________________
અહીં તાળવું, હોઠ અને જીભ વગેરેની ક્રિયાવિશેષને ઉત્પન્ન કરનાર પ્રયત્નવિશેષસ્વરૂપ “યત્ન’ની વિવેક્ષા છે. તેવા પ્રકારના યત્ન વિના જ ભગવાન કેવલપરમાત્માની દેશના નિસર્ગ-સ્વભાવથી જ પ્રવર્તે છે-એમ માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રીની આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિને પણ નિસર્ગથી જ માનવામાં કોઈ દોષ નથી. પ્રત્યક્ષમાં તો આહારાદિની પ્રવૃત્તિ પ્રયત્નજન્ય દેખાય છે, તેથી યદ્યપિ પ્રત્યક્ષનો બાધ દોષ છે. પરંતુ એ તો સ્વાભાવિક દેશનાને માનવામાં પણ તુલ્ય જ છે. કારણ કે ભોજનની જેમ દેશનાદિ પણ પ્રયત્ન વિના ક્યાંય જોવા મળતા નથી. યદ્યપિ ચેષ્ટા સામાન્યની પ્રત્યે પ્રયત્નને કારણ માનતા નથી; જે ચેષ્ટાની પૂર્વે(અવ્યવહિત પૂર્વે) પ્રયત્ન વૃત્તિ છે, તે ચેષ્ટાની પ્રત્યે જ પ્રયત્નને કારણ માનવામાં આવે છે. તેથી શ્રી કેવલીભગવંતની પ્રવૃત્તિમાત્રની પ્રત્યે પ્રયત્નને કારણે માનતા નથી. ભોજનની પ્રવૃત્તિમાત્રમાં પ્રયત્નજન્યત્વ મનાય છે અને દેશનાદિમાં તેમ મનાતું નથી-આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ પ્રમાણે તો દેશનાદિ માટે પણ કહી શકાય છે. તેથી ઉભયસ્થાને સામ્ય છે.
ઉપર જણાવ્યા મુજબ બન્નેમાં સામ્ય નથી પરંતુ વિષમતા છે-એ જણાવવા દિગંબરો ન...ઈત્યાદિ ગ્રંથથી શડ્ડા કરે છે. એનો આશય એ છે કે પ્રયત્ન વિના કોઈ પણ
OFFFFFFFFF #Fારા