Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 13
________________ ઔદારિક શરીર હોવાથી ભોજન લીધા વિના પણ ટકી શકવાના સ્વભાવવાળું હોવાથી તેને ટકાવવા કેવલજ્ઞાનીઓએ કવલાહાર લેવાની આવશ્યકતા નથી. તેથી શરીરની ચિરકાળસ્થિતિ માટે કેવલીપરમાત્માના કવલાહારની કલ્પના કરવાની વાત ઉચિત નથી. ૧૩૦-૪૫ શ્રી કેવલીપરમાત્માના કવલાહારના અભાવનું જ બીજા હેતુઓ દ્વારા સમર્થન કરાય છે परोपकारहानेश्च, पुरीषादिजुगुप्सया । व्याध्युत्पत्तेश्च भगवान्, भुङ्क्ते नेति दिगम्बराः || ३० - ५ || “પરોપકારની હાનિ થાય, સ્થંડિલાદિના કારણે જુગુપ્સા થાય અને રોગની ઉત્પત્તિ થાય; તેથી તેના નિવારણ માટે કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-એમ દિગંબરો કહે છે’-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી કેવલીપરમાત્મા સદા પરોપકાર કરવાના સ્વભાવવાળા છે. જો તેઓશ્રી ભોજન કરે તો તે વખતે ધર્મદેશનાનો અવરોધ થાય છે. તેથી પરોપકારનો વ્યાઘાત થશે, જે તેઓશ્રી માટે ઉચિત નથી. તેથી ડેવલીપરમાત્મા વલાહાર કરતા નથી. તેમ જ આ રીતે વલાહાર વાપરે તો વાપરનારને સ્થંડિલાદિ માટે અવશ્ય જવું પડે, જે જુગુપ્સાજનક છે. તેથી કેવલજ્ઞાનીઓ વાપરતા જે XDDDDDDDD LIKEE

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58