________________
ઉદયથી થતી આહારાદિગ્રહણની પ્રવૃત્તિ પણ મોહજન્ય નથી... ઈત્યાદિ સમજી શકાય છે.) ૩૦-૧૫||
“શ્રી કેવલીપરમાત્માને ઈચ્છાનો અભાવ હોવાથી વસ્તુતઃ દેશનાની પ્રવૃત્તિ તેઓશ્રીને છે જ નહિ. સ્વભાવથી જ તેઓશ્રીને તે તે ચોક્કસ સ્થાને અને ચોક્કસ કાળે દેશના હોય છે. ભોજનની જેમ જ જો તેઓશ્રી દેશનાદિની પ્રવૃત્તિ કરતા હોય તો તેને મોહજન્ય માનવાનું ઈષ્ટ જ છે''-આ પ્રમાણેની દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે
यत्नं विना निसर्गाच्चेद्, देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद् दृष्टबाधा समोभयोः ||३०-१६।।
“પ્રયત્ન વિના સ્વભાવથી જે, શ્રી કેવલી પરમાત્માની દેશનાદિની પ્રવૃત્તિ છે એમ માનવાનું ઈષ્ટ હોય તો તેઓશ્રીની આહારાદિની પ્રવૃત્તિ પણ તે જ રીતે સ્વભાવથી થાય છે એમ માનવામાં પણ કોઈ દોષ નથી. યદ્યપિ આહારાદિની પ્રવૃત્તિ સ્વભાવથી નથી : એ પ્રત્યક્ષ દેખાય છે. અર્થાદ્ શ્રી કેવલીપરમાત્માની આહારાદિની પ્રવૃત્તિને સ્વાભાવિક માનવામાં પ્રત્યક્ષનો બાધ છે. પરંતુ એવો બાધ તો દેશનાદિને સ્વાભાવિક માનવામાં પણ છે.'' આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે.
.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે
૨૪ R
000
E