Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
ન હોય તો પણ માત્ર મનના ઉપયોગથી સદ્-અસહ્ની વિચારણાથી જ સુખ-દુઃખની અનુક્રમે ઉત્પત્તિ થતી હોય છે અને કોઈવાર તો એવી સદસની વિચારણા ન હોય તો ય આધ્યાત્મિક દોષો(રાગાદિ)ના ઉપશમથી આધ્યાત્મિક સુખની ઉત્પત્તિ અને આધ્યાત્મિક દોષોની ઉક્રિક્ત (પ્રબળ) અવસ્થાથી આધ્યાત્મિક દુ:ખની ઉત્પત્તિ થતી હોય છે. ભગવાન શ્રી કેવલી પરમાત્મામાં પણ, બંન્નેય પ્રકારનાં વેદનીયકર્મોનો ઉદય અવશ્ય હોવાથી સુખ અને દુઃખનો સંભવ છે જ.
“આ રીતે શ્રી કેવલી પરમાત્માને બાહ્ય સુખ-દુ:ખ માનવાથી તેઓશ્રીને ઈન્દ્રિયજન્યજ્ઞાન માનવાનો પ્રસડ આવે છે તેથી તેઓશ્રીને બાહ્ય સુખ-દુ:ખ માનવાં જોઈએ નહિ”આ પ્રમાણે નહિ કહેવું. કારણ કે વાસ્તવિક રીતે બાહ્ય સુખ અને દુઃખની પ્રત્યે ક્રમશઃ ઈદ અને અનિષ્ટ એવા અર્થની સાથે શરીરનો સંપર્કમાત્ર પ્રયોજક છે. પરંતુ બહિરિન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રયોજક નથી. તેથી જ ભગવાન કેવલી પરમાત્માને તૃણસ્પર્શાદિ પરીષહ હોય છેએ પ્રમાણે શ્વેતાંબરાદિની માન્યતા પણ સત થાય છે. અન્યથા ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન હોય તો જ બાહ્ય દુઃખ હોય છે-એમ માનવામાં આવે તો, કેવલજ્ઞાનીને સુધાદિ અગિયાર પરીષહો હોય છે. એ કથનનો વિરોધ પ્રાપ્ત થશે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ શ્લોકના
壁当当当当当当当当
FaiFilmFFFFFFFF7