Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ ] જેન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી મરણ પ્રમાણ વિષેષ છે અર્થાત અન્ય સુધરેલા દેશો કરતાં હિંદુસ્તાન સામાન્ય રીતે સુધારા વધારામાં તે દેશની પ્રજા જે તળ ઉપર ઉભી રહી છે તેના ઉપર ઉભા રહેવાને બદલે તેની નીચેના તળ ઉપરની જગ્યા રોકે છે. આવી ઉતરતી પંકિતમાં મુકાયેલ હિંદુસ્તાનમાં પણ બીજી કેમોની સરખામણીમાં જેન કામ ઉતરત દરજજો ભગવતી હોય એવું તેના મરણ પ્રમાણના આંકડા ઉપરથી સાબીત થાય છે. દાખલા તરીકે મુંબાઈના જન્મ મરણના આંકડાઓ તપાસીશું તે દ્રષ્ટિગોચર થશે કે જેનોમાં ચૈતન્ય (Vitality ) એટલું ઓછું છે કે જીંદગી ની વ્યતીત કરવાની જે સામાન્ય મુદત છે તેમાં ભંગાણ પડે છે ને તેને લઇને જૈન કેમને કેટલું મોટું જોખમ આર્થીક દ્રષ્ટિએ ખેડવું પડે છે તેને વિચાર આપણા હૃદયને મુંઝવણમાં નાંખી દે છે. બીજી કોમોની સરખામણીમાં મરણ પ્રમાણ આપણામાં જે વિશેષ છે તેણે ઘણી જ ભયંકર અસર કરી છે ને તેને માટે અગાઉથી સવેળા ચેતી ચાંપતા ઉપાયે નહિ ચોજીએ તે ભવિષ્યમાં આપણી કોમ અગતિના કીનારા ઉપર અથડાઇ ગરીબાઈની સ્થિતિમાં મુકાયેલી પિતાને જોશે. આપણી હાલની વસ્તી જે તેર લાખના આંકડાથી લેખાય છે તેનું એક મોટું કારણ તે મને એમ લાગે છે કે જેનોનું મોટું મરણ પ્રમાણુ દુનીયાના સુધરેલા દેશો તપાસશો તે માલમ પડશે કે તેઓની વસ્તી કુદકને ભુસકે એટલી વધે છે કે દર પંદર વરસે તેઓ પિતાને બમણ થએલોય છે. આપણી કેમના જન્મેલા બાળકો જે જન્મીને યુવાવસ્થા પ્રાપ્ત કરી કુદરતના નિયમને અનુસરી વૃદ્ધાવસ્થા સુધી જઈ શકતા હોય તે આપણને ખાત્રી રહે છે કે આપણામાં કોમહિતમાં ભાગ લેવાને તેર લાખની ગણત્રી કરી શકીએ તેને બદલે તેર કોડ હોઈ શકે. જે બાળકે જન્મી થોડી યા વધુ મુદત સુધી દુનીયાને પવને ખાઈને પોતાની જીંદગીને કપાઈ ગયેલી જોય છે તે તેની માબાપની બેદરકારીની ગેર હાજરીમાં વધુ વખત જીવવા પામતાં હતા તે કોમમાં એટલા કામ કરનારા તથા શાશનને શોભાવનારા વધુ હોવાનું માન જૈન ધર્મ અત્યારે ભોગવી શકતો હોત. જે કોમ વધુ વસ્તી ધરાવાને દાવો કરતી હોય તે કેમ પિતાને કેળવાયેલી સ્થિતિમાં મુકીને ઓછી વસ્તી ધરાવતી હોય તેના પ્રમાણમાં વધુ પિસા પેદા કરી–વધુ આત્મભોગ-વધુ સખાવતી સ્વભાવ દાખવી કોમને સારા મોભા ઉપર મુકી શકે. આ સારે વિચાર વાંચનારના મનમાં એક પેઢીને દાખલો લેવાથી સુતર થઈ પડશે. એક ઝવેરીની દુકાનમાં બે કેળવાયેલા હોય ને તે જે કમાય તેના કરતાં જે પાંચ કેળવાયેલા હોય તે પૃથ્વીના જુદા જુદા ભાગમાં પેઢીઓ ખેલી વધુ દોલત પ્રાપ્ત કરી શકે. જે સચ્ચાઈ એક પેઢીના સંબંધમાં ખરી છે તે સચ્ચાઈ આખી કોમને લાગુ પાડી શકાય. આના સંબંધમાં બીજી બાબત આપણા મન આગળ ખડી થાય છે તે એ છે કે જ્યારે ઘરમાં એક મરણ થાય છે ત્યારે તે ઘરના માલેકને પિતાની દુકાન બંધ કરવી પડે છે. તે દીવસની કમાણી ખેવી પડે છે. મરણના સંબંધમાં વધુ ખર્ચ કરવો પડે છે ને છેવટે તેને પિતાની તંદુરસ્તીના સંબંધમાં પણ ખમવું પડે છે. કે જેને અંગે પાછળથી અસલ સ્થિતિ પ્રાપ્ત કરવા વિશેષ ખર્ચમાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 412