________________
છે.'-એમ માનવાનું ઉચિત નથી. કારણ કે ભુલ્યાદિના સંપાદક અદષ્ટની તનતા (અલ્પતા), વિરોધી પરિણામથી નિવર્ય નથી. વીતરાગત્વ કે વીતશ્લેષત્વાદિની ભાવના વડે જેમ રાગાદિની અલ્પતા વગેરે થાય છે, તેમ આત્માના અણાહારી સ્વભાવાદિની ભાવના વડે ભોજનાદિસંપાદક કર્મની અલ્પતા થતી નથી.
આત્માનો સ્વભાવ અણાહારી છે, ખાવું એ સ્વભાવ નથી, પણ વિભાવ છે... ઈત્યાદિ રૂપે ભોજન ન કરવાની ભાવનાની તરતમતાથી સુધાની તરતમતા જોવા મળે છે. તેથી ભોજનસંપાદક કર્મ, તાદશ વિરોધી અભોજનપરિણામથી અલ્પ થાય છે-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તાદશ અભોજનાદિસંબંધી પરિણામથી ભોજનસંબંધી રાગ નાશ પામે છે. ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અશરીરીપણાની ભાવનાથી જેમ શરીર ઉપરનો રાગ નાશ પામે છે, તેમ ભોજનાદિના અભાવની ભાવનાથી પણ ભોજનાદિનો રાગ નાશ પામે છે. પરંતુ ભોજનાદિની પ્રવૃત્તિ નાશ પામતી નથી. અન્યથા અભોજનભાવનાના અત્યંત ઉત્કર્ષથી ભોજનાદિની નિવૃત્તિ થતી હોય તો અશરીરભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીરની નિવૃત્તિનો પણ પ્રસફ આવશે, જે આયુષ્માન દિગંબરને મોટા સંકટરૂપ છે.
ભોજનાદિસંપાદક અદષ્ટની તનતા થાય છે : એ