________________
દર્શાવેલા એ દોષનું હવે નિરાકરણ કરાય છે. रासनं च मतिज्ञानमाहारेण भवेद् यदि । घ्राणीयं स्यात् तदा पुष्पप्राणतर्पणयोगतः ॥ ३० - २१॥
“આહાર કરવાના કારણે શ્રી કેવલીભગવંતોને રાસન-પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની ઉત્પત્તિ જો થતી હોય તો સમવસરણમાં પુષ્પના પરાગ અને ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થવાથી શ્રી કેવલીભગવંતને ઘ્રાણેન્દ્રિયજન્ય ઘ્રાણજ પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે.''આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આહારની પ્રવૃત્તિના કારણે જો કેવલજ્ઞાનીઓને મતિજ્ઞાનનો પ્રસઙ્ગ આવતો હોય તો તેઓશ્રી આહાર ન પણ કરે તોય સમવસરણમાં પુષ્પાદિના ગંધના સંપર્કથી ઘ્રાણજપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનનો પ્રસઙ્ગ તેઓશ્રીને અનિવાર્ય જ છે. એના નિવારણ માટે જે ઉપાય વિચારાય તે જ ઉપાયથી રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનના પ્રસૌંનું નિવારણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ઉદય ન હોવાથી વસ્તુત: શ્રી કેવલીપરમાત્માને મતિજ્ઞાનનો સંભવ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ।।૩૦-૨૧૫
ચોથા શ્લોકથી દશમા હેતુનું નિરૂપણ કરતી વખતે
$$$$$$$$$ %$$$$G
૩૪
E