છે પ્રથમ શ્લોકમાં જણાવેલી વાતનું નિરાકરણ કરાય हन्ताज्ञानादिका दोषा, घातिकर्मोदयोद्भवाः । तदभावेऽपि किं न स्याद्, वेदनीयोद्भवा क्षुधा ॥ ३० - ७॥ “ખરેખર ઘાતિકર્મના ઉદયના કારણે ઉદ્ભવેલા અજ્ઞાનાદિ દોષો છે, કેવલીપરમાત્મામાં એ દોષોનો અભાવ હોવા છતાં વેદનીયકર્મના ઉદયે થયેલી ક્ષુધા તેઓશ્રીને કેમ ન હોય ?''-આ પ્રમાણે સાતમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઘાતિકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ, ક્રીડાપ્રસંગ અને હાસ્ય : આ અઢાર દોષો પ્રસિદ્ધ છે, જે ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવે છે. ઘાતિકર્મોનો સર્વથા ક્ષય થયો હોવાથી પરમાત્મા શ્રી કેવલીભગવંતમાં એ દોષો ન હોવા છતાં, અઘાતીકર્મોનો ક્ષય થયો ન હોવાથી તેના ઉદયથી થનારા ક્ષુધા અને પિપાસા વગેરે તેઓશ્રીને કેમ ન હોય ? ‘દિગંબરો ક્ષુધાપિપાસાદિને પણ દોષસ્વરૂપ જ માને છે, તેથી સર્વથા દોષથી રહિત એવા પરમાત્મામાં એ ન જ હોવા જોઈએ, અન્યથા શ્રી કેવલજ્ઞાનીની સર્વથા દોષથી રહિત અવસ્થાની અનુપપત્તિ થશે.’-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ************** K Page #16 -------------------------------------------------------------------------- ________________ અમે શ્વેતાંબર તમારી દિગંબરની) જેમ વિચાર્યા વિના (તત્ત્વની વિચારણા કર્યા વિના) સુધાપિપાસાદિને જ દોષસ્વરૂપ માનતા નથી કે જેથી અઢાર દોષોથી સર્વથા રહિત એવા પરમાત્મા શ્રી કેવલીને સુધાદિનો અભાવ માનવો પડે. ઘાતિના ઉદયથી ઉદ્ભવતા અજ્ઞાનાદિ દોષો શ્રી કેવલીપરમાત્મામાં ન હોવા છતાં, અઘાતી કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા વગેરે તેઓશ્રીને માનવામાં કોઈ બાધક નથી. ૩૦-ળા 1 1 1 દિગંબરોએ કેવલજ્ઞાનીપરમાત્માઓને સુધાદિ માનવામાં જણાવેલા બાધકનું નિરાકરણ કરાય છે अव्याबाधविघाताच्चेत्, सा दोष इति ते मतम् । नरत्वमपि दोषः स्यात्, तदा सिद्धत्वदूषणात् ॥३०-८॥ “અવ્યાબાધ સુખનો ભડ થતો હોવાથી સુધાદિ દોષ છે-એવો જો તારો(દિગંબરનો) મત હોય તો, તને સિદ્ધપણાને દૂષિત(ભટ્ટ) કરનારું નરત્વ પણ શ્રી કેવલી પરમાત્મા માટે દોષસ્વરૂપ માનવાનો પ્રસખ આવશે.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે કેવલીપરમાત્માને સુધા તૃષા વગેરે માનવામાં આવે તો તેઓશ્રીના અવ્યાબાધ નિરતિશય સુખનો વ્યાઘાત થાય છે. શ્રી કેવલીપરમાત્માને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થયેલી Page #17 -------------------------------------------------------------------------- ________________ હોય છે. સુધાદિને લઈને તેમાં ખામી આવે છે. તેથી સુધા વગેરેને દોષ મનાય છે. કારણ કે જે ગુણને દૂષિત કરે તેને દોષ કહેવાય છે-આ દોષનું લક્ષણ છે. દિગંબરોની એ પ્રમાણેની માન્યતામાં દૂષણ જણાવાય છે-નરવરિ... ઈત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી. કહેવાનો આશય એ છે કે ગુણને દૂષિત કરવાના કારણે જો સુધાદિને દોષ માનવામાં આવતા હોય તો શ્રી કેવલજ્ઞાનીઓના “નરત્વ'ને(મનુષ્યપણાને) પણ દોષ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પોતાના સિદ્ધત્વગુણને અટકાવવાનું કાર્ય નરત્વ કરે છે. જ્યાં સુધી નરત્વ છે, ત્યાં સુધી સિદ્ધત્વનો આવિર્ભાવ થતો નથી. આમ હોવા છતાં દિગંબરો નરત્વને દોષરૂપ માનતા નથી, તેથી તે મુજબ સુધાદિને પણ દોષ માની શકાશે નહિ. આથી સ્પષ્ટ છે કે જે કેવલજ્ઞાનની પ્રત્યે પ્રતિબંધક છે, એવાં ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવેલા અજ્ઞાનાદિ જ દોષો છે. પરંતુ અઘાતી કર્મ સ્વરૂપ વેદનીયકર્મથી ઉદ્ભવતા સુધા વગેરે દોષો નથી. એ યુક્તિયુક્ત છે. ૩૦-૮ __ _ _ આ રીતે દિબંગરોએ પોતાની માન્યતાના સમર્થન માટે જણાવેલા પ્રથમ હેતુનું નિરાકરણ કરીને હવે બીજા હેતુનું નિરાકરણ કરાય છે Page #18 -------------------------------------------------------------------------- ________________ घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता । तदभावेऽपि नो बाधा, भवोपग्राहिकर्मभिः ॥३०-९॥ ઘાતિકના ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહિ અઘાતિકર્મોના કારણે કૃતકૃત્યત્વનો અભાવ હોય તો ય કોઈ દોષ નથી.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કરવો પડે તો તેઓશ્રીમાં સર્વથા કૃતકૃત્યત્વ(કૃતાર્થત્વ) માની શકાશે નહિ. તેથી કૃતકૃત્યત્વની અનુપપત્તિના ભયથી તેઓશ્રીને વલાહારનો અભાવ હોય છે. એના જવાબમાં અહીં જણાવાયું છે કે શ્રી કેવલી પરમાત્માનાં ઘાતિકર્મોનો ક્ષય થયો હોવાથી જ તેઓમાં કૃતકૃત્યત્વ અક્ષત છે અને ભવોપચાહિકના ઉદયના કારણે કવલાહારની પ્રવૃત્તિ વગેરેથી કૃતકૃત્યત્વનો અભાવ હોય તો પણ કોઈ દોષ નથી. કારણ કે શ્રી કેવલપરમાત્મામાં સર્વથા કૃતકૃત્યત્વ મનાતું નથી. સર્વથા કૃતકૃત્યત્વ શ્રી સિદ્ધપરમાત્માઓમાં જ મનાય છે. મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવા છતાં, મોક્ષસ્વરૂપ ઉપાદેયની પ્રાપ્તિ સયોગિકેવલિત્વના કાળમાં કોઈ પણ રીતે થવાની નથી. રાગાદિદોષોના અભાવરૂપ જ સર્વથા કૃતકૃત્યત્વ માનવાનું ૧ ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ હોય તો તાદશકૃતકૃત્યત્વ તો કેવલીપરમાત્મામાં તેઓશ્રી - વલાહાર કરે તો પણ અક્ષત જ છે. આ વાત લગભગ જણાવી દીધી છે. ૩૦-લા 1 1 0 ત્રીજા હેતુનું નિરાકરણ કરાય છેआहारसंज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन, स्वामिनो भुक्तिबाधनम् ॥३०-१०॥ “ખાવાની તૃષ્ણા નામની આહાર સંજ્ઞા તો મુનિ ભગવંતોને પણ હોતી નથી, તો પછી તે આહાર સંજ્ઞાથી રહિત એવા શ્રી કેવલી પરમાત્માને ભોજન કરવામાં કયો દોષ છે ?'-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મોહનીયકર્મથી અભિવ્યક્ત થનારું ચૈતન્ય જ “સંજ્ઞા'પદનો અર્થ છે. તેથી ખાવાની તૃષ્ણાને જ આહાર સંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી આહાર સંજ્ઞા ભાવસાધુને પણ હોતી નથી, તો પછી તેના (આહારસંજ્ઞાના) અભાવથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓને વાપરવામાં ક્યો દોષ છે ? કારણ કે આહારસંજ્ઞા ન હોવાથી ભાવસાધુઓ વાપરે છે તો તેમને કોઈ દોષ નથી તેમ આહારસંજ્ઞાનો અભાવ હોવાથી શ્રી કેવલજ્ઞાનીઓને પણ કવલાહાર કરવામાં કોઈ દોષ નથી... આથી સમજી શકાશે કે આહાર ( ૧૪ ) Page #20 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય કે આહારવિશેષની પ્રત્યે આહારસંશા કારણ જ નથી. “આહારવિશેષની પ્રત્યે આહારસંશા કારણ છે. સાતમા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કવલાહાર પણ નથી અને આહાર સંજ્ઞા પણ નથી. તેથી વ્યભિચાર પણ આવતો નથી. એ મુજબ માનવાથી શ્રી કેવલી પરમાત્મામાં કવલાહારનો અભાવ સિદ્ધ થાય છે.”-આવી ખરાબ શંકા નહિ કરવી જોઈએ. કારણ કે એનો અર્થ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કવલાહાર આહારસંજ્ઞાના કારણે જ થાય છે-એ પ્રમાણે માનવામાં આવે તો, આહારસંજ્ઞા અતિચારમાં નિમિત્ત હોવાથી પૂ. સાધુભગવંતોને ક્યારે પણ નિરતિચાર આહારની પ્રાપ્તિ જ નહીં થાય. આહારસંશાના કારણે પૂ. સાધુમહાત્માઓને આહારમાં નિરંતર અતિચાર લાગ્યા જ કરશે... ઈત્યાદિ સમજી શકાશે. આથી સ્પષ્ટ છે કે ક્વલાહારવિશેષની પ્રત્યે આહાર સંજ્ઞાને કારણ માનવાનું ઉચિત નથી. ૩૦-૧ળી. - 0 0 ચોથા હેતુનું નિરાકરણ કરાય છેअनन्तञ्च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते, पूर्णं त्वस्ति महोदये ॥३०-११॥ “ભગવાન શ્રી કેવલપરમાત્માનું અનંતસુખ જ્ઞાનાદિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુણોથી સત છે. સુધાદિ તેનો બાધ કરતા નથી. પૂર્ણ સુખ તો મોક્ષમાં જ છે.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે કેવલી કવલાહાર કરે તો તેની પૂર્વે અવશ્ય સુધાદિની વેદનાનો ઉદ્ભવ થશે અને તેથી તેઓશ્રીના અનંતસુખનો બાધ થશે. એ અંગે જણાવવાનું કે શ્રીકેવલી પરમાત્માનું અનંતસુખ, અનંતજ્ઞાનમય થવાથી અનંતજ્ઞાનથી સખત છે. તેને અને જ્ઞાનને બંન્નેને છૂટાં પાડવાનું હવે શક્ય નથી. અજ્ઞાનાદિજન્ય જે દુઃખ હતું તેની નિવૃત્તિ થવાથી સુધા-પિપાસાદિ અનંતસુખનાં બાધક બનતાં નથી.. “સુધાદિ કર્મજન્ય હોવાથી અનંતજ્ઞાનસપુત સુખનો બાધ કરે છે એમ માનવામાં આવે તો કેવલપરમાત્મા વાપરે કે ન પણ વાપરે, તોય કોઈ ફરક પડે એમ નથી. કારણ કે કર્મમાત્ર પરિણામે દુ:ખનું જ કારણ હોવાથી પંચેન્દ્રિય જાતિ, મનુષ્યનું આયુષ્ય, ઉચ્ચગોત્ર અને શાતાવેદનીય વગેરે કર્મના ઉદયથી અનંતસુખત્વનો વિરોધ તો થઈ જ જશે. તેથી ઉપર જણાવ્યા મુજબ શ્રીવલીપરમાત્માનું અનંતસુખ અનંતજ્ઞાનસંગત હોવાથી કર્મજન્ય સુધાદિભાવો તેના બાધક થતા નથી. પોતાના અભાવમાં નિયત હોનારા સુખના જ, સુધાદિ દોષો બાધક બને છે. પરિપૂર્ણ સુખ તો મોક્ષમાં છે. કારણ કે સકળ કર્મનો ક્ષય, પરિપૂર્ણ સુખનું કારણ છે; જે મોક્ષમાં જ ઉપપન્ન છે... એ Page #22 -------------------------------------------------------------------------- ________________ સમજી શકાય છે. ૩૦-૧૧ાા. _ _ _ પોતાની વાતના સમર્થન માટે ઉપન્યસ્ત પાંચમા હેતુનું નિરાકરણ કરાય છેदग्धरज्जुसमत्वं च, वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति, सिद्धान्तार्थव्यवस्थितिम् ॥३०-१२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે-એમ કહેનારા, સિદ્ધાંતની વ્યવસ્થાને જાણતા નથી. એનો આશય પણ સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી તે સુધાદિ વેદનાને કરવા સમર્થ નથી કે જેને દૂર કરવા તેઓશ્રીને કલાહાર કરવો પડે-આ રીતે વેદનીયર્મની દગ્ધરજુસમાનતાને જણાવનારા, સિદ્ધાંતમાં નિરૂપણ કરાયેલા અર્થની વ્યવસ્થાને જાણ્યા વિના બોલે છે. ૩૦-૧૨ દિગંબરો સિદ્ધાંતાર્થની વ્યવસ્થા જાણતા નથી-એ સ્પષ્ટ કરાય છેपुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । स्थितिशेषाद्यपेक्षं वा, तद्वचो व्यवतिष्ठते ॥३०-१३॥ “પુણ્યપ્રકૃતિનો તીવ્ર વિપાક હોવાથી અને અશાતા 当当当当当当当当世到 些些些些些些些些际嘴 Page #23 -------------------------------------------------------------------------- ________________ વેદનીયાદિ કર્મનો સર્વથા ક્ષય થયેલો ન હોવાથી (દિગંબરોનું દગ્ધરજજુજેવું વેદનીયકર્મને જણાવવાનું અયુકત છે.) અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાએ દિગંબરોનું એ વચન સબુત છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને તીર્થંકરનામકર્મ તેમ જ શાતાવેદનીયકર્મ વગેરે પુષ્યપ્રકૃતિઓનો તીવ્રવિપાકોદય હોવાથી તેના કારણે ઉત્પન્ન થયેલી શાતા પ્રબળ હોય છે. તેથી શાતાની પ્રબળતામાં વેદનીયકર્મસામાન્યને દગ્ધરજુસમાન માનવાનું ઉચિત નથી. તેમ જ અશાતા વેદનીયકર્મ પણ સર્વથા ક્ષય પામેલું ન હોવાથી તે પણ દગ્ધરજુસમાન છે-એમ કહી શકાય એવું નથી. “અશાતાવેદનીય વગેરે પાપપ્રકૃતિઓનો રસઘાત થયેલો હોવાથી તે નીરસ બને છે જેથી તે પોતાનો વિપાક દર્શાવવા અસમર્થ હોવાથી તેને બળી ગયેલી દોરડી જેવી મનાય છે અને તેથી પુણ્યપ્રકૃતિઓ દગ્ધરજુસમાન ન હોય તો પણ અશાતા વેદનીયાદિ સ્વરૂપ પાપપ્રકૃતિઓ દગ્ધરજુસમાન છે.”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે રસઘાત થવાના કારણે જો પાપપ્રકૃતિઓ નીરસ મનાતી હોય તો સ્થિતિઘાત થવાના કારણે તે પ્રકૃતિઓની સ્થિતિ જ નહીં રહે. રસઘાત થાય અને સ્થિતિઘાત ન થાય-એ શક્ય નથી. અશાતાનો ઉદય કેવલપરમાત્માને Page #24 -------------------------------------------------------------------------- ________________ હોવાથી પાપપ્રકૃતિઓની સત્તા માન્યા વિના ચાલે એવું નથી. રસઘાત થવાથી પાપપ્રકૃતિઓ જેમ નીરસ થવાથી અત્યંત અલ્પરસવાળી બને છે, તેમ સ્થિતિઘાત થવાથી તે પ્રકૃતિઓ સર્વથા ક્ષય પામતી નથી પરંતુ તદ્દન અલ્પસ્થિતિવાળી બને છે. તેથી તેના નિ:સ્થિતિકત્વનો પ્રસઙ્ગ યદ્યપિ આવતો નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, જે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે રસથાતાદિની વાત છે તે, તે ગુણસ્થાનકે બંધાતી પુરુષવેદ, સંજ્વલનના ચાર કષાય... ઈત્યાદિ અશુભ પ્રકૃતિઓને આશ્રયીને છે. કેવલી પરમાત્માને અશાતાનો બંધ જ ન હોવાથી અશાતાવેદનીય કર્મને દધ્રજ્જુસમાન માનવાની વાત જ રહેતી નથી... આ બધું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ તેના અધ્યયનથી એ સમજી લેવું. ચપિ શ્રી કેલિપરમાત્માનાં અશાતાવેદનીયાદિ અઘાતી કર્મોના રસાદિનો ઘાત અપૂર્વકરણાદિમાં થયો ન હોય તો, શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે “દગ્દરજ્જુસમાન ભવોપગ્રાહિ એવાં કર્મો અલ્પ હોવા છતાં કેવલજ્ઞાની ભગવંતો મુક્તિને પ્રાપ્ત કરતા નથી.'' એનો વિરોધ આવે છે; પરંતુ તે, ભવોપગ્રાહિ કર્મોની સ્થિતિને (બાકી રહેલી સ્થિતિને) આશ્રયીને જણાવ્યું છે. પરંતુ રસઘાતાદિની અપેક્ષાએ એ જણાવ્યું નથી. *********૯*****$$$ Page #25 -------------------------------------------------------------------------- ________________ અન્યથા ભવોપગ્રાહિકોંને રસથાતાદિની અપેક્ષાએ દુગ્ધરજ્જુસમાન જણાવવામાં આવે તો સૂત્રકૃત્ (સૂયગડાંગ) સૂત્રની વૃત્તિનો વિરોધ આવશે. કારણ કે ત્યાં ફરમાવ્યું છે કે-‘‘વેદનીયકર્મને જે દુગ્ધરજ્જુસમાન વર્ણવાય છે તે બરાબર નથી. કારણ કે આગમમાં શ્રી દેવલી પરમાત્માને અત્યંત શાતાનો ઉદય જણાવ્યો છે. યુક્તિથી પણ એ સસ્કૃત છે. ઘાતિકર્મના ક્ષયથી તેઓશ્રીને જ્ઞાનાદિ-ગુણો પ્રાપ્ત થાય છે. ત્યારે વેદનીયકર્મનો ઉદય હોવાથી ક્ષુધાપિપાસા કેમ ન થાય ? જ્ઞાનને અને વેદનીય-જન્ય સુધા વગેરેને તડકો અને છાયા અથવા ભાવ અને અભાવની જેમ વિરોધ નથી. શાતા અને અશાતા અંતર્મુહૂર્તમાં પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી શ્રી કેવલીપરમાત્માને જેમ શાતાનો ઉદય છે તેમ અશાતાનો પણ ઉદય હોય છે. તેથી અનંતવીર્ય હોવા છતાં કેવલીભગવંતને ક્ષુધાવેદનીયકર્મના ઉદયથી પીડા થાય છે જ. આવશ્યકસૂત્રની નિયુક્તિમાં ‘અશાતાદિકર્મની પ્રકૃતિઓ દુ:ખદાયિની નથી.’-આ પ્રમાણે જે વર્ણવ્યું છે, તેનો આશય એ છે કે-શ્રી કેવલજ્ઞાની પરમાત્માને ઘાતિકર્મથી (ઘાતિકર્મના ઉદયથી) ઉત્પન્ન થનારાં ઘણાં દુ:ખોનો વિલય થયો હોવાથી બીજા અલ્પ દુ:ખની વિવક્ષા કરી નથી. અન્યથા શ્રી કેવલીભગવંતના અઘાતી અશાતાવેદનીયકર્મ વગેરે દુગ્ધરજ્જુસમાન છે, તેથી પોતાના વિપાકને દર્શાવવા તે સમર્થ નથી...' ઈત્યાદિ માનવામાં 100000000 કા २० 温温暖 Page #26 -------------------------------------------------------------------------- ________________ આવે તો, તે કર્મોને ભવમાં રોકી રાખનારા (ભવોપગ્રાહી) કઈ રીતે કહેવાય ? આ વસ્તુ બુદ્ધિમાનોએ વિચારવી જોઈએ. ।।૩૦-૧૩|| હવે છઠ્ઠા હેતુનું નિરાકરણ કરાય છેइन्द्रियोद्भवताध्रौव्यं, बाह्ययोः सुखदुःखयोः । चित्रं पुनः श्रुतं हेतु:, कर्माध्यात्मिकयोस्तयोः || ३०-१४॥ “બાહ્ય સુખ અને દુ:ખમાં અવશ્ય ઈન્દ્રિયોદ્ભવતા (ઈન્દ્રિયાધીનતા) છે. પરંતુ આધ્યાત્મિક સુખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન કર્મ કારણ છે-એમ આગમમાં જણાવ્યું છે’આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા અતીન્દ્રિય હોવાથી તેઓશ્રી વલાહાર કરે તો તેઓશ્રીને ઈન્દ્રિયજન્ય સુખ-દુ:ખ માનવાનો પ્રસઙ્ગ આવશે-આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. તે અન્ને અહીં જણાવ્યું છે કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી સાપેક્ષ એવાં સુખ અને દુ:ખની પ્રત્યે ઈન્દ્રિયો અવશ્ય કારણ બને છે. અર્થાર્ એ સુખ-દુ:ખ અવશ્ય ઈન્દ્રિયથી જન્ય છે. પરંતુ એવાં બાહ્ય સુખ-દુ:ખથી ભિન્ન આધ્યાત્મિક સુખદુ:ખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન પ્રકારનું કર્મ કારણ છે-એમ શાસ્ત્રમાં સંભળાય છે. (પ્રસિદ્ધ છે.) જેમ કે ક્યારેક બાહ્ય ચક્ષુ વગેરે ઈન્દ્રિયોનો ઉપયોગ ૨૧ E 保温暖 必厉送原必振 Page #27 -------------------------------------------------------------------------- ________________ ન હોય તો પણ માત્ર મનના ઉપયોગથી સદ્-અસહ્ની વિચારણાથી જ સુખ-દુઃખની અનુક્રમે ઉત્પત્તિ થતી હોય છે અને કોઈવાર તો એવી સદસની વિચારણા ન હોય તો ય આધ્યાત્મિક દોષો(રાગાદિ)ના ઉપશમથી આધ્યાત્મિક સુખની ઉત્પત્તિ અને આધ્યાત્મિક દોષોની ઉક્રિક્ત (પ્રબળ) અવસ્થાથી આધ્યાત્મિક દુ:ખની ઉત્પત્તિ થતી હોય છે. ભગવાન શ્રી કેવલી પરમાત્મામાં પણ, બંન્નેય પ્રકારનાં વેદનીયકર્મોનો ઉદય અવશ્ય હોવાથી સુખ અને દુઃખનો સંભવ છે જ. “આ રીતે શ્રી કેવલી પરમાત્માને બાહ્ય સુખ-દુ:ખ માનવાથી તેઓશ્રીને ઈન્દ્રિયજન્યજ્ઞાન માનવાનો પ્રસડ આવે છે તેથી તેઓશ્રીને બાહ્ય સુખ-દુ:ખ માનવાં જોઈએ નહિ”આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે વાસ્તવિક રીતે બાહ્ય સુખ અને દુઃખની પ્રત્યે ક્રમશઃ ઈદ અને અનિષ્ટ એવા અર્થની સાથે શરીરનો સંપર્કમાત્ર પ્રયોજક છે. પરંતુ બહિરિન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રયોજક નથી. તેથી જ ભગવાન કેવલી પરમાત્માને તૃણસ્પર્શાદિ પરીષહ હોય છેએ પ્રમાણે શ્વેતાંબરાદિની માન્યતા પણ સત થાય છે. અન્યથા ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન હોય તો જ બાહ્ય દુઃખ હોય છે-એમ માનવામાં આવે તો, કેવલજ્ઞાનીને સુધાદિ અગિયાર પરીષહો હોય છે. એ કથનનો વિરોધ પ્રાપ્ત થશે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ શ્લોકના 壁当当当当当当当当 FaiFilmFFFFFFFF7 Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવરણમાં અન્યત્ર બીજી રીતે વર્ણન કરાયું છે. જિજ્ઞાસુઓએ એ વિષયમાં ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. ૩૦-૧૪ સાતમા હેતુનું નિરાકરણ કરાય છેआहारादिप्रवृत्तिश्च, मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्यापि, भवितव्यं तदा तथा ॥३०-१५॥ “આહારાદિની પ્રવૃત્તિ જો મોહજન્ય માનવાનું ઈટ હોય તો દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય માનવી પડશે.'-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દિગંબરોના જણાવ્યા મુજબ પરપ્રવૃત્તિમાત્ર મોહજન્ય છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યવિષયક(સંબંધી) હોવાથી તેમાં મોહજન્યત્વ માનવાનો પ્રસહ આવે. તેથી તે પ્રસનાં નિવારણ માટે કેવલીભગવંતો ક્વલાહાર કરતા નથી-એમ દિગંબરો માને છે. પરંતુ તે બરાબર નથી. બુદ્ધિપૂર્વકની બધી જ પ્રવૃત્તિઓ(પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિઓ)ને મોહજન્ય માનવામાં આવે તો દેશનાદિની પ્રવૃત્તિને પણ મોહજન્ય માનવાનો પ્રસવું આવશે. (શ્રી તીર્થંકરનામકર્માદિના ઉદયને કારણે દેશનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી તે જો મોહજન્ય નથી, તો અશાતાદિકર્મના FilmFFFF Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી થતી આહારાદિગ્રહણની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી... ઈત્યાદિ સમજી શકાય છે.) ૩૦-૧૫|| “શ્રી કેવલીપરમાત્માને ઈચ્છાનો અભાવ હોવાથી વસ્તુતઃ દેશનાની પ્રવૃત્તિ તેઓશ્રીને છે જ નહિ. સ્વભાવથી જ તેઓશ્રીને તે તે ચોક્કસ સ્થાને અને ચોક્કસ કાળે દેશના હોય છે. ભોજનની જેમ જ જો તેઓશ્રી દેશનાદિની પ્રવૃત્તિ કરતા હોય તો તેને મોહજન્ય માનવાનું ઈષ્ટ જ છે''-આ પ્રમાણેની દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે यत्नं विना निसर्गाच्चेद्, देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद् दृष्टबाधा समोभयोः ||३०-१६।। “પ્રયત્ન વિના સ્વભાવથી જે, શ્રી કેવલી પરમાત્માની દેશનાદિની પ્રવૃત્તિ છે એમ માનવાનું ઈષ્ટ હોય તો તેઓશ્રીની આહારાદિની પ્રવૃત્તિ પણ તે જ રીતે સ્વભાવથી થાય છે એમ માનવામાં પણ કોઈ દોષ નથી. યદ્યપિ આહારાદિની પ્રવૃત્તિ સ્વભાવથી નથી : એ પ્રત્યક્ષ દેખાય છે. અર્થાદ્ શ્રી કેવલીપરમાત્માની આહારાદિની પ્રવૃત્તિને સ્વાભાવિક માનવામાં પ્રત્યક્ષનો બાધ છે. પરંતુ એવો બાધ તો દેશનાદિને સ્વાભાવિક માનવામાં પણ છે.'' આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. . એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ૨૪ R 000 E Page #30 -------------------------------------------------------------------------- ________________ અહીં તાળવું, હોઠ અને જીભ વગેરેની ક્રિયાવિશેષને ઉત્પન્ન કરનાર પ્રયત્નવિશેષસ્વરૂપ “યત્ન’ની વિવેક્ષા છે. તેવા પ્રકારના યત્ન વિના જ ભગવાન કેવલપરમાત્માની દેશના નિસર્ગ-સ્વભાવથી જ પ્રવર્તે છે-એમ માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રીની આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિને પણ નિસર્ગથી જ માનવામાં કોઈ દોષ નથી. પ્રત્યક્ષમાં તો આહારાદિની પ્રવૃત્તિ પ્રયત્નજન્ય દેખાય છે, તેથી યદ્યપિ પ્રત્યક્ષનો બાધ દોષ છે. પરંતુ એ તો સ્વાભાવિક દેશનાને માનવામાં પણ તુલ્ય જ છે. કારણ કે ભોજનની જેમ દેશનાદિ પણ પ્રયત્ન વિના ક્યાંય જોવા મળતા નથી. યદ્યપિ ચેષ્ટા સામાન્યની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી; જે ચેષ્ટાની પૂર્વે(અવ્યવહિત પૂર્વે) પ્રયત્ન વૃત્તિ છે, તે ચેષ્ટાની પ્રત્યે જ પ્રયત્નને કારણ માનવામાં આવે છે. તેથી શ્રી કેવલીભગવંતની પ્રવૃત્તિમાત્રની પ્રત્યે પ્રયત્નને કારણે માનતા નથી. ભોજનની પ્રવૃત્તિમાત્રમાં પ્રયત્નજન્યત્વ મનાય છે અને દેશનાદિમાં તેમ મનાતું નથી-આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ પ્રમાણે તો દેશનાદિ માટે પણ કહી શકાય છે. તેથી ઉભયસ્થાને સામ્ય છે. ઉપર જણાવ્યા મુજબ બન્નેમાં સામ્ય નથી પરંતુ વિષમતા છે-એ જણાવવા દિગંબરો ન...ઈત્યાદિ ગ્રંથથી શડ્ડા કરે છે. એનો આશય એ છે કે પ્રયત્ન વિના કોઈ પણ OFFFFFFFFF #Fારા Page #31 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટા થતી નથી. શ્રી કેવલીપરમાત્મા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે તો પણ તેઓશ્રીથી ધ્વનિમય દેશના સ્વાભાવિક જ પ્રગટે છે. નિયત દેશ-કાળમાં પ્રગટ થતી એ દેશનાની પ્રત્યે પ્રયત્ન કારણ નથી. અક્ષરમય દેશનાની પ્રત્યે જ તે કારણ બને છે અને એ પ્રયત્નની પૂર્વે ઈચ્છાનું અસ્તિત્વ હોય છે, જે વીતરાગતાની બાધક છે. તેથી શ્રી કેવલપરમાત્માની દેશના સ્વભાવથી ધ્વનિમય હોય છે. પરંતુ કેવલપરમાત્મા ક્વલાહાર ગ્રહણ કરે તો તે અવશ્ય પ્રયત્નજન્ય હોવાથી તેની પૂર્વે ઈચ્છાને પણ માનવી પડશે, જે વીતરાગતાની બાધક બનશે. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ વાતના સંદર્ભમાં શ્રી સમતભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે-“પોતાના સ્વાર્થ વિના અને રાગ વિના સપુરુષોના હિતનો ઉપદેશ શ્રી તીર્થંકર પરમાત્મા કરે છે. શું મૃદ, તેના વાદકના હાથના સ્પર્શથી વાગતું હોય ત્યારે પોતાના માટે ફળની અપેક્ષા રાખે છે ? અર્થાત નથી રાખતું. તેમ પરમાત્માની દેશના પણ નિ:સ્વાર્થ (ઈચ્છા વિનાની) હોય છે. હવે પૈવં... ઈત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી શટ્ટાનું સમાધાન કરાય છે. એનું તાત્પર્ય એ છે કે શબ્દથી શબ્દાંતરનું પરિણમન થાય : એ કલ્પના સખત છે. કારણ કે અર્ધમાગધી ભાષામાં બોલાયેલા એ શબ્દો, શ્રોતાઓની પોતપોતાની ભાષામાં શ્રી તીર્થંકર પરમાત્માના અતિશય 当当当当当当当烂烂到 રF7FFIFFFFFF Page #32 -------------------------------------------------------------------------- ________________ વિશેષથી પરિણમે છે. ત્યાં શબ્દોનું સાજાત્ય હોય છે તેથી તે સંભવે છે. પરંતુ ધ્વનિમય દેશના અતિશયથી પણ શબ્દાંતરમાં પરિણમે : એનો સંભવ નથી. તેથી તેવી કલ્પના યોગ્ય નથી. ક્ષણવાર માની લઈએ કે પરમાત્માના અચિંત્ય અતિશયના સામર્થ્યથી પરમાત્માની ધ્વનિમય દેશના શ્રોતાઓની પોતપોતાની ભાષામાં પરિણમે તોપણ તે ધ્વનિરૂપ દેશના વચનયોગની અપેક્ષા રાખતી હોવાથી તાદશ શબ્દમાત્રમાં(અક્ષર-અક્ષર શબ્દમાં) વક્તા પુરુષના પ્રયત્નનું અનુસરણ ચોક્કસ(આવશ્યક) છે. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક દેશના પ્રયત્નથી જન્ય છે. અન્યથા તેને પ્રયત્નજન્ય ન માને, તો વેદને અપૌરુષેય (કોઈના પણ પ્રયત્ન વિના થયેલા) માનનારા મીમાંસકોને જીતવાનું દિગંબર માટે શક્ય નહીં બને. મિત્રભાવે અમે(દિગંબર) પૂછીએ છીએ કે “બુદ્ધિપૂર્વની પ્રવૃત્તિની પ્રત્યે ઈચ્છા કારણ છે. કેવલજ્ઞાનીને ઈચ્છા હોતી નથી. તો ઈચ્છાના અભાવમાં દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ કઈ રીતે તેઓશ્રીને હોઈ શકે ?' મિત્રભાવે જ કહીએ છીએ કે-અહીં બુદ્ધિ તરીકે ઈષ્ટસાધનતાવિષયક (આ મારા ઈષ્ટનું સાધન છે.) બુદ્ધિ જ ગૃહીત છે. કારણ કે એનાથી અન્ય બુદ્ધિ અતિપ્રસક્ત Page #33 -------------------------------------------------------------------------- ________________ વ્યભિચારિણી (અર્થા એ હોય તો પ્રવૃત્તિ થાય કે ન પણ થાય છે. પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વત્વ રહેલું છે. તેને ઈદસાધનતાના જ્ઞાનમાં રહેલી જનતા નિરૂપિત જન્યતાનું અવચ્છેદક માનીએ અર્થા બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે તાદશ ઈષ્ટસાધનાવિષયક બુદ્ધિને કારણે માનીએ તો પણ; જીવનયોનિભૂત શ્વાસોચ્છવાસાદિની અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ, જેમ ભવોપગ્રાહી કર્મ(આયુષ્યકર્મ-નામકર્માદિ)ના કારણે થાય છે તેમ કેવલી પરમાત્માની દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ પણ ભવોપગ્રાહિકર્મના કારણે સુરત છે. એ પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. બાકી તો પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે મન, વચન, કાયાના યોગો જ કારણ છે. ઈચ્છાપૂર્વકાદિ તે તે પ્રવૃત્તિ વિશેષ તો અવાંતર સામગ્રીથી થાય છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ ‘અધ્યાત્મમત પરીક્ષામાં ફરમાવ્યું છે કે-પરદ્રવ્યમાં થતી પ્રવૃત્તિ; મોહથી થતી નથી કે મોહને ઉત્પન્ન કરતી નથી. મન, વચન અને કાયાના યોગથી જ પ્રવૃત્તિ થાય છે. ફળની ઈચ્છા તો રાગ અને દ્વેષને લઈને થતી હોય છે. આથી અધિક વર્ણન શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા સ્યાદ્વાદ-કલ્પલતાદિમાં ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓ માટે તેનું અધ્યયન જ આવશ્યક છે. ૩૦-૧૬ાા ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ આઠમા હેતુનું નિરાકરણ કરવાનો આરંભ કરાય છેभुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया । साऽपि देशनयाऽसातवेद्यस्यैतां तवाऽऽक्षिपेत् ॥३०-१७॥ તમારા(દિગંબરો) વડે ભોજનના કારણે જે શાતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરાય છે, (અર્થાત્ અમારા મતમાં દોષ દર્શાવાય છે.) તે ઉદીરણા (તાદશ દોષ) તમારા મનમાં દેશનાથી અશાતા વેદનીયકર્મની ઉદીરણાને ખેંચી લાવશે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલપરમાત્મા જો વલાહાર કરે તો તેઓશ્રીને શાતાદનીયકર્મની ઉદીરણા કર્યાનો પ્રસ આવશે. તેના અનુસંધાનમાં આ શ્લોકથી જણાવ્યું છે કેભોજનની ક્રિયાથી શાતાની ઉત્પત્તિ થતી હોવાથી કવલાહારથી શાતાવેદનીયર્મની ઉદીરણાનો પ્રસવું આવે છે. આ પ્રમાણે શાતા વેદનીયકર્મની ઉદીરણાનું આપાદાન કરનારા દિગંબરોને, એવી રીતે જ અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસ આવે છે. કારણ કે ભગવાનની દેશનાથી પણ પરિશ્રમના કારણે દુઃખનો સંભવ હોવાથી અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો સંભવ છે જ. દેશના પ્રયત્ન વિના સ્વભાવથી જ થાય છે.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દેશના પ્રયત્નજન્ય છે-એ આ પૂર્વે જ | 当当当当当当当当坐到: Page #35 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૧૭ળી, ઉપર જણાવ્યા મુજબ શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ, અશાતાદનીયની ઉદીરણાના પ્રસંગના આપાદનથી દૂર કર્યો છે. તેથી વસ્તુતઃ તે દૂર થયો ન હોવાથી મિત્રભાવે તેના નિવારણ માટે જણાવાય છે उदीरणाख्यं करणं, प्रमादव्यङ्ग्यमत्र यत्,। तस्य तत्त्वमजानानः, खिद्यसे स्थूलया धिया ॥३०-१८॥ અહીં પ્રમાદથી જણાતું ઉદીરણા નામનું જે કરણ છે, તેનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે સ્કૂલબુદ્ધિથી વ્યર્થ ખેદ પામો છો.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્યંતર શક્તિવિશેષને કરણ કહેવાય છે. ઉદીરણા નામનું કરણ પ્રમાદથી અભિવ્યગ્ય(જાણવાયોગ્ય) છે. એ ઉદીરણાનું સ્વરૂપ જાણતા ન હોવાથી, માત્ર બાહ્ય ક્વલાહારાદિની થતી પ્રવૃત્તિને જોઈને સ્કૂલ બુદ્ધિથી તમે દિગંબરો નકામા ખેદ પામો છો. કારણ કે ઉદીરણાને ખેંચી લાવનાર પ્રમાદ છે, માત્ર બાહ્ય ક્રિયા નથી. માત્ર બાહ્ય ક્રિયાથી જ ઉદીરણા થતી હોય તો મનોયોગે અપ્રમત્ત ગુણસ્થાનકે યતિને પણ સુખની Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણાનો પ્રસ આવશે. “અપ્રમત્ત યતિનું સુખ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસણ નહિ આવે.”-એમ કહેવામાં આવે તો “કેવલી પરમાત્માનું સુખ પણ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ પણ નહીં આવે.”એમ માનવામાં કોઈ દોષ નથી. યદ્યપિ કેવલી પરમાત્માનું સુખ સ્વાનુભવનો વિષય છે. અપ્રમત્તયતિઓને પોતાનું જ્ઞાનાત્મક સુખ સ્વાનુભવનો વિષય બનતું નથી. કારણ કે તેઓશ્રી અસયોગમાં નિમગ્ન હોય છે. તેથી અપ્રમત્તયતિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવતો નથી-આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે અપ્રમત્તયતિઓને હું સુખી છું... ઈત્યાદિ અનુભવ અબાધિત છે... વગેરે અન્યત્ર અનુસંધેય છે. ૩૦-૧૮ | દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરવા ઉપન્યસ્ત નવમા હૈતુનું નિરાકરણ કરાય છે आहारकथया हन्त, प्रमादः प्रतिबंधतः । तदभावे च नो भुक्त्या , श्रूयते सुमुनेरपि ॥३०-१९॥ “આહારકથાથી પ્રમાદ થાય છે તે વાત બરાબર છે પરંતુ પ્રતિબંધને(રાગને) લઈને તે પ્રમાદ થાય છે. અન્યથા પ્રતિબંધના અભાવમાં વાપરવાથી સારા (ભાવ) સાધુને પણ પ્રમાદ થતો નથી. તો શ્રી કેવલી પરમાત્માને તે ક્યાંથી Page #37 -------------------------------------------------------------------------- ________________ થાય ?'’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આહારકથાના કારણે તેવા પ્રકારના ઈષ્ટ આહારને વાપરવાની ઈચ્છાના સંસ્કારની (ઈચ્છાજનક સંસ્કારની) વૃદ્ધિ થવાથી પ્રમાદ થાય છે. અન્યથા તાદશસંસ્કારના અભાવમાં પણ પ્રમાદ થતો નથી. આહારની કથા હોવા છતાં ફળમાં કેમ ફરક પડે છેએમ નહીં કહેવું જોઈએ. કારણ કે અથા કે વિથાનો વિપરિણામ(વિશિષ્ટ પરિણામ); આશયવિશેષથી વ્યવસ્થિત છે. અર્થાર્ એમાં વક્તા વગેરેનો આશય કારણ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધનો અભાવ હોય તો ઉત્તમ સાધુ મહાત્માને પણ પ્રમાદ થતો નથી-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. ‘“વલાહારાદિ સ્વરૂપ બાહ્યવ્યાપાર(ક્રિયા) માત્ર(સકળ બાહ્યવ્યાપારમાત્ર)નો અભાવ થાય ત્યારે જ અપ્રમત્તત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ઉત્તમ સાધુમહાત્માઓને સાતમા ગુણઠાણે આહારનો સંભવ નથી.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ; કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે જેઓએ આહારની શરૂઆત કરેલી હોય તેઓ; ઉદાસીનપણે વાપરતાં વાપરતાં અહ્લદશાને પ્રાપ્ત કરી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે, એમાં કોઈ વિરોધ નથી. ||૩૦-૧૯૬૫ 注 ૧ ૩૨ IKHE KH E Page #38 -------------------------------------------------------------------------- ________________ દશમા હેતુનું નિરૂપણ કરાય છે निद्रा नोत्पाद्यते भुक्त्या, दर्शनावरणं विना । ૩૫ાઘતે ન જ્જેન, ઇટો કૃત્પિન્ડમન્ના ||૩૦-૨૦ના “દર્શનાવરણીયકર્મના ઉદય વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. માટીના પિંડ વિના દંડથી ઘડાની ઉત્પત્તિ થતી નથી.' -આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે કેવલીપરમાત્મા કવલાહાર કરે તો તેઓશ્રીને નિદ્રાની ઉત્પત્તિનો પ્રસઙ્ગ આવશે. દિગંબરોની એ વાત યુક્ત નથી. કારણ કે નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મનો ઉદય છે. ભોજન તો તેમાં નિમિત્તમાત્ર છે. શ્રી કેવલીપરમાત્માનું દર્શનાવરણીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી તેઓશ્રી વાપરે તોપણ તેઓશ્રીને નિદ્રાનો સંભવ જ નથી. કારણ કે કારણ વિના કાર્યનો સંભવ નથી. સામગ્રીથી સિદ્ધ થતું કાર્ય, સામચંતઃપાતી કોઈ એક કારણથી સિદ્ધ ન થાય-એ સ્પષ્ટ છે, ने ઉપર જણાવેલા ઉદાહરણથી સમજી શકાય છે. 1130-2011 કેવલીભગવંતો કવલાહાર કરે તો તેઓશ્રીને રસનેન્દ્રિયથી જન્ય એવા રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની પ્રાપ્તિનો પ્રસઙ્ગ આવશે. દશમા હેતુના નિરૂપણ વખતે 000000 NEET Page #39 -------------------------------------------------------------------------- ________________ દર્શાવેલા એ દોષનું હવે નિરાકરણ કરાય છે. रासनं च मतिज्ञानमाहारेण भवेद् यदि । घ्राणीयं स्यात् तदा पुष्पप्राणतर्पणयोगतः ॥ ३० - २१॥ “આહાર કરવાના કારણે શ્રી કેવલીભગવંતોને રાસન-પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની ઉત્પત્તિ જો થતી હોય તો સમવસરણમાં પુષ્પના પરાગ અને ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થવાથી શ્રી કેવલીભગવંતને ઘ્રાણેન્દ્રિયજન્ય ઘ્રાણજ પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે.''આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આહારની પ્રવૃત્તિના કારણે જો કેવલજ્ઞાનીઓને મતિજ્ઞાનનો પ્રસઙ્ગ આવતો હોય તો તેઓશ્રી આહાર ન પણ કરે તોય સમવસરણમાં પુષ્પાદિના ગંધના સંપર્કથી ઘ્રાણજપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનનો પ્રસઙ્ગ તેઓશ્રીને અનિવાર્ય જ છે. એના નિવારણ માટે જે ઉપાય વિચારાય તે જ ઉપાયથી રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનના પ્રસૌંનું નિવારણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ઉદય ન હોવાથી વસ્તુત: શ્રી કેવલીપરમાત્માને મતિજ્ઞાનનો સંભવ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ।।૩૦-૨૧૫ ચોથા શ્લોકથી દશમા હેતુનું નિરૂપણ કરતી વખતે $$$$$$$$$ %$$$$G ૩૪ E Page #40 -------------------------------------------------------------------------- ________________ કવલાહારના કારણે કેવલીને પ્રતિક્રમણયોગ્ય ઈર્યાપથનો પ્રસંગે જણાવ્યો હતો, તેનું નિરાકરણ કરાય છે તેમ જ ધ્યાન અને તપની હાનિનો પ્રસંગ પણ જણાવ્યો હતો, તેનું પણ નિરાકરણ કરાય છેईर्यापथप्रसङ्गश्च, समोऽत्र गमनादिना । अक्षते ध्यान-तपसी, स्वकालासंभवे पुनः ॥३०-२२॥ ઈર્યાપથપ્રસફ, ગમનાદિની ક્ષિાના કારણે અહીં સમાન છે. તેમ જ ભોજનના કાળમાં નહિ થનારાં ધ્યાન અને તપ અક્ષત જ છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી કેવલી પરમાત્મા ભોજન(વલાહાર) કરે તો જેમ પ્રતિક્રમણને યોગ્ય ઈર્યાપથનો પ્રસવું આવે છે તેમ જવા વગેરેની તેમ જ આંખની પાંપણની હલન-ચલનાદિની ક્રિયાના કારણે પણ એ પ્રસડ તો આવવાનો જ છે. અર્થા શ્રી કેવલી પરમાત્મા ભોજન ન કરે તોપણ વિહારાદિ ક્રિયાઓના કારણે ઈર્યાપથનો પ્રસ આવવાનો જ છે. “તેઓશ્રીની વિહારાદિની પ્રવૃત્તિ કેવલ યોગનિમિત્તક છે. (કષાયાદિનિમિત્તક નથી.) તેથી વિહારાદિના કારણે ઈપથનો પ્રસ આવતો નથી.” આ પ્રમાણે જો કહેવામાં આવે તો શ્રી કેવલીભગવંતોનો કવલાહાર પણ કેવલ યોગનિમિત્તક છે-આ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ બન્ને રFRITIFFFFFFF SOFTIFIFTIKRIFFIFTIK Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્થાને ઈર્ષ્યાપથના વિષયમાં તુલ્યયોગક્ષેમ છે. ‘‘ભગવાન શ્રી કેવલીપરમાત્માની વિહારાદિની પ્રવૃત્તિ સ્વાભાવિક છે, તેથી તેઓશ્રીને ઈર્યાપથનો પ્રસઙ્ગ આવતો નથી.’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગમનાગમનાદિની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે એ કહી શકાય એવું નથી. દેખીતી રીતે એ બાધિત છે. પ્રત્યક્ષવિરોધિની એ કલ્પના અયુક્ત છે. પ્રમત્તોને જ ઈર્યાપથિકી વિરાધના કર્મબંધનું કારણ બને છે. કેવલીપરમાત્માને તો તે નિર્જરાનું કારણ બને છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરતાં ચોથા શ્લોકમાં અગિયારમા હેતુ તરીકે જણાવેલ ધ્યાન અને તપની ક્ષતિનું નિરાકરણ કરાય છે-અક્ષતે... ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે કેવલીપરમાત્માને ધ્યાન અને તપ સતત હોવાથી તેનો ભંગ ન થાય-એ માટે તેઓને કવલાહાર હોતો નથી. દિગંબરોનું એ થન અયુક્ત છે. કારણ કે શ્રી કેવલીભગવંતોને યોગનિરોધ અવસ્થામાં અને મોક્ષગમનના અવસરે ધ્યાન અને તપ હોય છે. તે વખતે તેઓશ્રી આહાર કરતા નથી. આહાર કરવાના કાળમાં ધ્યાન અને તપ તેઓશ્રીને હોતાં નથી. આથી સમજી શકાશે કે શ્રી કેવલજ્ઞાનીને ધ્યાન અને તપ નિત્ય હોતાં નથી. પરંતુ અંતિમ સમયે જ હોય છે. આમ છતાં ગમનાગમનાદિક્રિયાકાળમાં સ્વભાવમાં સમવસ્થિતિ સ્વરૂપ જ નિત્ય ૩૬ EVE *********@00000000 Page #42 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કે તપ હોય છે એમ માનવામાં આવે તો તે આહારકાળમાં પણ નિરાબાધ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. .૩૦-૨૨ા. * બારમા હેતુનું નિરાકરણ કરાય છેपरमौदारिकं चाङ्गं, भिन्नं चेत्तत्र का प्रमा । औदारिकादभिन्नं चेद्, विना भुक्तिं न तिष्ठति ॥३०-२३॥ “ઔદારિક શરીર કરતાં પરમ ઔદારિક શરીર ભિન્ન(જુદું) છે, તેમાં શું પ્રમાણ છે ? જો પરમ ઔદારિક શરીર ઔદારિક શરીરથી અભિન્ન છે, તો તે ભોજન વિના નહિ ટકે.” આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “શ્રી વીતરાગપરમાત્માનું શરીર પરમ ઔદારિક હોવાથી તેઓશ્રીને સુધા વગેરેનો સંભવ ન હોવાના કારણે શ્રી કેવલજ્ઞાનીને ભોજનનો અભાવ છે. આ પ્રમાણે દિગંબરોએ જણાવ્યું હતું. એ વિષયમાં જણાવવાનું કે પરમ ઔદારિક શરીર, પ્રસિદ્ધ ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે : આ બે વિકલ્પ છે. બંન્ને વિકલ્પમાં દોષ છે. કારણ કે પરમ ઔદારિક શરીર, લૂમ ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે-એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી અને બીજા વિકલ્પ મુજબ પરમ ઔદારિક શરીરને કલુમ શરીરથી ભિન્ન ન માનતાં અભિન્ન માની લેવામાં આવે તો તે કેવલ 到些烂烂烂9 当当当当当当当受到 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ રૂપાદિથી યુક્ત એવું શરીર ચિરકાળ સુધી ભોજન વિના ટકી શકશે નહિ. કારણ કે લાંબા કાળ સુધીની ઔદારિક શરીરની સ્થિતિ ભુક્તિપ્રયોજ્ય છે. અર્થાત્ જ્યાં ભુક્તિ(ભોજન)પ્રયોજ્યત્વનો અભાવ છે, ત્યાં લાંબા કાળ સુધી શરીરની સ્થિતિ હોતી નથી. એવી દીર્થ સ્થિતિ માટે ભોજન માન્યા વિના ચાલે એવું નથી. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર ન કરે તો દેશોના પૂર્વ કરોડ વર્ષ સુધી તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર ટકે કઈ રીતે ? ભોજન, શરીરની ચિરકાળ સ્થિતિની પ્રત્યે પુગલવિશેષનો ઉપચય કરવા દ્વારા ઉપયોગી બને છે. “વનસ્પતિકાય જીવોનાં ઔદારિક શરીરો હજારો વર્ષો સુધી કવલાહાર વિના કઈ રીતે ટકે છે ?'-આવી શઠ્ઠા નહિ કરવી જોઈએ. કારણ કે તે જીવોના શરીરની લાંબા કાળ સુધીની સ્થિતિ પણ પાણી વગેરેના ગ્રહણથી જ ઉપપન્ન છે. અન્યથા તો તે શરીરો પણ નાશ પામે છે. આથી ચોક્કસ છે કે શરીરની વિશેષ સ્થિતિમાં (ચિરકાળભાવિ સ્થિતિની પ્રત્યે) કવલાહારથી પ્રાપ્ત થયેલાં વિચિત્ર પુલોનું ઉપાદાન, કારણ છે. તેથી કવલાહારને ર્યા વિના કોઈ પણ રીતે શ્રી કેવલીપરમાત્માને પોતાના પરમ ઔદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળ માટે ઘટી શકે એમ નથી. “આ રીતે દારિક શરીરની દીર્ઘકાલીન સ્થિતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે કવલાહાર(ભોજન) કારણ છે-એ સમજી શકાય છે. પરંતુ તે દારિક શરીર, કેવલજ્ઞાનાકાલીન પરમૌદારિક શરીરથી ભિન્ન એવા શરીર સ્વરૂપ સમજવું જોઈએ. કેવલજ્ઞાનકાલીન પરમઔદારિક શરીર તો આહાર વિના જ લાંબા કાળ સુધી ટકી શકે છે.”-આ પ્રમાણેનું સ્થાન તદ્દન અયુક્ત છે. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શરીર અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછીનું શરીર ભિન્ન છે-એમ માનવામાં કોઈ પ્રમાણ નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિના કારણે જે કોઈ ફરક પડે છે તે આત્મામાં ફરક પડે છે. શરીરમાં તો કોઈ જ ફરક પડતો નથી. તેથી ઔદારિકશરીરસામાન્યની દીર્ઘકાલીન સ્થિતિ, કવલાહાર-પ્રયોજ્ય છે : એ સિદ્ધ થાય છે. “કેવલજ્ઞાનાકાલીન જે શરીર છે, તે પરમૌદારિક શરીરથી ભિન્ન છે. તાદશભિન્નત્વ(કેવલજ્ઞાનાકાલીનત્વ સ્વરૂપ પરમૌદારિક શરીરભિન્નત્વ) વિશિષ્ટ શરીરની દીર્ઘ સ્થિતિની પ્રત્યે કવલાહાર પ્રયોજક છે.'-આ રીતે તાદશભિન્નત્વ વિશેષણનું ઉપાદાન કરીને કવલાહારનું પ્રયોજ્યત્વ વિશિષ્ટ શરીરમાં માનવાનું પ્રામાણિક નથી. એમાં માત્ર પોતાની માન્યતાનો કદાગ્રહ છે. ૩૦-૨૩ પોતાના શરીરની દીર્ઘસ્થિતિને ટકાવવા માટે શ્રી કેવલીપરમાત્માએ વલાહાર કરવો જોઈએ : એનું સમર્થન 当当当当当当当当 Page #45 -------------------------------------------------------------------------- ________________ કરાય છેभुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ॥३०-२४॥ “શરીરને લાંબા કાળ સુધી ટકાવનારું કર્મ ભોજનાદિના કર્મની સાથે સંબદ્ધ છે. તેનો અભાવ કેવલી પરમાત્મામાં સ્વીકારવામાં આવે તો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ વસ્તુની બાધા થાય છે, જે દિગંબરોના પક્ષને ભક્ષી જનારી રાક્ષસી છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે ભોજન પાન... આદિ જેનાં ફળ છે એવા તે હેતુભૂત વિપાક-ઉદયવાળા કર્મની સાથે, શરીરને લાંબા કાળ સુધી ટકાવી રાખનારું કર્મ સંબદ્ધ(સંકળાયેલું) છે : એ પ્રત્યક્ષ દેખાય છે. શ્રી કેવલીપરમાત્મામાં ભોજનાદિની ષિાના હેતુભૂત કર્મથી સંબદ્ધ શરીરસંસ્થાપક કર્મનો અભાવ માનવામાં આવે તો કેવલપરમાત્માના પરમૌદારિક શરીરની સ્થિતિ ટકી શકશે નહીં. તેથી ઉત્કૃષ્ટ રીતે દેશોન (નવ વર્ષ ઓછા) એવાં પૂર્વ (૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) કરોડ વર્ષ સુધી ટકી રહેનારી પ્રત્યક્ષસિદ્ધ(દષ્ટ) સ્થિતિની બાધા થાય છે, જે તમારા(દિગંબરના) પક્ષનું ભક્ષણ કરવા માટે રાક્ષસીસમાન છે. તેથી તેના ભયથી પણ તમારે (દિગંબરોએ) “શ્રી કેવલજ્ઞાનીઓનું પરમઔદારિક શરીર 些些些些些些些些對vo 当当当当当当当当爱 Page #46 -------------------------------------------------------------------------- ________________ કરોડો વર્ષો સુધી કવલાહાર વિના ટકી શકે છે.’-એવી કલ્પના કરવાનું હિતાવહ નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ||૩૦-૨૪॥ “પરમ ઔદારિક શરીરવાળા શ્રી કેવલીપરમાત્માને ભોજનપ્રયોજક કર્મ અલ્પ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીનું તે શરીર ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી ટકી શકે છે. શરીરસ્થાપક કર્મ ભોજનાદિપ્રયોજક-કર્મનિયત હોવા છતાં ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી આ રીતે પરમ ઔદારિક શરીર ટકી શકે છે...' દિગંબરોની આ માન્યતાનું નિરાકરણ કરાય છે प्रतिकूलाऽनिवर्त्यत्वात्, तत्तनुत्वं च नोचितम् । ટોષજ્ઞન્મ તનુત્વ હૈં, નિર્દોષે નોપપદ્યતે ॥૩૦-૨ા ‘‘ભોજનાદિપ્રયોજક કર્મોનું તનુત્વ(અલ્પત્વ) ભગવાન શ્રી કેવલીપરમાત્માને હોય છે-એમ માનવાનું ઉચિત નથી. કારણ કે તે, પ્રતિકૂળ પરિણામથી દૂર કરાયેલ નથી. તેમ જ નિર્દોષ એવા કેવલીમાં દોષથી ઉત્પન્ન થયેલ (રાગાદિ) અને તનુત્વ પણ સદ્ગત નથી.''-આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે‘ભોજનાદિપ્રયોજક કર્મ, શ્રી કેવલીપરમાત્માને અલ્પ હોય 00000000 ૪૧ -- ****** Page #47 -------------------------------------------------------------------------- ________________ છે.'-એમ માનવાનું ઉચિત નથી. કારણ કે ભુલ્યાદિના સંપાદક અદષ્ટની તનતા (અલ્પતા), વિરોધી પરિણામથી નિવર્ય નથી. વીતરાગત્વ કે વીતશ્લેષત્વાદિની ભાવના વડે જેમ રાગાદિની અલ્પતા વગેરે થાય છે, તેમ આત્માના અણાહારી સ્વભાવાદિની ભાવના વડે ભોજનાદિસંપાદક કર્મની અલ્પતા થતી નથી. આત્માનો સ્વભાવ અણાહારી છે, ખાવું એ સ્વભાવ નથી, પણ વિભાવ છે... ઈત્યાદિ રૂપે ભોજન ન કરવાની ભાવનાની તરતમતાથી સુધાની તરતમતા જોવા મળે છે. તેથી ભોજનસંપાદક કર્મ, તાદશ વિરોધી અભોજનપરિણામથી અલ્પ થાય છે-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તાદશ અભોજનાદિસંબંધી પરિણામથી ભોજનસંબંધી રાગ નાશ પામે છે. ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અશરીરીપણાની ભાવનાથી જેમ શરીર ઉપરનો રાગ નાશ પામે છે, તેમ ભોજનાદિના અભાવની ભાવનાથી પણ ભોજનાદિનો રાગ નાશ પામે છે. પરંતુ ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અન્યથા અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી ભોજનાદિની નિવૃત્તિ થતી હોય તો અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીરની નિવૃત્તિનો પણ પ્રસફ આવશે, જે આયુષ્માન દિગંબરને મોટા સંકટરૂપ છે. ભોજનાદિસંપાદક અદષ્ટની તનતા થાય છે : એ Page #48 -------------------------------------------------------------------------- ________________ કહેવાનો આશય એ છે કે ભોજનાદિસંબંધી વિપરીત પરિણામથી(અભોજનભાવનાથી) ભોજનાદિનો મોહ (રાગ) ઘટે છે. તેથી મોહરૂપ ઘણી સામગ્રીના અભાવમાં ભોજનાદિસંપાદક કર્મ, પોતાના કાર્યને કરવા માટે સમર્થ બનતું નથી. આ સ્વકાર્યના અક્ષમત્વ સ્વરૂપ જ ભોજનાદિપ્રયોજક કર્મનું તનુત્વ છે. શરીરની સ્થિતિને લાંબા કાળ સુધી ટકાવી રાખનાર કર્મ પણ, અશરીર ભાવનાના ઉત્કર્ષથી, રાગાદિના કારણે થનારી શરીરની સાર-સંભાળ લેવા સ્વરૂપ ક્રિયાઓને રોક્વાથી નબળું પડે જ છે. શરીર તો આ પૂર્વે જ ઉત્પન્ન થયેલું હોવાથી અશરીરભાવના શરીરનો બાધ (ઉચ્છેદ) કરવા સમર્થ બનતી નથી. તેથી અમને-દિગંબરોને કોઈ દોષ નથી...'-આ પ્રમાણેનું દિગંબરોનું કથન ઉચિત નથી. - કારણ કે અભોજનાદિભાવનાથી, ભોજનાદિ જો દૂર થઈ શકતા હોય તો, જેમ રાગાદિવિરોધી વીતરાગાદિ ભાવનાથી રાગાદિસંપાદક એવાં કર્મોનો મૂળથી નાશ થાય છે, તેમ અશરીરભાવનાની પ્રકર્ષતાથી, યોગની(સમતાવૃત્તિસંક્ષય સ્વરૂપ) પ્રકૃણ અવસ્થાને ધારણ કરનારા શ્રી કેવલી પરમાત્મામાં શરીરસંસ્થાપક કર્મનો સર્વથા નાશ થવાનો પ્રસવું આવવાનો જ છે. કારણ કે બન્નેમાં(રાગાદિ-જનક કર્મ અને શરીરની દીર્ઘકાળ સુધી સ્થિતિને ટકાવનાર કર્મ : એ બંન્નેમાં) કોઈ વિશેષતા નથી. બાષ્ટ Page #49 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ રાગાદિજનક કર્મ ઘાતિ છે અને શરીરસંસ્થાપક કર્મ અઘાતિ છે, તેથી બન્નેમાં વિશેષતા છે. પરંતુ એવી વિશેષતા માનવામાં આવે તો અઘાતિ ભવોપગ્રાહિકમની નિવૃત્તિ ક્રમે કરી તેના વિપાકના અનુભવથી જ થાય છે. તેથી અશાતાદનીય કર્મ પણ તેના વિપાકરૂપે ભૂખ તરસ વગેરેનો અનુભવ કરાવીને જ સર્વથા ક્ષય પામશે. તેથી ઘાતિ અને અઘાતિકૃત વિશેષતાનું વર્ણન અર્થહીન છે, પ્રકૃતોપયોગી નથી. “શ્રી કેવલીપરમાત્મા જો કવલાહાર કરે તો કોઈ વાર જઠરાગ્નિની મંદતાના કારણે રોગ વગેરે ઉત્પન્ન થાય અને તે લાંબા કાળ દૂર થાય. તેથી કેવલીપરમાત્મા ભોજન કરતા નથી.” આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છેતોષ... ઈત્યાદિ શ્લોકના ઉત્તરાદ્ધથી. અંતે આશય એ છે કે આહારની આસક્તિ વગેરે દોષોથી રહિત એવા કેવલપરમાત્માઓમાં જઠરાગ્નિની મંદતાદિ દોષોના કારણે રોગાદિનો સંભવ નથી. તેમ જ તેના લાંબા કાળે વિચ્છેદ થવા સ્વરૂપ તનુત્વનો પણ સંભવ નથી. કેવલીપરમાત્માનો જઠરાગ્નિ નિયત સમયે નાશ પામશે. તેના વિલય માટે કવલાહારની આવશ્યકતા નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે જઠરાગ્નિનો નિયત કાળે થનારો વિચ્છેદ, નિયતકાળમાં કરાતાં ભોજનાદિની અપેક્ષાવાળો છે. નિયતકાલીન ભોજનાદિથી જ નિયતકાળે જઠરાગ્નિનો વિલય 当当当当当当当当 Page #50 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અન્યથા કાળમાત્રને કાર્યની પ્રત્યે કારણ માનવાથી કાલેતર તે તે કારણોને કારણ નહીં મનાય. દરેક કાર્ય તે તે નિયત સમયે થઈ જશે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. m૩૦-૨પા. g] ] તેરમા અને ચૌદમા હેતુનું નિરાકરણ કરાય છેपरोपकारहानिश्च, नियतावसरस्य न । पुरीषादिजुगुप्सा च, निर्मोहस्य न विद्यते ॥३०-२६॥ “પરોપકાર માટે ચોક્કસ અવસર જેઓશ્રી પાસે છે તે શ્રી કેવલપરમાત્માને પરોપકારની હાનિ થતી નથી. તેમ જ નિર્મોહી એવા પરમાત્માને મૂત્ર-પુરીષાદિની જુગુપ્સા હોતી નથી.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર(બે ઘડી જ) વાપરતા હોવાથી બાકીનો બધો જ કાળ તેઓશ્રીને પરોપકાર કરવા માટે મળતો હોવાથી પરોપકારની હાનિનો પ્રસ આવતો નથી. તેમ જ જુગુપ્સામોહનીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી નિર્મોહ શ્રી કેવલી પરમાત્માને મળ-મૂત્રાદિની જુગુપ્સા થતી નથી... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨દા. - ચૌદમા હેતુનું સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરાય છે તૌl Page #51 -------------------------------------------------------------------------- ________________ ततोऽन्येषां जुगुप्सा चेत्, सुरासुरनृपर्षदि । નાચેડ િર થં તાડતિશયaોયસમ: ૩૦-રશે. “મળ-મૂત્રથી બીજાને જુગુપ્સા થાય તો દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્માની નગ્નતાને લઈને બીજાને જુગુપ્સા કેમ ન થાય ? ભગવાનનો અતિશય બન્નેમાં સમાન જ છે.”-આ પ્રમાણે સત્તાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરે તો અંડિલ-માર્ગે જવું પડે અને તેથી બીજાને જુગુપ્સાનું કારણ બને. તેથી જ તેઓશ્રી કલાહાર કરતા નથી. આ પ્રમાણેની દિગંબરોની માન્યતા બરાબર નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્મા આહાર કરે કે ના કરે પરંતુ બીજાને બીજી રીતે જુગુપ્સાનો પ્રસંગ આવવાનો જ છે. દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્મા વસ્ત્રરહિતપણે બિરાજમાન હોવાથી તે અવસ્થાને જોઈને બીજા લોકોને જાગુપ્સા થવાની છે. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માનો એ અતિશય છે કે તેઓશ્રીને જોનારામાંથી કોઈને પણ તેઓશ્રીની તે અવસ્થા દેખાતી નથી.”-આ પ્રમાણે કહીને ઉપર જણાવ્યા પ્રમાણેના જુગુપ્સાના પ્રસંગનું નિવારણ કરવામાં આવે તો એ અતિશય તો મળ-મૂત્રાદિના વિષયમાં પણ કહી શકાય છે. ભગવાનનો એ અતિશય છે કે ભગવાનના આહારનીહારાદિ કોઈને પણ દેખાતા નથી. આ રીતે અતિશયની Page #52 -------------------------------------------------------------------------- ________________ વાત ઉભય પક્ષે સમાન જ છે. યદ્યપિ શ્રી તીર્થંકર પરમાત્માને અતિશય હોવાથી વસ્ત્રહીન અવસ્થામાં અને મૂત્રપુરીષાદિની અવસ્થામાં જુગુપ્સાના નિમિત્તત્વનું નિવારણ શક્ય હોવા છતાં સામાન્ય કેવલીપરમાત્માને અતિશય ન હોવાથી તેઓશ્રી તો જુગુપ્સાના નિમિત્ત ન બનાય : એ માટે વાપરતા નથીએમ કહી શકાય છે. પરંતુ તે યુક્ત નથી. શ્રી કેવલી પરમાત્મા નિર્જન અને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં નીહારાદિ કરી લે છે. તેથી બીજાને જુગુપ્સાનું કારણ બનતા નથી. સામાન્ય સાધુમહાત્માઓ પણ બીજાને જુગુપ્સાદિજનક કોઈ કામ કરતા નથી તો કેવલીપરમાત્માઓ તો એવાં જુગુપ્સાજનક કામ કઈ રીતે કરે ?...ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨થા છેલ્લા પંદરમા હેતુનું નિરાકરણ કરાય છેस्वतो हितमिताहाराद, व्याध्युत्पत्तिश्च कापि न । ततो भगवतो भुक्तौ, पश्यामो नैव बाधकम् ॥३०-२८॥ સ્વતઃ હિત, મિત આહાર કરતા હોવાથી શ્રી કેવલી પરમાત્માને રોગોની ઉત્પત્તિ થતી નથી. તેથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓના કવલાહારમાં કોઈ બાધક જણાતું નથી.”આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે; પુણ્યથી પ્રાપ્ત થયેલા સ્વભાવથી, હિતકર અને 当当当当当当当当当 = = EFFFFFFF FREE #F Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી રોગની કોઈ પણ ઉત્પત્તિ થતી નથી. તેથી કેવલજ્ઞાનીભગવંતો ક્વલાહાર કરે તેમાં કોઈ બાધક નથી. કારણ કે દિગંબરોએ અત્યાર સુધી જેટલા બાધક હેતુઓ જણાવ્યા, તે બધાનું નિરાકરણ કર્યું છે. તદુપરાંત દિગંબરો કેવલીપરમાત્માના વલાહારના બીજા પણ આવા જ બાધક હેતુઓ જણાવે તો તેનું પણ આ પૂર્વે જણાવેલી રીતે જ નિરાકરણ કરી શકાય છે. તેથી શ્રી કેવલીભગવંતોની કવલાહારની પ્રવૃત્તિમાં કોઈ જ બાધક નથી. આ વિષયમાં અધિક વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળા તત્ત્વાર્થી જનોએ સૂક્ષ્મ બુદ્ધિથી ‘અધ્યાત્મમતપરીક્ષા'નું નિરીક્ષણ-અધ્યયન કરવું જોઈએ. દિગંબરોની બુદ્ધિના ભ્રમસ્વરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવી ‘અધ્યાત્મમત પરીક્ષા' છે. અહીં દિગંબરોએ જણાવેલા પંદર હેતુઓનું નિરાકરણ પૂર્ણ થાય છે. ૫૩૦-૨૮॥ પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છેतथाऽपि ये न तुष्यन्ति, भगवद्भुक्तिलज्जया । સાશિવં મનનાં તે, નૈવેદ્દાપિ યા રૂ૦-૨૧૫ આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને વલાહાર કેમ માનતા નથી એના કારણ તરીકે દિગંબરોએ જે જે હેતુઓ જણાવ્યા હતા, તેનું નિરાકરણ કરીને હવે દિગંબરોને 00000000 ૪૮ NEE KIR Page #54 -------------------------------------------------------------------------- ________________ જે જે દોષનો પ્રસંગ છે તે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે. લોકાર્થ સ્પષ્ટ છે કે -દિગંબરોએ શ્રી કેવલી પરમાત્માને વલાહારના અભાવ માટે જે જે હેતુઓ જણાવ્યા તેનું નિરાકરણ કરવા છતાં જે દિગંબરો ભગવાનની ભોજનની પ્રવૃત્તિને કારણે અનુભવાતી લજ્જાને લીધે સંતોષ ધારણ કરતા ન હોય તો તે દિગંબરોએ પોતાની માન્યતા મુજબ ભગવાનના માનવશરીરના કારણે ઉત્પન્ન થતી લજ્જાને લઈને તો શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને નૈયાયિકાદિએ માનેલા સદાશિવને જ ભજવા જોઈએ. કારણ કે તેમને શરીર જ નથી, નિત્ય નિર્દોષ છે અને અનાદિના છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૨૯તા. G H 3 દિગંબરના મતમાં અપાય જણાવાય છેदोषं वृथा पृथूकृत्य, भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं, दूषयन्तः कदाग्रहात् ॥३०-३०॥ “ભવોપગ્રાહિકર્મથી ઉત્પન્ન દોષને વ્યર્થ વિસ્તારીને કદાગ્રહથી, આમ તીર્થંકર પરમાત્માને દૂષિત કરતાં દિગંબરો પાપોને બાંધે છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ભવોપચાહિકર્મના ઉદયના કારણે શ્રી કેવલી પરમાત્મા ભોજન કરે છે. કર્મજન્ય એ દોષને FIEFFERTIFFC' ૪૯) Page #55 -------------------------------------------------------------------------- ________________ લઈને દિગંબરોએ આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક દોષોનું આપાદન કર્યું. એ રીતે એક દોષને વિસ્તારથી જણાવવા દ્વારા પોતાના કદાગ્રહથી, આસ(યથાર્થવતા) એવા શ્રી તીર્થંકર પરમાત્માને દૂષિત કરનારા દિગંબરોને ઘણો જ પાપબંધ થાય છે. આ પાપના બંધના ભયથી પણ દિગંબરોએ પોતાના દાગ્રહને છોડીને “શ્રી કેવલીભગવંતો વલાહાર કરે છે'-એ વાત સ્વીકારી લેવી જોઈએ... એ કહેવાનો આશય છે. ૩૦-૩૦ના. આ રીતે પરમાત્માને દૂષિત કરવાથી પોતાને પાપનો બંધ થાય છે અને આમ છતાં પરમાત્મા તો દુષ્ટ થતા નથી: એ જણાવાય છે : વસ્થિત કુંદે, સ્વામી નો નૈવ ટૂખ્યો ! ચૌરાહુતિપૂમિ, ધૃતે નૈવ માનુમાન ૩૦- કલ્પિત દુષ્ટ કલંકોથી અમારા સ્વામી શ્રી તીર્થકર પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે તો ય તે સૂર્યનો સ્પર્શ પણ કરતી નથી.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે તો તેઓશ્રીને ઘણા દોષો પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ દિગંબરોએ જણાવ્યું. પરંતુ તે બધા જ દોષો કલ્પિત અને દુષ્ટ છે તે 些辰些些些际些际些些些派奖 Page #56 -------------------------------------------------------------------------- ________________ આ પૂર્વે જણાવ્યું છે. દોષો વાસ્તવિક હોત તો ચોક્કસ જ એને કારણે પરમાત્મા દોષથી યુક્ત હોત. અવાસ્તવિક દોષોથી પરમાત્મા તો દુષ્ટ બનતા નથી. પરંતુ તેવા દોષોનું આરોપણ કરવાથી દોષારોપણ કરનારા માત્ર પાપોથી બંધાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવી છે. સૂર્યની ઉપર ધૂળ ફેંકનારની આંખમાં જ ધૂળ પડે છે. સૂર્ય ઉપર તો તે કોઈ પણ રીતે પડવાની નથી. આથી સમજી શકાશે કે સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જેવી પરમાત્માની ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિ છે, જે દિગંબરોને પોતાને જ એકાંતે અહિતને કરનારી છે. એથી પરમાત્માને કોઈ જ ફરક પડતો નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ।।૩૦-૩૧॥ દિગંબરોની માન્યતાનું નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાથી જ શ્રી જૈનશાસન જયવંતું છે : એ જણાવાય છે परमानन्दितैरित्थं, दिगम्बरविनिग्रहात् । પ્રારૂં સિતામ્વરૈ: શોમાં, નૈન નયતિ શાસનમ્ ॥રૂ૦-૩૨ા “આ રીતે દિગંબરોનો વિનિગ્રહ(પરાજય) થવાથી પરમ આનંદને પામેલા શ્વેતાંબરોથી શોભાને પામેલું જૈન શાસન જયવંતું વર્તે છે.’’-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પ્રકરણના અંતે જણાવેલી વાત નિરંતર યાદ રાખવાની ૫૧ T K Page #57 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા છે. દિગંબરોએ શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ વાત કરવા દ્વારા પરમતારક શ્રી જૈનશાસનને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સફળ નહિ થવાના કારણે શ્વેતાંબરોને પરમાનંદ થયો. વાસ્તવિક રીતે શાસનને પામેલાને શાસનના વિજયમાં આનંદ થાય એ સ્વાભાવિક છે. સાચું પામ્યાનો અને સાચું ટકી ગયેલાનો એ આનંદ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક શાસન ઉપર આજ સુધી સ્વપર લોકોએ અનેકાનેક આક્રમણો ક્યાં છે. એનો એવો જ પ્રતિકાર આપણા સમર્થ મહાપુરુષોએ ક્ય છે. એના અચિંત્ય સામર્થ્યથી આપણને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે. એનો આનંદ અનુભવાય તો જયવંતા શ્રી જૈનશાસનની આરાધના સાચી રીતે કરવાનો ઉલ્લાસ પ્રગટ્યા વિના નહીં રહે. અંતે એવા પરમોલ્લાસને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૩૦-૩૨ા. ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका । अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ 必到些烂烂烂烂烂烂的举到烂烂烂烂烂烂烂 FFFFF #FF7F #FFERS AFFFFFFFF7FFFF Page #58 -------------------------------------------------------------------------- _