Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 19
________________ ઈષ્ટ હોય તો તાદશકૃતકૃત્યત્વ તો કેવલીપરમાત્મામાં તેઓશ્રી - વલાહાર કરે તો પણ અક્ષત જ છે. આ વાત લગભગ જણાવી દીધી છે. ૩૦-લા 1 1 0 ત્રીજા હેતુનું નિરાકરણ કરાય છેआहारसंज्ञा चाहारतृष्णाख्या न मुनेरपि । किं पुनस्तदभावेन, स्वामिनो भुक्तिबाधनम् ॥३०-१०॥ “ખાવાની તૃષ્ણા નામની આહાર સંજ્ઞા તો મુનિ ભગવંતોને પણ હોતી નથી, તો પછી તે આહાર સંજ્ઞાથી રહિત એવા શ્રી કેવલી પરમાત્માને ભોજન કરવામાં કયો દોષ છે ?'-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે મોહનીયકર્મથી અભિવ્યક્ત થનારું ચૈતન્ય જ “સંજ્ઞા'પદનો અર્થ છે. તેથી ખાવાની તૃષ્ણાને જ આહાર સંજ્ઞા તરીકે ઓળખાય છે. એવી આહાર સંજ્ઞા ભાવસાધુને પણ હોતી નથી, તો પછી તેના (આહારસંજ્ઞાના) અભાવથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓને વાપરવામાં ક્યો દોષ છે ? કારણ કે આહારસંજ્ઞા ન હોવાથી ભાવસાધુઓ વાપરે છે તો તેમને કોઈ દોષ નથી તેમ આહારસંજ્ઞાનો અભાવ હોવાથી શ્રી કેવલજ્ઞાનીઓને પણ કવલાહાર કરવામાં કોઈ દોષ નથી... આથી સમજી શકાશે કે આહાર ( ૧૪ )

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58