Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 48
________________ કહેવાનો આશય એ છે કે ભોજનાદિસંબંધી વિપરીત પરિણામથી(અભોજનભાવનાથી) ભોજનાદિનો મોહ (રાગ) ઘટે છે. તેથી મોહરૂપ ઘણી સામગ્રીના અભાવમાં ભોજનાદિસંપાદક કર્મ, પોતાના કાર્યને કરવા માટે સમર્થ બનતું નથી. આ સ્વકાર્યના અક્ષમત્વ સ્વરૂપ જ ભોજનાદિપ્રયોજક કર્મનું તનુત્વ છે. શરીરની સ્થિતિને લાંબા કાળ સુધી ટકાવી રાખનાર કર્મ પણ, અશરીર ભાવનાના ઉત્કર્ષથી, રાગાદિના કારણે થનારી શરીરની સાર-સંભાળ લેવા સ્વરૂપ ક્રિયાઓને રોક્વાથી નબળું પડે જ છે. શરીર તો આ પૂર્વે જ ઉત્પન્ન થયેલું હોવાથી અશરીરભાવના શરીરનો બાધ (ઉચ્છેદ) કરવા સમર્થ બનતી નથી. તેથી અમને-દિગંબરોને કોઈ દોષ નથી...'-આ પ્રમાણેનું દિગંબરોનું કથન ઉચિત નથી. - કારણ કે અભોજનાદિભાવનાથી, ભોજનાદિ જો દૂર થઈ શકતા હોય તો, જેમ રાગાદિવિરોધી વીતરાગાદિ ભાવનાથી રાગાદિસંપાદક એવાં કર્મોનો મૂળથી નાશ થાય છે, તેમ અશરીરભાવનાની પ્રકર્ષતાથી, યોગની(સમતાવૃત્તિસંક્ષય સ્વરૂપ) પ્રકૃણ અવસ્થાને ધારણ કરનારા શ્રી કેવલી પરમાત્મામાં શરીરસંસ્થાપક કર્મનો સર્વથા નાશ થવાનો પ્રસવું આવવાનો જ છે. કારણ કે બન્નેમાં(રાગાદિ-જનક કર્મ અને શરીરની દીર્ઘકાળ સુધી સ્થિતિને ટકાવનાર કર્મ : એ બંન્નેમાં) કોઈ વિશેષતા નથી. બાષ્ટ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58