Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
દશમા હેતુનું નિરૂપણ કરાય છે
निद्रा नोत्पाद्यते भुक्त्या, दर्शनावरणं विना । ૩૫ાઘતે ન જ્જેન, ઇટો કૃત્પિન્ડમન્ના ||૩૦-૨૦ના
“દર્શનાવરણીયકર્મના ઉદય વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. માટીના પિંડ વિના દંડથી ઘડાની ઉત્પત્તિ થતી નથી.' -આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે કેવલીપરમાત્મા કવલાહાર કરે તો તેઓશ્રીને નિદ્રાની ઉત્પત્તિનો પ્રસઙ્ગ આવશે. દિગંબરોની એ વાત યુક્ત નથી. કારણ કે નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મનો ઉદય છે. ભોજન તો તેમાં નિમિત્તમાત્ર છે. શ્રી કેવલીપરમાત્માનું દર્શનાવરણીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી તેઓશ્રી વાપરે તોપણ તેઓશ્રીને નિદ્રાનો સંભવ જ નથી. કારણ કે કારણ વિના કાર્યનો સંભવ નથી. સામગ્રીથી સિદ્ધ થતું કાર્ય, સામચંતઃપાતી કોઈ એક કારણથી સિદ્ધ ન થાય-એ સ્પષ્ટ છે, ने ઉપર જણાવેલા ઉદાહરણથી સમજી શકાય છે.
1130-2011
કેવલીભગવંતો કવલાહાર કરે તો તેઓશ્રીને રસનેન્દ્રિયથી જન્ય એવા રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની પ્રાપ્તિનો પ્રસઙ્ગ આવશે. દશમા હેતુના નિરૂપણ વખતે 000000
NEET