________________
થાય ?'’-આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આહારકથાના કારણે તેવા પ્રકારના ઈષ્ટ આહારને વાપરવાની ઈચ્છાના સંસ્કારની (ઈચ્છાજનક સંસ્કારની) વૃદ્ધિ થવાથી પ્રમાદ થાય છે. અન્યથા તાદશસંસ્કારના અભાવમાં પણ પ્રમાદ થતો નથી.
આહારની કથા હોવા છતાં ફળમાં કેમ ફરક પડે છેએમ નહીં કહેવું જોઈએ. કારણ કે અથા કે વિથાનો વિપરિણામ(વિશિષ્ટ પરિણામ); આશયવિશેષથી વ્યવસ્થિત છે. અર્થાર્ એમાં વક્તા વગેરેનો આશય કારણ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધનો અભાવ હોય તો ઉત્તમ સાધુ મહાત્માને પણ પ્રમાદ થતો નથી-એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.
‘“વલાહારાદિ સ્વરૂપ બાહ્યવ્યાપાર(ક્રિયા) માત્ર(સકળ બાહ્યવ્યાપારમાત્ર)નો અભાવ થાય ત્યારે જ અપ્રમત્તત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ઉત્તમ સાધુમહાત્માઓને સાતમા ગુણઠાણે આહારનો સંભવ નથી.'' આ પ્રમાણે નહીં કહેવું જોઈએ; કારણ કે છઠ્ઠા ગુણસ્થાનકે જેઓએ આહારની શરૂઆત કરેલી હોય તેઓ; ઉદાસીનપણે વાપરતાં વાપરતાં અહ્લદશાને પ્રાપ્ત કરી સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે, એમાં કોઈ વિરોધ નથી.
||૩૦-૧૯૬૫
注
૧ ૩૨ IKHE KH
E