Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
અમે શ્વેતાંબર તમારી દિગંબરની) જેમ વિચાર્યા વિના (તત્ત્વની વિચારણા કર્યા વિના) સુધાપિપાસાદિને જ દોષસ્વરૂપ માનતા નથી કે જેથી અઢાર દોષોથી સર્વથા રહિત એવા પરમાત્મા શ્રી કેવલીને સુધાદિનો અભાવ માનવો પડે. ઘાતિના ઉદયથી ઉદ્ભવતા અજ્ઞાનાદિ દોષો શ્રી કેવલીપરમાત્મામાં ન હોવા છતાં, અઘાતી કર્મોના ઉદયથી ઉત્પન્ન થનારા સુધા-પિપાસા વગેરે તેઓશ્રીને માનવામાં કોઈ બાધક નથી. ૩૦-ળા
1 1 1 દિગંબરોએ કેવલજ્ઞાનીપરમાત્માઓને સુધાદિ માનવામાં જણાવેલા બાધકનું નિરાકરણ કરાય છે
अव्याबाधविघाताच्चेत्, सा दोष इति ते मतम् । नरत्वमपि दोषः स्यात्, तदा सिद्धत्वदूषणात् ॥३०-८॥
“અવ્યાબાધ સુખનો ભડ થતો હોવાથી સુધાદિ દોષ છે-એવો જો તારો(દિગંબરનો) મત હોય તો, તને સિદ્ધપણાને દૂષિત(ભટ્ટ) કરનારું નરત્વ પણ શ્રી કેવલી પરમાત્મા માટે દોષસ્વરૂપ માનવાનો પ્રસખ આવશે.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે કેવલીપરમાત્માને સુધા તૃષા વગેરે માનવામાં આવે તો તેઓશ્રીના અવ્યાબાધ નિરતિશય સુખનો વ્યાઘાત થાય છે. શ્રી કેવલીપરમાત્માને સર્વોત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થયેલી