Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 8
________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી વધતી જાય છે. અને આ સખત હરીફાઈના જમાનામાં આપણે જે સાવચેત નહિ રહીશું તો યાદ રાખજો કે આપણે છીન્નભીન્ન થવાને વધુ વખત થોભવું નહિ પડશે. કોન્ફરન્સ ભરવાની આવશ્યકતાને માટે કેટલાકો તરફથી શંકા બતાવવામાં આવે છે અને તેના શત્રમિત્રો તરફથી જે મોટો ઘંઘાટ કરી મુકવામાં આવ્યો છે તેઓને મારે યાદ આપવું જોઈએ કે સુધારાની ટોચે પહોંચેલી પારસી કેમે પણ કોન્ફરન્સની આવશ્યકતા સ્વીકારી છે. કોન્ફરન્સ જેવી સંસ્થાએ જે મહાન કાર્યો કરી બતાવ્યાં છે, અને કરી બતાવે છે તે કદીપણ નાની મંડળીઓ યા સમાજે મારફતે થઈ શકતાં નથી. દેશના જુદા જુદા ભાગોમાં ઉપદેશક મારફતે ઠરાવોને અમલ કરાવે, મોટા શહેરના સંઘને સચનાઓ કરવી, રાજદ્વારી હકો મેળવવાને ચળવળ ચલાવવી, શ્રીમતિને હાથે લાખોની સખાવત કરાવી મોટા ખાતા હસ્તીમાં આણવાં અને એવાંજ બીજાં મહત્વનાં કર્યો કોન્ફરન્સ જેવી સંસ્થાની ગેરહાજરીમાં બજાવવાનું કેટલું બધું ગુંચવણ ભરેલું થઈ પડે તે સાદી અક્કલને માણસ પણ સમજી શકે તેમ છે. અને તેથી જ આ વખત પણ તેના કાર્યદક્ષ પિતા મી. ગુલાબચંદજી ઠઠ્ઠાએ અનેક મુશ્કેલીઓની સામે થઈ તેને મોતના જડબામાંથી બચાવી આપણે કોમ ઉપર મહાન ઉપકાર કર્યો છે કે જેનો બદલે આપણે કદીપણ વાળી આપી શકીશું નહિ. અલબતે આવા મહાન પુરૂષ બદલાની આશાથી કાંઈપણ કાર્ય હાથ ધરતા નથી, પરંતુ મારે ખેદ સાથે જણાવવું પડે છે કે આપણી કેમ જાહેર સેવાઓની પીછાન કરવામાં ઘણી જ પછાત છે. કામના સ્થંભ ગણુતા મરહુમ શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ફકીરભાઈ પ્રેમચંદ જેવા આગેવાની યાદગીરી જાળવી રાખવાને આપણે કાંઈપણ કરી શક્યા નથી, અને અફસોસની વાત છે કે લાખની બાદશાહી સખાવત કરી કેમ તથા દેશને ઉપકાર તળે મુકનાર મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદનું નામ જળવાઈ રહે તેવું એકપણ ખાતું ઉભું કરવાને આપણે નિષ્ફળ નિવડયા છીએ, વાંચકે ! પારસી કેમ તરફ નજર કરો તો જણાશે કે જાહેર પુરૂની યાદગીરી જાળવવાને કેવા નમુનેદાર ખાતાઓ સંગીન પાયા ઉપર ચલાવવામાં આવે છે. ખેર! આપણને અત્રે તેની સાથે સંબંધ નહિ હેવાથી વધુ વીગતમાં ઉતરવું અસ્થાને ગણાશે. કોન્ફરન્સ અને બેલાવવાનું હવે નકી થઈ ચુક્યું છે અને તેના કાર્ય વાહકો તેને જેમ બને તેમ ઓછી ખર્ચાળ બનાવવાને કેવા ઉપાય જવા તે પાછળ કાળજી ભર્યું ધ્યાન આપતા જોઈ આપણને બહુજ આનંદ થાય છે. લાંબે વખત થયાં બાપકાર જાહેર કરવામાં આવ્યું છે કે કોન્ફરન્સ પાછળ લખલુટ ખરચ કરવાથી તેનો અંત જલદીથી લાવવા સિવાય બીજું કાંઈ પણ લાભ આપણે હાંસલ કરી શકવાના નથી, કારણ કે બાદશાહી ખરચ કરી આમંત્રણ કરવાનું માત્ર મુંબાઈ જેવા શહેરને જ પાલવી શકે, પરંતુ કોન્ફરન્સની બેઠકે સાદાઈથી ભરવામાં આવે તો નાના શહેરોના સંઘો પણ તેને આમંત્રણ કરવાને લલચાય એ તદન બનવા જોગ છે. કમનસીબે આવો દાખલ કઈ પણ શહેરે બેસાડવાની હીંમત નહિ બતાવેલી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 412