________________
વીરભક્તામર
હું શ્રીધર્મવર્ણનવૃતકર્યાં છે; પરંતુ જે ભવમાં જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારથી તેના ભવ ગણાય છે. "કેમકે સમ્યક્ત્વરૂપી બીજની પ્રાપ્તિ વિના તે પૂર્વેના અન્ય ભવરૂપી ભ્રમણાએ શૂન્યજ છે. વિશેષમાં આ સત્તાવીસ ભવાથી માટા ભવા સમજવાના છે; કેમકે વચ્ચે વચ્ચે બીજા ભવા પણ થયેલા છે, પરંતુ તે મહત્વના નહિ હાવાથી અત્ર તેની ગણના કરવામાં આવી નથી. ઉપર્યુક્ત સત્તાવીસ ભવે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર તેમજ સુખાધિકા પ્રમાણે નીચે મુજબ છેઃ—
( ૧ ) નયસાર, ( ૨ ) સૌધર્મવાસી દેવ, (૩) મરીચિ, ( ૪ ) બ્રહ્મલેકવાસી દેવ, ( ૫ ) કૌશિક ( બ્રાહ્મણ ) ( ભવ-ભ્રમણ ), ( ૬ ) પુષ્પમિત્ર, ( ૭ ) સૌધર્મવાસી દેવ, ( ૮ ) અગ્નિઘોત ( બ્રાહ્મણ ), ( ૯ ) ઈશાનવાસી દેવ, ( ૧૦ ) અગ્નિભૂતિ ( બ્રાહ્મણ ), ( ૧૧ ) સનત્કુમારવાસી દેવ, ( ૧૨ ) ભારદ્વાજ (બ્રાહ્મણ), ( ૧૩) માહેન્દ્રવાસી દેવ (ભવ-ભ્રમણુ), ( ૧૪ ) સ્થાવર ( બ્રાહ્મણ ), ( ૧૫ ) બ્રહ્મલાકવાસી દેવ, ( ૧૬ ) વિશ્વભૂતિ ( ક્ષત્રિય ), ( ૧૭ ) મહાશુક્ર દેવલાકમાં દેવ, ( ૧૮ ) ત્રિપૃષ્ઠ ( વાસુદેવ ), ( ૧૯ ) સાતમી નરકમાં નારકી, ( ૨૦ ) સિંહ, ( ૨૧ ) ચેાથી નરકમાં નારકી ( ભવ-ભ્રમણ ), ( ૧૨ ) મનુષ્ય, ( ૩ ) પ્રિયમિત્ર ( ચક્રવર્તી ), (૨૪) મહાશુક દેવલાકમાં દેવ, (૨૫) નંદન, (૨૬) પ્રાણત દેવલાકવાસી દેવ અને (૨૭) મહાવીર.
આ સબંધમાં નીચેની ગાથાએ વિચારવા જેવી છે.
"गामाविकखग १ सोहम्म २ मरिइ ३ पण कप्प ४ को सिय ५ सुहम्मे ६ | मरिऊण पुस्तमित्ते ७ सोहम्मे ८ ग्गिजोय ९ ईसा १० ॥ अग्भूिई ११ तियकप्पे १२ भारद्दाए १३ महिंद १४ संसारे । थावरय १५ बंभिभव १६ विस्सभूइ १७ सुके य १८ विट्ठ १२ ॥ अपइट्ठाणे २० सीहे २१ नरप २२ भमिऊण चक्कि वियमित्ते २३ ॥ सुक्के २४ नंदण नरवर २५ पाणयकप्पे २६ महावीरो २७ ॥ —શ્રીવિચારસાર-પ્રકરણ, ગાથાંક ૭૬-૭૯ આ સંબંધમાં આવશ્યક–નિયુક્તિની ૪૪૦-૪૫૭ સુધીની ગાથાઓ પણ જોવા જેવી છે. ભરત નરેશ્વર~~~
આ અવસર્પિણી કાલમાં ઉત્પન્ન થયેલા પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવના ભરત નરેશ્વર પુત્ર થાય છે. નાભિ અને મરૂ એ તેમનાં દાદાદાદીનાં નામેા છે, જ્યારે તેમની માતુશ્રીનું નામ તેા સુમ
૧ સમ્યક્ત્વ ’ એટલે ‘ યથાર્થ શ્રદ્ધાન. ' વાસ્તવિક દેવને વિષે દેવત્વની બુદ્ધિ, ખરેખરા ગુરૂને વિષે
ગુરૂત્વની બુદ્ધિ અને સાચા ધર્મને વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે ‘ સમ્યક્ત્વ ' છે.
૨ સંસ્કૃત-છાયા—
.
૮ ગ્રામવીક્ષાઃ સૌધર્મઃ મૌલિક ધમ~: સૌચિત્રઃ સૌધર્મઃ । मृत्वा पुष्पमित्रः सौधर्मः अग्निज्योतिः ईशानः ॥ अनभूतिः तृतीयकल्पः भारद्वाजः माहेन्द्रः संसारः । स्थावरश्च ब्रह्मभवः विश्वभूतिः शुक्रे त्रिपृष्ठः ॥ अप्रतिष्ठानः सिंहः नरके भ्रान्त्वा चक्री प्रियमित्रः । शुक्रे नन्दन: नरपतिः प्राणतकल्पे महावीरः ॥
',
૩ આ પ્રથમ જિનેશ્વરના પિતાશ્રીના જીવનની સ્થૂલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકા (૫૦ ૮–૯ ) માં આલેખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org