________________
વિશેષથી પરિણમે છે. ત્યાં શબ્દોનું સાજાત્ય હોય છે તેથી તે સંભવે છે. પરંતુ ધ્વનિમય દેશના અતિશયથી પણ શબ્દાંતરમાં પરિણમે : એનો સંભવ નથી. તેથી તેવી કલ્પના યોગ્ય નથી.
ક્ષણવાર માની લઈએ કે પરમાત્માના અચિંત્ય અતિશયના સામર્થ્યથી પરમાત્માની ધ્વનિમય દેશના શ્રોતાઓની પોતપોતાની ભાષામાં પરિણમે તોપણ તે ધ્વનિરૂપ દેશના વચનયોગની અપેક્ષા રાખતી હોવાથી તાદશ શબ્દમાત્રમાં(અક્ષર-અક્ષર શબ્દમાં) વક્તા પુરુષના પ્રયત્નનું અનુસરણ ચોક્કસ(આવશ્યક) છે. આથી સમજી શકાશે કે શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક દેશના પ્રયત્નથી જન્ય છે. અન્યથા તેને પ્રયત્નજન્ય ન માને, તો વેદને અપૌરુષેય (કોઈના પણ પ્રયત્ન વિના થયેલા) માનનારા મીમાંસકોને જીતવાનું દિગંબર માટે શક્ય નહીં બને.
મિત્રભાવે અમે(દિગંબર) પૂછીએ છીએ કે “બુદ્ધિપૂર્વની પ્રવૃત્તિની પ્રત્યે ઈચ્છા કારણ છે. કેવલજ્ઞાનીને ઈચ્છા હોતી નથી. તો ઈચ્છાના અભાવમાં દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ કઈ રીતે તેઓશ્રીને હોઈ શકે ?'
મિત્રભાવે જ કહીએ છીએ કે-અહીં બુદ્ધિ તરીકે ઈષ્ટસાધનતાવિષયક (આ મારા ઈષ્ટનું સાધન છે.) બુદ્ધિ જ ગૃહીત છે. કારણ કે એનાથી અન્ય બુદ્ધિ અતિપ્રસક્ત