________________
પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી રોગની કોઈ પણ ઉત્પત્તિ થતી નથી. તેથી કેવલજ્ઞાનીભગવંતો ક્વલાહાર કરે તેમાં કોઈ બાધક નથી. કારણ કે દિગંબરોએ અત્યાર સુધી જેટલા બાધક હેતુઓ જણાવ્યા, તે બધાનું નિરાકરણ કર્યું છે.
તદુપરાંત દિગંબરો કેવલીપરમાત્માના વલાહારના બીજા પણ આવા જ બાધક હેતુઓ જણાવે તો તેનું પણ આ પૂર્વે જણાવેલી રીતે જ નિરાકરણ કરી શકાય છે. તેથી શ્રી કેવલીભગવંતોની કવલાહારની પ્રવૃત્તિમાં કોઈ જ બાધક નથી. આ વિષયમાં અધિક વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળા તત્ત્વાર્થી જનોએ સૂક્ષ્મ બુદ્ધિથી ‘અધ્યાત્મમતપરીક્ષા'નું નિરીક્ષણ-અધ્યયન કરવું જોઈએ. દિગંબરોની બુદ્ધિના ભ્રમસ્વરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવી ‘અધ્યાત્મમત પરીક્ષા' છે. અહીં દિગંબરોએ જણાવેલા પંદર હેતુઓનું નિરાકરણ પૂર્ણ થાય છે. ૫૩૦-૨૮॥
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છેतथाऽपि ये न तुष्यन्ति, भगवद्भुक्तिलज्जया । સાશિવં મનનાં તે, નૈવેદ્દાપિ યા રૂ૦-૨૧૫
આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને વલાહાર કેમ માનતા નથી એના કારણ તરીકે દિગંબરોએ જે જે હેતુઓ જણાવ્યા હતા, તેનું નિરાકરણ કરીને હવે દિગંબરોને 00000000
૪૮ NEE
KIR