Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
આ અને એવા જ બીજા જંગલી રીવાજોને જડમુળથી નાશ કરાવવા પાછળ આપણા કીમતિ વખતને ભોગ આપી કોનફરન્સના ઠરાવો ઘટતા પ્રમાણમાં અમલ કરાવીશું. તેજ આપણ ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરીશું. સુષ કી બહુના.
રાધનપુરકર.
નc
—
બંધુઓ પાછા સુસ્ત ના બને કોમને આ ગળ વધારવાનો પ્રવાહ શરૂ રાખે.
(લેખક-મનહર) આપણને જાણીને અત્યંત આનંદ થાય છે કે આપણી મહાનું કેન્ફરન્સ આવતા માર્ચ માસની આખરીએ મુંબઈમાં મેળવવાનું નક્કી થયું છે. તેના સ્થાપક કહો તેના પીતા પીછે હઠ્ઠાએ જણાવ્યું તેમ તે બાળકનું આઠમું વરસ લેવાથી તેને ખાંસી કફ, જવર વગેરે લાગુ પડેલ; પરંતુ મુંબઈના બાહોશ તબીબોની કાળજી ભરી સવારથી આપણે તેને થોડા સમયમાં પુરતા બળ સાથે મુંબઈના પુરાલય (Town Hall) માં રમતું જોઈશું.
ભાઈઓ પુના કેનફરન્સ પછી આપણને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું છે; અને મુખ્ય કરીને ભપકાને ખાતર ત લ લુટ ખર્ચ અને દરેક સ્થળે આમંત્રણ કરનારાઓને સિાથી સારું કરી બતાવવાની ઉમંગી હરીફાઈને અંગે બીજા આગેવાન શહેર આમંત્રણ કરવા માટે વિચારમાં પડયા હતા.
આપણી કામના માનવંતા સરદાર શેઠ લાલભાઈ પણ શરૂઆતથી જ આપણને સલાહ આપતા આવ્યા છે કે જેમ બને તેમ સાદાઈથી બેઠકો ભરે; શંભુ મેળો ભેગે. થાય છે. તે મુદ્દલ પસંદ કરવા જેવું નથી. આપણે પણ હવે ખુલું જોઈ શક્યા છીએ કે તે સૂચનાઓ વ્યાજબી છે; અને તેથી જેમ બને તેમ ઓછા ખરચે બેઠક મેળવવી, અને ડેલીગેટોની સંખ્યા પણ ચેકસ હદમાં રાખવાને ખાતર ફીમાં વધારો કરવો. અલબત આવી રીતે ડેલીગેટોનું પ્રમાણ ઓછું થાશે, પરંતુ સાથે સાથે ડેલીગેટોની ચુંટણી કરવામાં પણ કેટલાક નિયમોની ખાસ જરૂર છે કે જેથી અગ્રેસર, વિઠન, અને જ્ઞાતિમાં સારી પ્રતિષ્ઠા તથા મોભો ધરાવનાર ગ્રહ હાજરી આપી શકે, અને પોતાનો લાગવગ ચલાવી પિતાની જ્ઞાતિમાં તે પ્રમાણે સુધારે કરાવવાનો પ્રયાસ કરી શકે. ખાસ મોજને ખાતર કે જેવાને ખાતર જે ડેલીગેટે આવે છે, તેઓ દેશમાં જઈને બધું ભુલી જાય છે, અને કાંઈ કરી શકતા નથી.