________________
સામાન્ય કે આહારવિશેષની પ્રત્યે આહારસંશા કારણ જ નથી.
“આહારવિશેષની પ્રત્યે આહારસંશા કારણ છે. સાતમા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાનક સુધી કવલાહાર પણ નથી અને આહાર સંજ્ઞા પણ નથી. તેથી વ્યભિચાર પણ આવતો નથી. એ મુજબ માનવાથી શ્રી કેવલી પરમાત્મામાં કવલાહારનો અભાવ સિદ્ધ થાય છે.”-આવી ખરાબ શંકા નહિ કરવી જોઈએ. કારણ કે એનો અર્થ એ થયો કે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કવલાહાર આહારસંજ્ઞાના કારણે જ થાય છે-એ પ્રમાણે માનવામાં આવે તો, આહારસંજ્ઞા અતિચારમાં નિમિત્ત હોવાથી પૂ. સાધુભગવંતોને ક્યારે પણ નિરતિચાર આહારની પ્રાપ્તિ જ નહીં થાય. આહારસંશાના કારણે પૂ. સાધુમહાત્માઓને આહારમાં નિરંતર અતિચાર લાગ્યા જ કરશે... ઈત્યાદિ સમજી શકાશે. આથી સ્પષ્ટ છે કે ક્વલાહારવિશેષની પ્રત્યે આહાર સંજ્ઞાને કારણ માનવાનું ઉચિત નથી. ૩૦-૧ળી.
- 0 0 ચોથા હેતુનું નિરાકરણ કરાય છેअनन्तञ्च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते, पूर्णं त्वस्ति महोदये ॥३०-११॥ “ભગવાન શ્રી કેવલપરમાત્માનું અનંતસુખ જ્ઞાનાદિ