Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 10
________________ વેદનીયકર્મની ઉદીરણા ન હોવાથી અને આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ થતો હોવાથી (શ્રી કેવલીપરમાત્માઓ વલાહાર(ભોજન) કરતા નથી.)-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોહનીય કર્મના ઉદયથી પરદ્રવ્યના ગ્રહણાદિની પ્રવૃત્તિ થાય છે. શ્રી કેવલજ્ઞાનીઓએ સર્વથા મોહનીયકર્મનો ક્ષય કર્યો હોવાથી મોહના અભાવમાં તેઓશ્રી આહારાદિ પરદ્રવ્ય (સ્વભિઋદ્રવ્ય) ગ્રહણ કરી શકે નહિ. અન્યથા તેઓશ્રી આહારાદિનું ગ્રહણ કરે તો તેઓશ્રીને મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરનારા માની શકાશે નહિ. તેથી સર્વથા મોહનો ક્ષય કરનારા શ્રી કેવલીભગવંતો વલાહાર કરતા નથી. તેમ જ શ્રી કેવલીપરમાત્મા ક્ષુધાને દૂર કરવા વલાહાર કરે તો ત્યારે શાતાવેદનીયકર્મની ઉદીરણાને માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સાતમા ગુણસ્થાનકે જ તે ઉદીરણાની નિવૃત્તિ થાય છે. તેથી તે પ્રસંગનું નિવારણ કરવા માટે શ્રી કેવલજ્ઞાનીભગવંતો વલાહાર કરતા નથી. આહાર વાપરવાથી શાતાવેદનીયકર્મની ઉદીરણા થાય છે. આવી જ રીતે જ્યાં આહારની કથા(ભકતકથા) પણ અત્યંત પ્રમાદનું કારણ મનાય છે, ત્યારે આહાર તો સુતરાં પ્રમાદનું કારણ છે-એ સમજી શકાય છે. તેથી જ શ્રી કેવલીપરમાત્મા, અત્યંત પ્રમાદના કારણભૂત કવલાહારને વાપરતા નથી. અન્યથા તેઓશ્રીને અત્યંત પ્રમાદનો પ્રસઙ્ગ ૫ HEL

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58