________________
જે જે દોષનો પ્રસંગ છે તે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે.
લોકાર્થ સ્પષ્ટ છે કે -દિગંબરોએ શ્રી કેવલી પરમાત્માને વલાહારના અભાવ માટે જે જે હેતુઓ જણાવ્યા તેનું નિરાકરણ કરવા છતાં જે દિગંબરો ભગવાનની ભોજનની પ્રવૃત્તિને કારણે અનુભવાતી લજ્જાને લીધે સંતોષ ધારણ કરતા ન હોય તો તે દિગંબરોએ પોતાની માન્યતા મુજબ ભગવાનના માનવશરીરના કારણે ઉત્પન્ન થતી લજ્જાને લઈને તો શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને નૈયાયિકાદિએ માનેલા સદાશિવને જ ભજવા જોઈએ. કારણ કે તેમને શરીર જ નથી, નિત્ય નિર્દોષ છે અને અનાદિના છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૨૯તા.
G H 3 દિગંબરના મતમાં અપાય જણાવાય છેदोषं वृथा पृथूकृत्य, भवोपग्राहिकर्मजम् । बध्नन्ति पातकान्याप्तं, दूषयन्तः कदाग्रहात् ॥३०-३०॥
“ભવોપગ્રાહિકર્મથી ઉત્પન્ન દોષને વ્યર્થ વિસ્તારીને કદાગ્રહથી, આમ તીર્થંકર પરમાત્માને દૂષિત કરતાં દિગંબરો પાપોને બાંધે છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ભવોપચાહિકર્મના ઉદયના કારણે શ્રી કેવલી પરમાત્મા ભોજન કરે છે. કર્મજન્ય એ દોષને
FIEFFERTIFFC'
૪૯)