Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 52
________________ વાત ઉભય પક્ષે સમાન જ છે. યદ્યપિ શ્રી તીર્થંકર પરમાત્માને અતિશય હોવાથી વસ્ત્રહીન અવસ્થામાં અને મૂત્રપુરીષાદિની અવસ્થામાં જુગુપ્સાના નિમિત્તત્વનું નિવારણ શક્ય હોવા છતાં સામાન્ય કેવલીપરમાત્માને અતિશય ન હોવાથી તેઓશ્રી તો જુગુપ્સાના નિમિત્ત ન બનાય : એ માટે વાપરતા નથીએમ કહી શકાય છે. પરંતુ તે યુક્ત નથી. શ્રી કેવલી પરમાત્મા નિર્જન અને નિર્જીવ શુદ્ધ ભૂમિમાં નીહારાદિ કરી લે છે. તેથી બીજાને જુગુપ્સાનું કારણ બનતા નથી. સામાન્ય સાધુમહાત્માઓ પણ બીજાને જુગુપ્સાદિજનક કોઈ કામ કરતા નથી તો કેવલીપરમાત્માઓ તો એવાં જુગુપ્સાજનક કામ કઈ રીતે કરે ?...ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૦-૨થા છેલ્લા પંદરમા હેતુનું નિરાકરણ કરાય છેस्वतो हितमिताहाराद, व्याध्युत्पत्तिश्च कापि न । ततो भगवतो भुक्तौ, पश्यामो नैव बाधकम् ॥३०-२८॥ સ્વતઃ હિત, મિત આહાર કરતા હોવાથી શ્રી કેવલી પરમાત્માને રોગોની ઉત્પત્તિ થતી નથી. તેથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓના કવલાહારમાં કોઈ બાધક જણાતું નથી.”આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે; પુણ્યથી પ્રાપ્ત થયેલા સ્વભાવથી, હિતકર અને 当当当当当当当当当 = = EFFFFFFF FREE #F

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58