Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
હોય છે. સુધાદિને લઈને તેમાં ખામી આવે છે. તેથી સુધા વગેરેને દોષ મનાય છે. કારણ કે જે ગુણને દૂષિત કરે તેને દોષ કહેવાય છે-આ દોષનું લક્ષણ છે. દિગંબરોની એ પ્રમાણેની માન્યતામાં દૂષણ જણાવાય છે-નરવરિ... ઈત્યાદિ શ્લોકના ઉત્તરાર્ધથી.
કહેવાનો આશય એ છે કે ગુણને દૂષિત કરવાના કારણે જો સુધાદિને દોષ માનવામાં આવતા હોય તો શ્રી કેવલજ્ઞાનીઓના “નરત્વ'ને(મનુષ્યપણાને) પણ દોષ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પોતાના સિદ્ધત્વગુણને અટકાવવાનું કાર્ય નરત્વ કરે છે. જ્યાં સુધી નરત્વ છે, ત્યાં સુધી સિદ્ધત્વનો આવિર્ભાવ થતો નથી. આમ હોવા છતાં દિગંબરો નરત્વને દોષરૂપ માનતા નથી, તેથી તે મુજબ સુધાદિને પણ દોષ માની શકાશે નહિ. આથી સ્પષ્ટ છે કે જે કેવલજ્ઞાનની પ્રત્યે પ્રતિબંધક છે, એવાં ઘાતિકર્મોના ઉદયથી ઉદ્ભવેલા અજ્ઞાનાદિ જ દોષો છે. પરંતુ અઘાતી કર્મ સ્વરૂપ વેદનીયકર્મથી ઉદ્ભવતા સુધા વગેરે દોષો નથી. એ યુક્તિયુક્ત છે. ૩૦-૮
__ _ _ આ રીતે દિબંગરોએ પોતાની માન્યતાના સમર્થન માટે જણાવેલા પ્રથમ હેતુનું નિરાકરણ કરીને હવે બીજા હેતુનું નિરાકરણ કરાય છે