Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 23
________________ વેદનીયાદિ કર્મનો સર્વથા ક્ષય થયેલો ન હોવાથી (દિગંબરોનું દગ્ધરજજુજેવું વેદનીયકર્મને જણાવવાનું અયુકત છે.) અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાએ દિગંબરોનું એ વચન સબુત છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને તીર્થંકરનામકર્મ તેમ જ શાતાવેદનીયકર્મ વગેરે પુષ્યપ્રકૃતિઓનો તીવ્રવિપાકોદય હોવાથી તેના કારણે ઉત્પન્ન થયેલી શાતા પ્રબળ હોય છે. તેથી શાતાની પ્રબળતામાં વેદનીયકર્મસામાન્યને દગ્ધરજુસમાન માનવાનું ઉચિત નથી. તેમ જ અશાતા વેદનીયકર્મ પણ સર્વથા ક્ષય પામેલું ન હોવાથી તે પણ દગ્ધરજુસમાન છે-એમ કહી શકાય એવું નથી. “અશાતાવેદનીય વગેરે પાપપ્રકૃતિઓનો રસઘાત થયેલો હોવાથી તે નીરસ બને છે જેથી તે પોતાનો વિપાક દર્શાવવા અસમર્થ હોવાથી તેને બળી ગયેલી દોરડી જેવી મનાય છે અને તેથી પુણ્યપ્રકૃતિઓ દગ્ધરજુસમાન ન હોય તો પણ અશાતા વેદનીયાદિ સ્વરૂપ પાપપ્રકૃતિઓ દગ્ધરજુસમાન છે.”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે રસઘાત થવાના કારણે જો પાપપ્રકૃતિઓ નીરસ મનાતી હોય તો સ્થિતિઘાત થવાના કારણે તે પ્રકૃતિઓની સ્થિતિ જ નહીં રહે. રસઘાત થાય અને સ્થિતિઘાત ન થાય-એ શક્ય નથી. અશાતાનો ઉદય કેવલપરમાત્માને

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58