________________
વ્યભિચારિણી (અર્થા એ હોય તો પ્રવૃત્તિ થાય કે ન પણ થાય છે. પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વત્વ રહેલું છે. તેને ઈદસાધનતાના જ્ઞાનમાં રહેલી જનતા નિરૂપિત જન્યતાનું અવચ્છેદક માનીએ અર્થા બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે તાદશ ઈષ્ટસાધનાવિષયક બુદ્ધિને કારણે માનીએ તો પણ; જીવનયોનિભૂત શ્વાસોચ્છવાસાદિની અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ, જેમ ભવોપગ્રાહી કર્મ(આયુષ્યકર્મ-નામકર્માદિ)ના કારણે થાય છે તેમ કેવલી પરમાત્માની દેશનાદિની અને આહારાદિની પ્રવૃત્તિ પણ ભવોપગ્રાહિકર્મના કારણે સુરત છે. એ પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. બાકી તો પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે મન, વચન, કાયાના યોગો જ કારણ છે. ઈચ્છાપૂર્વકાદિ તે તે પ્રવૃત્તિ વિશેષ તો અવાંતર સામગ્રીથી થાય છે. આ વિષયમાં ગ્રંથકારશ્રીએ ‘અધ્યાત્મમત પરીક્ષામાં ફરમાવ્યું છે કે-પરદ્રવ્યમાં થતી પ્રવૃત્તિ; મોહથી થતી નથી કે મોહને ઉત્પન્ન કરતી નથી. મન, વચન અને કાયાના યોગથી જ પ્રવૃત્તિ થાય છે. ફળની ઈચ્છા તો રાગ અને દ્વેષને લઈને થતી હોય છે. આથી અધિક વર્ણન શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા સ્યાદ્વાદ-કલ્પલતાદિમાં ઉપલબ્ધ છે. જિજ્ઞાસુઓ માટે તેનું અધ્યયન જ આવશ્યક છે. ૩૦-૧૬ાા
૨૮