________________
જિનભક્તિહાવિંશિકા/પ્રાસ્તાવિક
મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિત પ્રવરશ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રફસંશોધનના કાર્યમાં શ્રતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દષ્ટિ રત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
‘ધાર્નાિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું.
પ્રાંતે તીર્થંકરના મુખકમળમાંથી વિસ્તૃત થયેલ, સર્વજંતુહિતકારિણી, વાણીરૂપી અગાધ સાગરમાંથી ઉદ્ધત થયેલા મોતીતુલ્ય વર્તમાન શ્રતગ્રંથોના અપાર રહસ્યોને સદુહણા અને પરમ રુચિપૂર્વક જીવનમાં યત્કિંચિત્ આત્મસાત્ કરીએ. જગતમાં અપ્રતિમ એવા આ મહાશાસ્ત્રનું ઋણ અદા કરવા જીવનભર જિનવચનની અવિચલ નિષ્ઠાને ધારણ કરીએ તોપણ આ કલિકાળના વિષમ સંયોગો વચ્ચે પણ આપણા આત્મા માટે મહાભીષણ ભવચક્રના અંતનો પાયો સર્જાયા વિના નહીં રહે.
આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી પૂર્ણ જિનભક્તિ કરવાના મનોરથ કરતી હું તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org