Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 44
________________ પ્રત્યે કવલાહાર(ભોજન) કારણ છે-એ સમજી શકાય છે. પરંતુ તે દારિક શરીર, કેવલજ્ઞાનાકાલીન પરમૌદારિક શરીરથી ભિન્ન એવા શરીર સ્વરૂપ સમજવું જોઈએ. કેવલજ્ઞાનકાલીન પરમઔદારિક શરીર તો આહાર વિના જ લાંબા કાળ સુધી ટકી શકે છે.”-આ પ્રમાણેનું સ્થાન તદ્દન અયુક્ત છે. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શરીર અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછીનું શરીર ભિન્ન છે-એમ માનવામાં કોઈ પ્રમાણ નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિના કારણે જે કોઈ ફરક પડે છે તે આત્મામાં ફરક પડે છે. શરીરમાં તો કોઈ જ ફરક પડતો નથી. તેથી ઔદારિકશરીરસામાન્યની દીર્ઘકાલીન સ્થિતિ, કવલાહાર-પ્રયોજ્ય છે : એ સિદ્ધ થાય છે. “કેવલજ્ઞાનાકાલીન જે શરીર છે, તે પરમૌદારિક શરીરથી ભિન્ન છે. તાદશભિન્નત્વ(કેવલજ્ઞાનાકાલીનત્વ સ્વરૂપ પરમૌદારિક શરીરભિન્નત્વ) વિશિષ્ટ શરીરની દીર્ઘ સ્થિતિની પ્રત્યે કવલાહાર પ્રયોજક છે.'-આ રીતે તાદશભિન્નત્વ વિશેષણનું ઉપાદાન કરીને કવલાહારનું પ્રયોજ્યત્વ વિશિષ્ટ શરીરમાં માનવાનું પ્રામાણિક નથી. એમાં માત્ર પોતાની માન્યતાનો કદાગ્રહ છે. ૩૦-૨૩ પોતાના શરીરની દીર્ઘસ્થિતિને ટકાવવા માટે શ્રી કેવલીપરમાત્માએ વલાહાર કરવો જોઈએ : એનું સમર્થન 当当当当当当当当

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58