Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
અને ઈર્યાપથ(પ્રતિક્રમણ)નો પણ સંગ્રહ કરવાનો છે. આશય એ છે કે કવલાહારનું જ્યારે પણ ગ્રહણ કરીએ છીએ ત્યારે તેના રસાદિનું રસનેન્દ્રિયથી જ્ઞાન થાય છે, જે મતિજ્ઞાનસ્વરૂપ સાયોપથમિક જ્ઞાન છે. ઘાતિકર્મોનો ક્ષય કર્યો હોવાથી કેવલજ્ઞાની મહાત્માઓને મતિજ્ઞાન હોતું નથી. તેઓશ્રી જો કવલાહાર કરે તો તેઓશ્રીને રાસનમતિજ્ઞાન હોય છે-એમ માનવાનો પ્રસવું આવે. તેથી કેવલી પરમાત્માને કવલાહાર હોતો નથી-એમ મનાય છે. તેમ જ છવસ્થ પ્રત્યયિક મતિજ્ઞાનાદિ થાય એટલે વિષયના ઈષ્ટતાદિના જ્ઞાનથી થયેલા કર્મબંધના કારણે પ્રતિક્રમગાદિનો પણ પ્રસંગ આવશે. તેથી કેવલીપરમાત્માને વલાહાર મનાતો નથી.
બીજું કેવલીભગવંતો ભોજન કરે તો તે કારણે ધ્યાન અને તપમાં ખંડ પડે. કેવલજ્ઞાનીઓને સદાને માટે ધ્યાન અને તપ હોય છે. તેથી તેમાં હાનિ ન થાય : એ માટે શ્રી કેવલીપરમાત્માને ભોજનનો અભાવ હોય છે.
“કેવલી પરમાત્મા કવલાહાર ન કરે તો જેમને નવમા વર્ષે કેવલજ્ઞાન થયું હોય અને એક કરોડ વર્ષ પૂર્વનું તેમનું આયુષ્ય હોય તો, આટલા લાંબા સમય સુધી આહાર વિના કેવી રીતે શરીર ટકે ? શરીરને ટકાવવા માટે કેવલી પરમાત્માએ આહાર વાપરવો જોઈએ.'-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે કેવલજ્ઞાનીઓનું શરીર શ્રેષ્ઠકોટિનું