Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 35
________________ જણાવ્યું છે... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૧૭ળી, ઉપર જણાવ્યા મુજબ શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ, અશાતાદનીયની ઉદીરણાના પ્રસંગના આપાદનથી દૂર કર્યો છે. તેથી વસ્તુતઃ તે દૂર થયો ન હોવાથી મિત્રભાવે તેના નિવારણ માટે જણાવાય છે उदीरणाख्यं करणं, प्रमादव्यङ्ग्यमत्र यत्,। तस्य तत्त्वमजानानः, खिद्यसे स्थूलया धिया ॥३०-१८॥ અહીં પ્રમાદથી જણાતું ઉદીરણા નામનું જે કરણ છે, તેનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે સ્કૂલબુદ્ધિથી વ્યર્થ ખેદ પામો છો.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્યંતર શક્તિવિશેષને કરણ કહેવાય છે. ઉદીરણા નામનું કરણ પ્રમાદથી અભિવ્યગ્ય(જાણવાયોગ્ય) છે. એ ઉદીરણાનું સ્વરૂપ જાણતા ન હોવાથી, માત્ર બાહ્ય ક્વલાહારાદિની થતી પ્રવૃત્તિને જોઈને સ્કૂલ બુદ્ધિથી તમે દિગંબરો નકામા ખેદ પામો છો. કારણ કે ઉદીરણાને ખેંચી લાવનાર પ્રમાદ છે, માત્ર બાહ્ય ક્રિયા નથી. માત્ર બાહ્ય ક્રિયાથી જ ઉદીરણા થતી હોય તો મનોયોગે અપ્રમત્ત ગુણસ્થાનકે યતિને પણ સુખનીPage Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58