Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 51
________________ ततोऽन्येषां जुगुप्सा चेत्, सुरासुरनृपर्षदि । નાચેડ િર થં તાડતિશયaોયસમ: ૩૦-રશે. “મળ-મૂત્રથી બીજાને જુગુપ્સા થાય તો દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્માની નગ્નતાને લઈને બીજાને જુગુપ્સા કેમ ન થાય ? ભગવાનનો અતિશય બન્નેમાં સમાન જ છે.”-આ પ્રમાણે સત્તાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરે તો અંડિલ-માર્ગે જવું પડે અને તેથી બીજાને જુગુપ્સાનું કારણ બને. તેથી જ તેઓશ્રી કલાહાર કરતા નથી. આ પ્રમાણેની દિગંબરોની માન્યતા બરાબર નથી. કારણ કે શ્રી કેવલીપરમાત્મા આહાર કરે કે ના કરે પરંતુ બીજાને બીજી રીતે જુગુપ્સાનો પ્રસંગ આવવાનો જ છે. દેવતાઓ અસુરો અને મનુષ્યોની પર્ષદામાં શ્રી તીર્થંકર પરમાત્મા વસ્ત્રરહિતપણે બિરાજમાન હોવાથી તે અવસ્થાને જોઈને બીજા લોકોને જાગુપ્સા થવાની છે. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માનો એ અતિશય છે કે તેઓશ્રીને જોનારામાંથી કોઈને પણ તેઓશ્રીની તે અવસ્થા દેખાતી નથી.”-આ પ્રમાણે કહીને ઉપર જણાવ્યા પ્રમાણેના જુગુપ્સાના પ્રસંગનું નિવારણ કરવામાં આવે તો એ અતિશય તો મળ-મૂત્રાદિના વિષયમાં પણ કહી શકાય છે. ભગવાનનો એ અતિશય છે કે ભગવાનના આહારનીહારાદિ કોઈને પણ દેખાતા નથી. આ રીતે અતિશયની

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58