Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું નિવેદન જેન મહર્ષિઓએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપદેર્યું છે તથા જે આચારની પ્રરૂપણ કરી છે, તે સહુ સરળતાથી સમજી શકે તે માટે જૈન શિક્ષાવલીની યોજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં બાર પુસ્તક પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સંયોગ વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજાં પુસ્તકે પણ પ્રક્ટ કરવામાં આવશે. આ પુસ્તકે દીર્ધચિંતન-મનનનાં પરિણમે સુંદર શલિમાં લખાયેલાં છે. એટલે તે સહુને પસંદ પડશે એમાં શંકા નથી. જૈન શિક્ષાવલીની યોજના સાકાર બની તેમાં અનેક મુનિરાજે, સંસ્થાઓ અને ગૃહસ્થોને સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીનાં શિષ્યરત્ન પૂ. પં. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદકુંદવિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજયજંબુસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રૈવતવિજયજી અને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીનાં વિદ્વાન શિષ્યરત્ન પૂ. પં. ભ. શ્રી ધુર ધરવિજયજી તથા પ. પૂ. આ. મહારાજશ્રી વિજયધર્મસૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશોવિજયજી વગેરેએ આ યોજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સહાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વર્ધમાન, શેઠ ચતુરભાઈ નગીનદાસ (બેલગામવાળા ), શ્રીમાન બી. કે. શાહ, યોગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધાર્મિક શિક્ષણસંધ-મુંબઈને કાર્યવાહકે શ્રી પ્રાણજીવન હ. ગાંધી વગેરેએ આ કાર્યમાં સહકાર આપી અમને ઉત્સાહિત કર્યા છે, તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકેમાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ. પ્રકાશક,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68