________________
કરાય છેभुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ॥३०-२४॥
“શરીરને લાંબા કાળ સુધી ટકાવનારું કર્મ ભોજનાદિના કર્મની સાથે સંબદ્ધ છે. તેનો અભાવ કેવલી પરમાત્મામાં સ્વીકારવામાં આવે તો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ વસ્તુની બાધા થાય છે, જે દિગંબરોના પક્ષને ભક્ષી જનારી રાક્ષસી છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે ભોજન પાન... આદિ જેનાં ફળ છે એવા તે હેતુભૂત વિપાક-ઉદયવાળા કર્મની સાથે, શરીરને લાંબા કાળ સુધી ટકાવી રાખનારું કર્મ સંબદ્ધ(સંકળાયેલું) છે : એ પ્રત્યક્ષ દેખાય છે.
શ્રી કેવલીપરમાત્મામાં ભોજનાદિની ષિાના હેતુભૂત કર્મથી સંબદ્ધ શરીરસંસ્થાપક કર્મનો અભાવ માનવામાં આવે તો કેવલપરમાત્માના પરમૌદારિક શરીરની સ્થિતિ ટકી શકશે નહીં. તેથી ઉત્કૃષ્ટ રીતે દેશોન (નવ વર્ષ ઓછા) એવાં પૂર્વ (૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) કરોડ વર્ષ સુધી ટકી રહેનારી પ્રત્યક્ષસિદ્ધ(દષ્ટ) સ્થિતિની બાધા થાય છે, જે તમારા(દિગંબરના) પક્ષનું ભક્ષણ કરવા માટે રાક્ષસીસમાન છે. તેથી તેના ભયથી પણ તમારે (દિગંબરોએ) “શ્રી કેવલજ્ઞાનીઓનું પરમઔદારિક શરીર
些些些些些些些些對vo 当当当当当当当当爱