Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 26
________________ આવે તો, તે કર્મોને ભવમાં રોકી રાખનારા (ભવોપગ્રાહી) કઈ રીતે કહેવાય ? આ વસ્તુ બુદ્ધિમાનોએ વિચારવી જોઈએ. ।।૩૦-૧૩|| હવે છઠ્ઠા હેતુનું નિરાકરણ કરાય છેइन्द्रियोद्भवताध्रौव्यं, बाह्ययोः सुखदुःखयोः । चित्रं पुनः श्रुतं हेतु:, कर्माध्यात्मिकयोस्तयोः || ३०-१४॥ “બાહ્ય સુખ અને દુ:ખમાં અવશ્ય ઈન્દ્રિયોદ્ભવતા (ઈન્દ્રિયાધીનતા) છે. પરંતુ આધ્યાત્મિક સુખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન કર્મ કારણ છે-એમ આગમમાં જણાવ્યું છે’આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્મા અતીન્દ્રિય હોવાથી તેઓશ્રી વલાહાર કરે તો તેઓશ્રીને ઈન્દ્રિયજન્ય સુખ-દુ:ખ માનવાનો પ્રસઙ્ગ આવશે-આ પ્રમાણે દિગંબરોનું કહેવું છે. તે અન્ને અહીં જણાવ્યું છે કે ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી સાપેક્ષ એવાં સુખ અને દુ:ખની પ્રત્યે ઈન્દ્રિયો અવશ્ય કારણ બને છે. અર્થાર્ એ સુખ-દુ:ખ અવશ્ય ઈન્દ્રિયથી જન્ય છે. પરંતુ એવાં બાહ્ય સુખ-દુ:ખથી ભિન્ન આધ્યાત્મિક સુખદુ:ખની પ્રત્યે તો ભિન્ન ભિન્ન પ્રકારનું કર્મ કારણ છે-એમ શાસ્ત્રમાં સંભળાય છે. (પ્રસિદ્ધ છે.) જેમ કે ક્યારેક બાહ્ય ચક્ષુ વગેરે ઈન્દ્રિયોનો ઉપયોગ ૨૧ E 保温暖 必厉送原必振Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58