________________
ચેષ્ટા થતી નથી. શ્રી કેવલીપરમાત્મા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે તો પણ તેઓશ્રીથી ધ્વનિમય દેશના સ્વાભાવિક જ પ્રગટે છે. નિયત દેશ-કાળમાં પ્રગટ થતી એ દેશનાની પ્રત્યે પ્રયત્ન કારણ નથી. અક્ષરમય દેશનાની પ્રત્યે જ તે કારણ બને છે અને એ પ્રયત્નની પૂર્વે ઈચ્છાનું અસ્તિત્વ હોય છે, જે વીતરાગતાની બાધક છે. તેથી શ્રી કેવલપરમાત્માની દેશના સ્વભાવથી ધ્વનિમય હોય છે. પરંતુ કેવલપરમાત્મા ક્વલાહાર ગ્રહણ કરે તો તે અવશ્ય પ્રયત્નજન્ય હોવાથી તેની પૂર્વે ઈચ્છાને પણ માનવી પડશે, જે વીતરાગતાની બાધક બનશે. તેથી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી. આ વાતના સંદર્ભમાં શ્રી સમતભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે-“પોતાના સ્વાર્થ વિના અને રાગ વિના સપુરુષોના હિતનો ઉપદેશ શ્રી તીર્થંકર પરમાત્મા કરે છે. શું મૃદ, તેના વાદકના હાથના સ્પર્શથી વાગતું હોય ત્યારે પોતાના માટે ફળની અપેક્ષા રાખે છે ? અર્થાત નથી રાખતું. તેમ પરમાત્માની દેશના પણ નિ:સ્વાર્થ (ઈચ્છા વિનાની) હોય છે.
હવે પૈવં... ઈત્યાદિ ગ્રંથથી ઉપર જણાવેલી શટ્ટાનું સમાધાન કરાય છે. એનું તાત્પર્ય એ છે કે શબ્દથી શબ્દાંતરનું પરિણમન થાય : એ કલ્પના સખત છે. કારણ કે અર્ધમાગધી ભાષામાં બોલાયેલા એ શબ્દો, શ્રોતાઓની પોતપોતાની ભાષામાં શ્રી તીર્થંકર પરમાત્માના અતિશય
当当当当当当当烂烂到
રF7FFIFFFFFF