Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ જાન્યુઆરી પારસી જેવી વિદ્વાન અને કેળવણીની ટોચે પહોંચેલી કોમમાં પંચાયતના ટ્રસ્ટીઓ ની ચુંટણી વખતે કેવા રંગ થયા છે, તે સર્વે ભાઈઓને વર્તમાન પત્રોથી વિદીત હશે. સર ફિરોઝશાહ મેહતા જેવા તાજ વગરના રાજા તરીકે લેખાતા મહાન નરને માટે પણ કેવી ટીકા થાય છે; તે ઉપરથી આપણું આગેવાન ગ્રહએ પણ સમજવું જોઈએ કે કાર્ય કરનારને જ સાંભળવાનું છે; જેઓ કાર્ય નથી કરતા તેના ઉપર કોણ ટીકા કરશે? માટે પિતાને જે ઉદ્દેશ કેમનું ભલું કરવાનું છે, તેજ દ્રષ્ટી બિંદુમાં રાખી લોકોની ટીકાઓ સહન કરવા મજબુત પીઠ રાખી પોતાની પવિત્ર ફરજ બજાવવામાં પાછા પડવું નહિં જોઈએ. Try, try, and try again” પ્રયત્ન કરે, અને ફરીથી પ્રયત્ન કરે, એ ઉમદા નિયમ ધ્યાનમાં રાખી નાસીપાસ ના બનો. તેમજ હિન્દના દાદા શેઠ દાદાભાઈ નવરોજજીએ કલકત્તા કોગ્રેસ વખતે (Ojitatation) ચલવલ કાયમ રાખવા જે ઉત્તમ બોધ કર્યો છે, તેમજ છેલી અલ્હાબાદ કોંગ્રેસ વખતે હિંદ હિતેષુ સર વીલીયમ વેડરબને ફક્ત ત્રણ શબ્દોમાં જે કીમતી સલાહ આપી છે. આશા, સહાનુ ભુતિ, અને ઐક્યતા-તે તમારા હૃદયમાં કોતરી રાખી, તે માર્ગે ચાલવા પ્રયાસ કરવે; અને અવશ્ય આપણને ફતેહ મળશે. મહાન હિન્દી કોન્ટેસને છવીસ વરસે જોઈએ તેટલું નથી મલ્યું, તે આપણે ફક્ત આઠ બેઠકમાં બધું મેળવવાની આશા ક્યાંથી રખાય, માટે ખંતથી આગળ વધે, શાસનદેવી સહાય થાશે. મુસલમાન કામ જે આપણાથી ઘણી પછાત હતી તે હાલ કેટલી બધી આગળ વધેલ છે, તેઓની અલીગઢ કલેજે કામના ઉદયમાં કેટલો મોટો ફાળો આપે છે, તેને વિચાર કરો. તેઓ ફતેહમંદ રીતે કેળવણી કેન્ફરન્સ ભરે છે, અને દર વરસે આગળ વધતાજ જાય છે. કાયસ્થ પણ આગળ વધ્યા છે, અને બંને કોમ રાજ દરબારમાં મોટા ઓધાઓ ધરાવે છે. બનારસમાં સેંટ્રલ હિંદુ કેલેજના ઉમદા કાર્ય તરફ પણ દષ્ટી ફેરવે. આપણામાં પણ તેવું એક ખાતું છે; અને જે સરસ્વતી દેવીના મુખ્ય ધામ કાશી શહેરમાં ફતેહમંદ રીતે આગળ વધતું જાય છે. આપણા માટે તે વિદ્વાન પંડીતે અને ધર્મના ઉપદેશકે તૈયાર કરે છે. તેમજ આપણા ધર્મને વિજય વાવટા ફરકાવવા હરેક દેશમાં પ્રયાસ કરે છે. સીલન અને બર્મામાં ઉપદેશકો મોકલવા ઉપરાંત પાશ્રીમાત્ય પંડીત સાથે આપણા ધર્મ સંબધી જે ઉપયોગી પત્ર વ્યવહાર ચલાવવામાં આવેલ છે, તે થોડા વખતમાં છપાઈ બહાર પડવાથી આપણને આનંદ સાથે અત્યંત સંતોષ મળશે. આ ઉમદા કાર્યને માટે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય ધર્મ સુરીજીએ આત્મ ભાગ આપ્યો છે, અને આપણને પણ તે ખાતાને વિશેષ ફતેહમંદ બનાવવા બનતી મદદ કરવાની ખાસ જરૂર છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 412