Book Title: Kala Etle Shu Author(s): Maganbhai Prabhudas Desai Publisher: Parivar Prakashan Sahkari Mandir View full book textPage 5
________________ પછી આપ્યાં છે. આ બે વસ્તુઓ મળીને, કળા વિશે ગાંધીજી અને ટૉસ્ટૉયના વિચારો ટૂંકમાં રજૂ કરે છે. એટલે તે ભાગ અલગ પુસ્તક રૂપે અપાય, તે તે નાની ચોપડી કિંમતમાં ઓછી પડે, અને વાચકને આ મોટા પુસ્તકનો સાર એમાંથી મળી રહે. તેથી એ અલગ છપાવવાની સૂચના “પરિવાર પ્રકાશને સ્વીકારી છે, એ આનંદની વાત છે. આ પુનર્મુદ્રણને નિમિત્તે અનુવાદ સહેજે, પૂફ રૂપે ફરી જોવાનું થયું; તેથી કલા વિષેનું જે ભવ્ય દર્શન અને સચોટ સમર્થન ટૉલ્સ્ટૉયે એમાં રજૂ કર્યું છે, એની છાપ મનમાં ફરી તાજી થઈ. કલામીમાંસાના સાહિત્યમાં ટોલ્સ્ટૉયનું આ દર્શન અમર વસ્તુ છે. ગુજરાતી વાચકોને ફરી તે ત્વરાભેર આપી શકાયું, તેથી આનંદ થાય છે. કેટલાંક વર્ષો તે મળી ન શકર્યું, તે માટે વાચકોની ક્ષમા માગી, આ પુનર્મુદ્રણ હવે બહાર પાડી કૃતાર્થ થાઉં છું. ૧૮-૮-૬૬ મગનભાઈ દેસાઈPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278