Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
વિવરણમાં અન્યત્ર બીજી રીતે વર્ણન કરાયું છે. જિજ્ઞાસુઓએ એ વિષયમાં ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ.
૩૦-૧૪
સાતમા હેતુનું નિરાકરણ કરાય છેआहारादिप्रवृत्तिश्च, मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्यापि, भवितव्यं तदा तथा ॥३०-१५॥
“આહારાદિની પ્રવૃત્તિ જો મોહજન્ય માનવાનું ઈટ હોય તો દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય માનવી પડશે.'-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે દિગંબરોના જણાવ્યા મુજબ પરપ્રવૃત્તિમાત્ર મોહજન્ય છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહારને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યવિષયક(સંબંધી) હોવાથી તેમાં મોહજન્યત્વ માનવાનો પ્રસહ આવે. તેથી તે પ્રસનાં નિવારણ માટે કેવલીભગવંતો ક્વલાહાર કરતા નથી-એમ દિગંબરો માને છે. પરંતુ તે બરાબર નથી. બુદ્ધિપૂર્વકની બધી જ પ્રવૃત્તિઓ(પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિઓ)ને મોહજન્ય માનવામાં આવે તો દેશનાદિની પ્રવૃત્તિને પણ મોહજન્ય માનવાનો પ્રસવું આવશે. (શ્રી તીર્થંકરનામકર્માદિના ઉદયને કારણે દેશનાદિની પ્રવૃત્તિ થાય છે. તેથી તે જો મોહજન્ય નથી, તો અશાતાદિકર્મના
FilmFFFF
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58