________________
પછી આપ્યાં છે. આ બે વસ્તુઓ મળીને, કળા વિશે ગાંધીજી અને ટૉસ્ટૉયના વિચારો ટૂંકમાં રજૂ કરે છે. એટલે તે ભાગ અલગ પુસ્તક રૂપે અપાય, તે તે નાની ચોપડી કિંમતમાં ઓછી પડે, અને વાચકને આ મોટા પુસ્તકનો સાર એમાંથી મળી રહે. તેથી એ અલગ છપાવવાની સૂચના “પરિવાર પ્રકાશને સ્વીકારી છે, એ આનંદની વાત છે.
આ પુનર્મુદ્રણને નિમિત્તે અનુવાદ સહેજે, પૂફ રૂપે ફરી જોવાનું થયું; તેથી કલા વિષેનું જે ભવ્ય દર્શન અને સચોટ સમર્થન ટૉલ્સ્ટૉયે એમાં રજૂ કર્યું છે, એની છાપ મનમાં ફરી તાજી થઈ. કલામીમાંસાના સાહિત્યમાં ટોલ્સ્ટૉયનું આ દર્શન અમર વસ્તુ છે. ગુજરાતી વાચકોને ફરી તે ત્વરાભેર આપી શકાયું, તેથી આનંદ થાય છે. કેટલાંક વર્ષો તે મળી ન શકર્યું, તે માટે વાચકોની ક્ષમા માગી, આ પુનર્મુદ્રણ હવે બહાર પાડી કૃતાર્થ થાઉં છું. ૧૮-૮-૬૬
મગનભાઈ દેસાઈ