Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 24
________________ હોવાથી પાપપ્રકૃતિઓની સત્તા માન્યા વિના ચાલે એવું નથી. રસઘાત થવાથી પાપપ્રકૃતિઓ જેમ નીરસ થવાથી અત્યંત અલ્પરસવાળી બને છે, તેમ સ્થિતિઘાત થવાથી તે પ્રકૃતિઓ સર્વથા ક્ષય પામતી નથી પરંતુ તદ્દન અલ્પસ્થિતિવાળી બને છે. તેથી તેના નિ:સ્થિતિકત્વનો પ્રસઙ્ગ યદ્યપિ આવતો નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, જે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે રસથાતાદિની વાત છે તે, તે ગુણસ્થાનકે બંધાતી પુરુષવેદ, સંજ્વલનના ચાર કષાય... ઈત્યાદિ અશુભ પ્રકૃતિઓને આશ્રયીને છે. કેવલી પરમાત્માને અશાતાનો બંધ જ ન હોવાથી અશાતાવેદનીય કર્મને દધ્રજ્જુસમાન માનવાની વાત જ રહેતી નથી... આ બધું કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલું છે. જિજ્ઞાસુઓએ તેના અધ્યયનથી એ સમજી લેવું. ચપિ શ્રી કેલિપરમાત્માનાં અશાતાવેદનીયાદિ અઘાતી કર્મોના રસાદિનો ઘાત અપૂર્વકરણાદિમાં થયો ન હોય તો, શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર પરમર્ષિએ ફરમાવ્યું છે કે “દગ્દરજ્જુસમાન ભવોપગ્રાહિ એવાં કર્મો અલ્પ હોવા છતાં કેવલજ્ઞાની ભગવંતો મુક્તિને પ્રાપ્ત કરતા નથી.'' એનો વિરોધ આવે છે; પરંતુ તે, ભવોપગ્રાહિ કર્મોની સ્થિતિને (બાકી રહેલી સ્થિતિને) આશ્રયીને જણાવ્યું છે. પરંતુ રસઘાતાદિની અપેક્ષાએ એ જણાવ્યું નથી. *********૯*****$$$

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58