Book Title: Kalapurna Sanskar Shibir
Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji
Publisher: Kalapurna Sanskar Shibir

View full book text
Previous | Next

Page 10
________________ શિબિરનો કોર્સ રૂપે તયાર થયેલ આ બુકનો લોકો દ્વારા અદભૂત પ્રતિસાદ-પ્રતિભાવ છેલ્લા ત્રણ વર્ષથી મળી રહ્યો છે. વર્તમાન સમયની લોકોની માંગ ને ધ્યાનમાં રાખી જીવનમાં ઉપયોગી અને જરૂરી એવું પ્રાથમિક-પાયાનું જ્ઞાન એક જ બુકમાં મળે એ હેતુથી ચિત્તપ્રસન્નતા વિગેરે ૭ વિભાગમાં અલગ અલગ વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે. - પશ્ચિમ પરસ્ત રહેણી-કરણીમાં સંયુક્ત-કુટુંબો તૂટતા વડદાદા, દાદી, વડિલો તરફથી મળતાં પારંપારિક રીત-રિવાજો, જીવનઘડતર, “નૈતિકમુલ્યો ભૂલાતાં જાય છે, ત્યારે નવરાશની પળોમાં આ બુક એક ઉત્તમ વડિલ, મિત્ર, સલાહકાર રૂપે સત્સંગની ગરજ સારશે.. કેમ ભૂલાય ... ! જીવનના પ્રત્યેક પ્રસંગે મંગલ આશિર્વાદ વરસાવતાં ભવોદધિતારક પરમશ્રદ્ધે ય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાનાં ઉપકારોને...! વર્તમાન ગચ્છાધિપતિ મધુરભાષી પૂ. આ. કલાપ્રભસૂરીશ્વજી મ. સા. ની અમીદ્રષ્ટિને, સદા નિઃસ્પૃહી, નિખાલસ સ્વભાવી ૫. કલ્પતરુવિજયજી મ. સા. ની કૃપાને... જીવનની પ્રત્યેક પળે અવિરત વરસી રહી છે કૃપા જેની, એવા મારા પરમઉપકારી ગુરૂમાતા શ્રી ચન્દ્રોદયાશ્રીજી મ. સા. ના ઉપકારોને...! અપ્રમત્ત વડિલશ્રી ચન્દ્રરેખાશ્રીજી મ. સા. નાં ઉપકારોને. જીવનની પ્રતિક્ષણે હામ - હિમ્મત - પ્રેરકબળ પૂરનારા સતત સહકાર આપનારા મારી માતા તુલ્ય પ્રશાંતસ્વભાવી પૂ. ચિત્તપ્રસન્નાશ્રીજી મ. સા. ના ઉપકારોને...! મને સતત અનુકુળ રહી વૈયાવચ્ચ ભક્તિ દ્વારા પ્રસન્ન રાખનારા શિષ્યવૃંદ સા. ચિંતનપૂર્ણાશ્રીજી, સા. ચિંતનપ્રિયાશ્રીજી, સા. ભક્તિપ્રિયાશ્રીજી, સા. ચિદ્રુપાશ્રીજીનાં સહયોગને...! દાતાઓએ ઉદારતાથી આપેલા આર્થિક સહકારને.... પારસ પ્રિટર્સ, લક્ષ્મીચંદભાઈ, દિલીપભાઈનો, વિષયોને અનુરૂપ ચિત્રો-ગ્રાફ સેટીંગ, મુફ કરેકશન વિગેરે ખૂબ જહેમત ઉઠાવી બુકને સમયસર તૈયારી કરી આપવાનાં સહકારને.. આ પુસ્તકમાં અલ્પબુદ્ધિ કે પ્રેસદોષથી કોઈપણ ત્રુટી રહી ગઈ હોય તો તે બદલ ક્ષમા માંગુ છું. ૦ સા. ચિત્તરંજનાશ્રી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 298