Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 11
________________ ૧૯૧૧ ] આવતા કેન્ફરન્સ અને તેને અંગે આપ ફરજે. [ ૯ તીર્થ સ્થળ ઉપર કોન્ફરન્સ ભરવાથી યાત્રાને પણ લાભ થાય છે, અને થોડા ખરચમાં બેઠક મેળવવાનું બની શકે છે, તે માટે આપણા દગંબરી બંધુઓને નિયમ આપણે ગ્રહણ કરવાની ખાસ અગત્ય છે. વળી બેઠકે સંબંધી અગવડો, અને હંમેશને મેટે ખરચ માથે નહિં વરી લેતા સરકસના તંબુઓના મફક એક તંબુ તૈયાર કરાવવાથી ભવિષ્ય ઘણું ખરચ બચાવ થઈ શકશે. વચમાં પ્લેટફોર્મ પ્રતિષ્ઠીત ગૃહસ્થ અને વક્તાઓ માટે ઉભું કરવું, અને ચારે બાજુએ સરકસના માફક પાટીઆની બેઠકો ગોઠવવી; જેથી કામ ખલાસ થવા બાદ પાટીઆના બંડલ બાંધી, તંબુને ઘડી વાળી જોઈએ ત્યાં થોડા ખરચે સાચવી શકાશે. જમીન ઉપર બેઠક કરવાથી લગભગ પાંચ કલાક સુધી બેસી રહેવાનું હાલના જમાના પ્રમાણે પસંદ કરવા જોગ નથી; કેમકે તેથી અનેક મુશ્કેલીઓ ભેગવવી પડશે અને તે ખાતર આપી ગોઠવણ કરવાથી સુખે અઢેલીને બેસવાને માટે મુદલ વાંધો નહિ આવે. જૈન બંધુઓ ઉદાર છે, પૈસા આપવામાં આનાકાની કરે તેવા નથી. કેન્ફરન્સ ઓફીસે બહાર પાડેલ સિંહાવકન ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તેની હયાતીથી આપણે કેટલું બધું કરી શક્યા છીએ, અને આપણા શ્રીમંત ઉદાર બંધુઓએ આપેલા પૈસાને કે સદ્ઉપયોગ થયો છે. મુંબઈ) અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે બોડીંગે સ્થાપી આપણું ભવિષ્યના જૈન રત્ન ને માટે આપણે ઉત્તમ કાર્ય કર્યું છે. યુનીવર્સીટીમાં જૈન સાહિત્ય દાખલ કરાવનાર સરકારમાં જૈન જાહેર તહેવારે શરૂ કરાવનાર આપણી મહાન કોન્ફરન્સજ છે અને વાલકેશ્વર ઉપર આવેલ પનાલાલ બાબુના દેરાસરનું રક્ષણ કરાવનાર પણ તેજ ખાતું છે. માટે ભાઈઓ, જે પવિત્ર કામ હાથ ધર્યું છે તેને છેવટ સુધી પાર પાડે. આપણે બધા એકજ વહાણમાં છીએ, આપણે જાગ્રત થયા પછી પાછા ઘેર નિદ્રામાં પડીએ તેવો હાલન જમાને નથી. આપણું અનુકરણ કરી બીજી કોમો જાગ્રત થઈ છે, અને તેઓ આપણું કોનફરન્સને કેટલી બધી અગત્યતા આપે છે તેને ખ્યાલ કરવાનો છે. ફાનસમાં ખેપરેલના દીવાથી વધારે પ્રકાશ આપનાર કેરોસીન તેલ દાખલ થયું, તેની જગ્યાઓ ગેસલાઈટ, કીટસન લાઈટ. અને હવે વીજળિક લાઈટ ઘડાની ટ્રામને બદલે વીજળીક ટ્રામના વહેવારથી પણ સંતોષ માનતા નથી, અને થોડા વખતમાં હવાઈ વિમાનોમાં ઉડવાને ભાગ્યશાળી પણ થઈશું. કે જે અલ્હાબાદના પ્રદર્શનમાં રજુ પણ થયા છે, તે આવા પ્રવૃતિમય વખતમાં આપણે પણ જેમ સાધન વધે છે તેમ પૂર વેગથી આગળ વધવાની જરૂર છે. એક વખત અટકી પડયાતે ઠોકર ખાઈને નીચે પડવાનો વખત આવશે, અને પછી ઉભા થવું ભારી પડશે; માટે આળસ મરડી, તમારી સુસ્તી ઉડાડી અઠામી કોન્ફરન્સને ફતેહમંદ બનાવવા તન, મન અને ધનથી તૈયાર થાઓ; અને તે જ પ્રમાણે દર વરસે તે ફતેહમંદ અને વિશેષ વિજયી નીવડે એવો પ્રયાસ કરતા રહી, કોમનો ઉદય કેમ જલદી થાય તેવા વિચારો કરવા મશગુલ બને; કે જે ઉમદા વિચારે પરમાત્મા ફળીભુત કરે એવી મારી નમ્ર પ્રાર્થના છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 412