Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
યદ્યપિ રાગાદિજનક કર્મ ઘાતિ છે અને શરીરસંસ્થાપક કર્મ અઘાતિ છે, તેથી બન્નેમાં વિશેષતા છે. પરંતુ એવી વિશેષતા માનવામાં આવે તો અઘાતિ ભવોપગ્રાહિકમની નિવૃત્તિ ક્રમે કરી તેના વિપાકના અનુભવથી જ થાય છે. તેથી અશાતાદનીય કર્મ પણ તેના વિપાકરૂપે ભૂખ તરસ વગેરેનો અનુભવ કરાવીને જ સર્વથા ક્ષય પામશે. તેથી ઘાતિ અને અઘાતિકૃત વિશેષતાનું વર્ણન અર્થહીન છે, પ્રકૃતોપયોગી નથી.
“શ્રી કેવલીપરમાત્મા જો કવલાહાર કરે તો કોઈ વાર જઠરાગ્નિની મંદતાના કારણે રોગ વગેરે ઉત્પન્ન થાય અને તે લાંબા કાળ દૂર થાય. તેથી કેવલીપરમાત્મા ભોજન કરતા નથી.” આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છેતોષ... ઈત્યાદિ શ્લોકના ઉત્તરાદ્ધથી. અંતે આશય એ છે કે આહારની આસક્તિ વગેરે દોષોથી રહિત એવા કેવલપરમાત્માઓમાં જઠરાગ્નિની મંદતાદિ દોષોના કારણે રોગાદિનો સંભવ નથી. તેમ જ તેના લાંબા કાળે વિચ્છેદ થવા સ્વરૂપ તનુત્વનો પણ સંભવ નથી. કેવલીપરમાત્માનો જઠરાગ્નિ નિયત સમયે નાશ પામશે. તેના વિલય માટે કવલાહારની આવશ્યકતા નથી.” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે જઠરાગ્નિનો નિયત કાળે થનારો વિચ્છેદ, નિયતકાળમાં કરાતાં ભોજનાદિની અપેક્ષાવાળો છે. નિયતકાલીન ભોજનાદિથી જ નિયતકાળે જઠરાગ્નિનો વિલય
当当当当当当当当