Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 21
________________ ગુણોથી સત છે. સુધાદિ તેનો બાધ કરતા નથી. પૂર્ણ સુખ તો મોક્ષમાં જ છે.”-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે કેવલી કવલાહાર કરે તો તેની પૂર્વે અવશ્ય સુધાદિની વેદનાનો ઉદ્ભવ થશે અને તેથી તેઓશ્રીના અનંતસુખનો બાધ થશે. એ અંગે જણાવવાનું કે શ્રીકેવલી પરમાત્માનું અનંતસુખ, અનંતજ્ઞાનમય થવાથી અનંતજ્ઞાનથી સખત છે. તેને અને જ્ઞાનને બંન્નેને છૂટાં પાડવાનું હવે શક્ય નથી. અજ્ઞાનાદિજન્ય જે દુઃખ હતું તેની નિવૃત્તિ થવાથી સુધા-પિપાસાદિ અનંતસુખનાં બાધક બનતાં નથી.. “સુધાદિ કર્મજન્ય હોવાથી અનંતજ્ઞાનસપુત સુખનો બાધ કરે છે એમ માનવામાં આવે તો કેવલપરમાત્મા વાપરે કે ન પણ વાપરે, તોય કોઈ ફરક પડે એમ નથી. કારણ કે કર્મમાત્ર પરિણામે દુ:ખનું જ કારણ હોવાથી પંચેન્દ્રિય જાતિ, મનુષ્યનું આયુષ્ય, ઉચ્ચગોત્ર અને શાતાવેદનીય વગેરે કર્મના ઉદયથી અનંતસુખત્વનો વિરોધ તો થઈ જ જશે. તેથી ઉપર જણાવ્યા મુજબ શ્રીવલીપરમાત્માનું અનંતસુખ અનંતજ્ઞાનસંગત હોવાથી કર્મજન્ય સુધાદિભાવો તેના બાધક થતા નથી. પોતાના અભાવમાં નિયત હોનારા સુખના જ, સુધાદિ દોષો બાધક બને છે. પરિપૂર્ણ સુખ તો મોક્ષમાં છે. કારણ કે સકળ કર્મનો ક્ષય, પરિપૂર્ણ સુખનું કારણ છે; જે મોક્ષમાં જ ઉપપન્ન છે... એ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58