Book Title: Kalapurna Sanskar Shibir Author(s): Chittaprasannashreeji, Chittaranjanashreeji Publisher: Kalapurna Sanskar Shibir View full book textPage 8
________________ | શ્રી અહત નમઃ | // શ્રી પદ્મ-જીત-હીર-કનક-કંચન-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિ ગુરુભ્યો નમઃ | મંગલ-મનીષા પરમ તારક શ્રી અરિહંતદેવોએ સ્થાપેલા શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાં સાધ્વીની જેમ શ્રાવિકાનું પણ આગવું સ્થાન છે. આવું મહત્ત્વપૂર્ણ અંગ ઉપેક્ષિત રહે તે કોઈ પણ રીતે પાલવે નહિં. ‘જે કર ઝુલાવે પારણું તે વિશ્વ પર શાસન કરે'' આવું કહેનારા કવિએ આટલી પંક્તિમાં ઘણું ઘણું કહી દીધું છે. કોઈ પણ મહાપુરુષ આખરે તો માતાના પારણામાં જ ઝૂલેલા હોય છે ને ? એ માતા પોતે જ સંસ્કાર-હીન હશે તો બાળકમાં સંસ્કાર ક્યાંથી આવશે ? આજના બાળ-બાલિકાઓ એવા વાતાવરણમાં ઊછરી રહૃાા છે કે જ્યાં તન અને મન પ્રદૂષિત બન્યા વિના ભાગ્યે જ રહે. આવા સમયે બાળકની જેમ બાલિકાઓમાં પણ સંસ્કારોનું આદાન અત્યંત આવશ્યક છે. અપેક્ષાએ બાળક કરતાં બાલિકા સંસ્કારી હોય તે વધુ જરૂરી છે, કારણ કે એ સાધ્વી ન બને તો પણ જ્યાં જશે ત્યાં બહેન, પત્ની, માતા, દાદી વગેરેના સ્વરૂપો તેણીએ ધારણ કરવાના જ રહે છે. એ જો સંસ્કારી શ્રાવિકા બનશે તો ઘરનું વાતાવારણ ધર્મની સુગંધથી મહેકી ઉઠશે. અનુપમા દેવી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારના કાળ કરતાં આજના કાળે આવી સેંકડો અનુપમા દેવીઓની જરૂર છે. | શિબિરના કોર્સ-રૂપ પ્રસ્તુત પુસ્તકમાં સંક્ષેપમાં ઘણું સંગૃહીત થયેલું છે. સામાન્ય જૈન તત્ત્વજ્ઞાન, ગુરૂવંદનાદિ, વિધિ-જ્ઞાન, ભક્ષ્ય-અભક્ષ્ય જ્ઞાન, જૈન ઈતિહાસ વગેરે વગેરેમાં ઘણું વણી લેવામાં આવ્યું છે. ખાસ કરીને ઈતિહાસની માહિતી ધ્યાન ખેંચે તેવી છે. ભગવાન મહાવીરસ્વામીથી માંડીને આજ સુધીની પટ્ટાવલીની સાથે મહત્ત્વની ઘટનાઓ નોંધીને સંગ્રહને ખૂબ જ મૂલ્યવાન બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને આજની પેઢી, જે જૈન ઈતિહાસથી મોટાભાગે અજ્ઞાત છે, તેને ખૂબ જ ઉપયોગી બનશે. જે ઈતિહાસ ન જાણે તે ભાવિનું નિર્માણ ન કરી શકે, એમ ચિન્તકોએ કહ્યાં છે. જે વૃક્ષના મૂળ ધરતીમાં ઊંડા ન હોય, તે વૃક્ષની ડાળીઓ આકાશમાં ઊંચે જઈ ન શકે. ઇતિહાસ આપણું મૂળ છે. ભવિષ્ય આપણું આકાશ છે. ભવિષ્યના આકાશમાં છલાંગ મારવી હશે તો ભૂતકાળની જમીનમાં ઊંડે જવું જ પડશે. ઈતિહાસ જ્ઞાન વગેરે અનેક દષ્ટિએ આ પુસ્તક જૈન ધર્મનું પાયાનું જ્ઞાન-આચાર ભણવામાં ઉપયોગી થઈ પડશે, એ નિઃશંક છે. આવી શિબિરોના માધ્યમથી બાલિકાઓ વધુ ને વધુ સંસ્કાર-મંડિત બને અને પ્રભુ શાસનને પ્રકાશિત કરતી રહે.. એ જ મંગલ મનીષા. વિ. સં. ૨૦૬૧, ફા.વિ. ૪, (R&મંગળવાર, તા ૨૯-૩-૨૦૦૫ મુંબઈ (ગોરેગામ) જવાહર નગર કરી. –પં. મુક્તિચન્દ્રવિજય ગણિ –પં. મુનિચન્દ્રવિજય ગણિ | BALDOPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 298