Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 25
________________ અન્યથા ભવોપગ્રાહિકોંને રસથાતાદિની અપેક્ષાએ દુગ્ધરજ્જુસમાન જણાવવામાં આવે તો સૂત્રકૃત્ (સૂયગડાંગ) સૂત્રની વૃત્તિનો વિરોધ આવશે. કારણ કે ત્યાં ફરમાવ્યું છે કે-‘‘વેદનીયકર્મને જે દુગ્ધરજ્જુસમાન વર્ણવાય છે તે બરાબર નથી. કારણ કે આગમમાં શ્રી દેવલી પરમાત્માને અત્યંત શાતાનો ઉદય જણાવ્યો છે. યુક્તિથી પણ એ સસ્કૃત છે. ઘાતિકર્મના ક્ષયથી તેઓશ્રીને જ્ઞાનાદિ-ગુણો પ્રાપ્ત થાય છે. ત્યારે વેદનીયકર્મનો ઉદય હોવાથી ક્ષુધાપિપાસા કેમ ન થાય ? જ્ઞાનને અને વેદનીય-જન્ય સુધા વગેરેને તડકો અને છાયા અથવા ભાવ અને અભાવની જેમ વિરોધ નથી. શાતા અને અશાતા અંતર્મુહૂર્તમાં પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી શ્રી કેવલીપરમાત્માને જેમ શાતાનો ઉદય છે તેમ અશાતાનો પણ ઉદય હોય છે. તેથી અનંતવીર્ય હોવા છતાં કેવલીભગવંતને ક્ષુધાવેદનીયકર્મના ઉદયથી પીડા થાય છે જ. આવશ્યકસૂત્રની નિયુક્તિમાં ‘અશાતાદિકર્મની પ્રકૃતિઓ દુ:ખદાયિની નથી.’-આ પ્રમાણે જે વર્ણવ્યું છે, તેનો આશય એ છે કે-શ્રી કેવલજ્ઞાની પરમાત્માને ઘાતિકર્મથી (ઘાતિકર્મના ઉદયથી) ઉત્પન્ન થનારાં ઘણાં દુ:ખોનો વિલય થયો હોવાથી બીજા અલ્પ દુ:ખની વિવક્ષા કરી નથી. અન્યથા શ્રી કેવલીભગવંતના અઘાતી અશાતાવેદનીયકર્મ વગેરે દુગ્ધરજ્જુસમાન છે, તેથી પોતાના વિપાકને દર્શાવવા તે સમર્થ નથી...' ઈત્યાદિ માનવામાં 100000000 કા २० 温温暖

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58