Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 18
________________ घातिकर्मक्षयादेवाक्षता च कृतकृत्यता । तदभावेऽपि नो बाधा, भवोपग्राहिकर्मभिः ॥३०-९॥ ઘાતિકના ક્ષયથી જ કૃતકૃત્યતા અક્ષત છે. ભવોપગ્રાહિ અઘાતિકર્મોના કારણે કૃતકૃત્યત્વનો અભાવ હોય તો ય કોઈ દોષ નથી.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પૂર્વે દિગંબરોએ જણાવ્યું હતું કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કરવો પડે તો તેઓશ્રીમાં સર્વથા કૃતકૃત્યત્વ(કૃતાર્થત્વ) માની શકાશે નહિ. તેથી કૃતકૃત્યત્વની અનુપપત્તિના ભયથી તેઓશ્રીને વલાહારનો અભાવ હોય છે. એના જવાબમાં અહીં જણાવાયું છે કે શ્રી કેવલી પરમાત્માનાં ઘાતિકર્મોનો ક્ષય થયો હોવાથી જ તેઓમાં કૃતકૃત્યત્વ અક્ષત છે અને ભવોપચાહિકના ઉદયના કારણે કવલાહારની પ્રવૃત્તિ વગેરેથી કૃતકૃત્યત્વનો અભાવ હોય તો પણ કોઈ દોષ નથી. કારણ કે શ્રી કેવલપરમાત્મામાં સર્વથા કૃતકૃત્યત્વ મનાતું નથી. સર્વથા કૃતકૃત્યત્વ શ્રી સિદ્ધપરમાત્માઓમાં જ મનાય છે. મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયો હોવાથી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવા છતાં, મોક્ષસ્વરૂપ ઉપાદેયની પ્રાપ્તિ સયોગિકેવલિત્વના કાળમાં કોઈ પણ રીતે થવાની નથી. રાગાદિદોષોના અભાવરૂપ જ સર્વથા કૃતકૃત્યત્વ માનવાનું ૧ ૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58