Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 36
________________ ઉદીરણાનો પ્રસ આવશે. “અપ્રમત્ત યતિનું સુખ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસણ નહિ આવે.”-એમ કહેવામાં આવે તો “કેવલી પરમાત્માનું સુખ પણ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ પણ નહીં આવે.”એમ માનવામાં કોઈ દોષ નથી. યદ્યપિ કેવલી પરમાત્માનું સુખ સ્વાનુભવનો વિષય છે. અપ્રમત્તયતિઓને પોતાનું જ્ઞાનાત્મક સુખ સ્વાનુભવનો વિષય બનતું નથી. કારણ કે તેઓશ્રી અસયોગમાં નિમગ્ન હોય છે. તેથી અપ્રમત્તયતિને સુખની ઉદીરણાનો પ્રસંગ આવતો નથી-આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ એ કહેવાનું ઉચિત નથી. કારણ કે અપ્રમત્તયતિઓને હું સુખી છું... ઈત્યાદિ અનુભવ અબાધિત છે... વગેરે અન્યત્ર અનુસંધેય છે. ૩૦-૧૮ | દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરવા ઉપન્યસ્ત નવમા હૈતુનું નિરાકરણ કરાય છે आहारकथया हन्त, प्रमादः प्रतिबंधतः । तदभावे च नो भुक्त्या , श्रूयते सुमुनेरपि ॥३०-१९॥ “આહારકથાથી પ્રમાદ થાય છે તે વાત બરાબર છે પરંતુ પ્રતિબંધને(રાગને) લઈને તે પ્રમાદ થાય છે. અન્યથા પ્રતિબંધના અભાવમાં વાપરવાથી સારા (ભાવ) સાધુને પણ પ્રમાદ થતો નથી. તો શ્રી કેવલી પરમાત્માને તે ક્યાંથી

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58