Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
સ્થાને ઈર્ષ્યાપથના વિષયમાં તુલ્યયોગક્ષેમ છે. ‘‘ભગવાન શ્રી કેવલીપરમાત્માની વિહારાદિની પ્રવૃત્તિ સ્વાભાવિક છે, તેથી તેઓશ્રીને ઈર્યાપથનો પ્રસઙ્ગ આવતો નથી.’-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગમનાગમનાદિની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે એ કહી શકાય એવું નથી. દેખીતી રીતે એ બાધિત છે. પ્રત્યક્ષવિરોધિની એ કલ્પના અયુક્ત છે. પ્રમત્તોને જ ઈર્યાપથિકી વિરાધના કર્મબંધનું કારણ બને છે. કેવલીપરમાત્માને તો તે નિર્જરાનું કારણ બને છે... ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે.
દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરતાં ચોથા શ્લોકમાં અગિયારમા હેતુ તરીકે જણાવેલ ધ્યાન અને તપની ક્ષતિનું નિરાકરણ કરાય છે-અક્ષતે... ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે કેવલીપરમાત્માને ધ્યાન અને તપ સતત હોવાથી તેનો ભંગ ન થાય-એ માટે તેઓને કવલાહાર હોતો નથી. દિગંબરોનું એ થન અયુક્ત છે. કારણ કે શ્રી કેવલીભગવંતોને યોગનિરોધ અવસ્થામાં અને મોક્ષગમનના અવસરે ધ્યાન અને તપ હોય છે. તે વખતે તેઓશ્રી આહાર કરતા નથી. આહાર કરવાના કાળમાં ધ્યાન અને તપ તેઓશ્રીને હોતાં નથી. આથી સમજી શકાશે કે શ્રી કેવલજ્ઞાનીને ધ્યાન અને તપ નિત્ય હોતાં નથી. પરંતુ અંતિમ સમયે જ હોય છે. આમ છતાં ગમનાગમનાદિક્રિયાકાળમાં સ્વભાવમાં સમવસ્થિતિ સ્વરૂપ જ નિત્ય ૩૬ EVE
*********@00000000